બનાસકાંઠા: ગુજરાતી ગીત 'માટલા ઉપર માટલું' ગાઇને પ્રખ્યાત થનારા જીગર ઠાકોરનાં પિતા સોરાબજી ઠાકોરનું નિધન થયું છે. જેના કારણે પરિવારમાં આઘાત છવાઇ ગયો છે. જીગરનાં પિતાનું અવસાન પાંચમી ડિસેમ્બરનાં રોજ થયું હતુ. જીગર પોતાના પિતાની ખૂબ નજીક હતો.
આપને જણાવીએ કે, ગુજરાતી ગીત 'માટલા ઉપર માટલું' ગીત તેણે સિંગર દેવ પગલી સાથે ગાયું છે. આ ગીતથી નાનકડો જીગરે અચાનક લોકો તરફ આકર્ષણ ખેંચ્યુ હતુ.
સિંગર જીગર ઠાકોર બનાસકાંઠાના નાનકડા ગામ મડાણાનો વતની છે. પરિવારની વાત કરીએ તો, જીગરના પિતાનું નામ સોરાબજી ઠાકોર હતુ. તેના ભાઇનું નામ રસિક અને બહેનનું નામ પાયલ છે. જીગર ઠાકોરના પિતાને પણ સિંગર બનવું હતું પરંતુ સંજોગોવસાત તે બની શક્યા ન હતા. જેથી છોકરાએ તેમનું સપનું સાકાર કર્યુ હતુ.
સિંગર જીગર ઠાકોર બનાસકાંઠાના નાનકડા ગામ મડાણાનો વતની છે. 'માટલું' ગીત અને 'ચાંદ વાલા મુખડા સોંગ'થી દેશભરમાં તે જાણીતો બન્યો હતો. જીગર ઠાકોરે 8 વર્ષની ઉંમરે ગાવાની શરૂઆત કરી હતી.
સોરાબજી ઠાકોરની ફાઇલ તસવીર
મળતી માહિતી પ્રમાણે, એક વખત પોતાના પિતા સાથે પાટણ જતો હતો. ત્યારે તેણે રસ્તામાં એક ગીત ગાયું હતું.
જીગરનો અવાજ સાંભળી પિતા સોરાબજી ઠાકોરને થયુ હતુ કે, પોતાનું સિંગર બનવાનું સપનું જીગર પુરુ કરી શકશે. જેથી તેઓ જીગર પાસે દરરોજ ગાવાની પ્રેક્ટિસ કરાવતા હતા.