Home /News /banaskantha /

Petrol Diesel Shortage: ગુજરાતમાં અહીં પેટ્રોલ-ડીઝલ વેચાણની માત્રા મર્યાદીત થઇ, લોકો મુશ્કેલીમાં મૂકાયા

Petrol Diesel Shortage: ગુજરાતમાં અહીં પેટ્રોલ-ડીઝલ વેચાણની માત્રા મર્યાદીત થઇ, લોકો મુશ્કેલીમાં મૂકાયા

બનાસકાંઠાના થરાદના ધારાસભ્ય દ્વારા પણ પૂરતો જથ્થો આપવા માટે રજૂઆત કરાઇ છે.

બનાસકાંઠા (Banaskantha petrol diesel shortage) ના સરહદી વિસ્તારોમાં પેટ્રોલ ડિઝલની અછત સર્જાઇ હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. ચોમાસા (Monsoon 2022)ની સિઝનમાં પેટ્રોલ ડીઝલ (petrol diesel shortage) ન મળતા ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. 500 રુપિયા સુધીનું ડિઝલ અને 100 રુપિયા સુધીનું પેટ્રોલ મળતા ખેડૂતો (Farmer)ને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

વધુ જુઓ ...
    ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલની અછત (Gujarat petrol diesel shortage) સર્જાઇ હોવાના બોર્ડ મારી દેવામાં આવ્યા છે છેલ્લા એક અઠવાડિયાથી અમદાવાદ (Ahmedabad petrol diesel shortage)ના કેટલાક પેટ્રોલ પમ્પ માલિકોએ બંધ રાખતા અને સોશિયલ મીડિયામાં કેટલાક મેસેજ વાયરલ (Viral News) થયા બાદથી પેટ્રોલ ન મળવાની દહેશતને લઇ પેટ્રોલ પમ્પો પર વાહનોની લાઈનો જોવા મળી હતી. આ દરમિયાન પેટ્રોલ પમ્પ પર લાંબી વાહનચાલકો કતારોમાં ઉભા રહી પોતાના વાહનોમાં પેટ્રેલ ભરાવી રહ્યા છે ત્યારે રાજ્યના ઊર્જા અને પેટ્રોકેમિકલ મંત્રી મુકેશ પટેલે આ વિશે સ્પષ્ટતા કરી છે કે, વાયરલ મેસેજ પર વિશ્વાસ ન કરવો તે માત્ર કોરી અફવાહ છે. રાજ્યમાં પેટ્રોલનો પુરવઠો પૂરતા પ્રમાણમાં છે અને નાગરિકોએ કોઇ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી તે છતા રાજ્યમાં લોકો પેટ્રોલ પમ્પોની બહાર લાંબી લાઇનોમાં ઉભા રહી પેટ્રોલ-ડીઝલની ટાંકીઓ ફુલ કરાવી રહ્યા છે.

    બનાસકાંઠા (Banaskantha petrol diesel shortage) ના સરહદી વિસ્તારોમાં પેટ્રોલ ડિઝલની અછત સર્જાઇ હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. ચોમાસા (Monsoon 2022)ની સિઝનમાં પેટ્રોલ ડીઝલ (petrol diesel shortage) ન મળતા ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. 500 રુપિયા સુધીનું ડિઝલ અને 100 રુપિયા સુધીનું પેટ્રોલ મળતા ખેડૂતો (Farmer)ને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.



    બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં પેટ્રોલ-ડિઝલની અછત સર્જાય છે. વરસાદ થઈ ગયો છે અને ખેડૂતો વાવણીમાં લાગી ગયા છે. ત્યારે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં પેટ્રોલ ડિઝલ મળી રહ્યુ નથી. પેટ્રોલ પંપ પરથી માત્ર 500 રુપિયા સુધીનું ડિઝલ પુરુ પાડવામાં આવી રહ્યુ છે. તો માત્ર 100 રુપિયાનું પેટ્રોલ આપવામાં આવી રહ્યુ છે. આજના સમયમાં ખેડૂતો ટ્રેકટરથી ખેતી કરતા હોય છે તેઓ પાસે વાવણી કરવા માટે બળદ પણ હોતા નથી ત્યારે ખેડૂતો માટે ડિઝલ મહત્વનું બની જાય છે.

    આ પણ વાંચો- કોડિનાર: 8 વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા, આરોપીને તત્કાલ ફાંસી આપવા માંગ

    બનાસકાંઠાના થરાદના ધારાસભ્ય દ્વારા પણ પૂરતો જથ્થો આપવા માટે રજૂઆત કરાઇ છે પરંતુ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં જથ્થો નથી મળી રહ્યો. હાલમાં વરસાદ થઇ ગયો છે અને ખેડૂતો વાવણી માટે તૈયાર છે ત્યારે પેટ્રોલ અને ડીઝલ મર્યાદીત મળતા ખેડૂતો મોટી મુશ્કેલીમાં મૂકાયા છે.

    જણાવી દઇએ કે, રાજ્યના ઊર્જા અને પેટ્રોકેમિકલ મંત્રી મુકેશ પટેલે ગુજરાતની જનતાને અપીલ કરી છે કે, પેટ્રોલ અને ડિઝલનો જથ્થો રાજ્યમાં ખુટી પડ્યો છે તેવા મેસેજ ખોટા છે અને રાજ્યમાં પૂરતા પ્રમાણમાં ડિઝલ અને પેટ્રોલનો જથ્થો છે. માટે કોઇએ ચિંતા કરવાની જરૂર નથી.

    આ પણ વાંચો- ટેમ્પોમાં ચોરખાનું બનાવી ગાંજાની સપ્લાઇ, 72 લાખના મુદ્દામાલ સાથે 6 લોકોની ધરપકડ

    નોંધનિય છે કે, ગત શનિવારની રાત્રે સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ થયો હતો કે રાજ્યમાં પેટ્રોલ-ડીઝલનો પુરવઠો ઓછો છે. જેના પગલે અમદાવાદ રાજ્યના ઘણા હિસ્સાઓમાં પેટ્રોલ ભરાવવા માટે વાહનચાલકોની પડાપડી થઇ હતી. જોકે હવે આ મામલે રાજ્યના ઊર્જા અને પેટ્રોકેમિકલ મંત્રી મુકેશ પટેલે પોતે સ્પષ્ટતા કરી છે કે તે મેસેજ ખોટો હતો અને આ પ્રકારના મેસેજથી જનતાએ ભરમાવવું નહીં.જોકે હાલમાં પણ રાજ્યના ઘણા પેટ્રોલ પમ્પો બંધ છે અથવા કેટલાક પેટ્રોલ પમ્પો પર મર્યાદીત માત્રામાં પેટ્રોલ આપવામાં આવી રહ્યું છે જેના કારણે વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા છે.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Banaskanatha, Banaskantha News, બનાસકાંઠા

    આગામી સમાચાર