Home /News /banaskantha /બનાસકાંઠા જિલ્લો:થરાદમાં પાંચમા રાઉન્ડને અંતે શંકર ભાઈ ચૌધરી 14000 વોટ થી આગળ

બનાસકાંઠા જિલ્લો:થરાદમાં પાંચમા રાઉન્ડને અંતે શંકર ભાઈ ચૌધરી 14000 વોટ થી આગળ

banaskantha assembly 2022 election result

Banaskantha Election Results 2022: ગુજરાતની 182 સીટ અંતર્ગત બનાસકાંઠા જિલ્લાની 9 બેઠક પર બીજા તબક્કામાં 5 ડિસેમ્બરના રોજ મતદાન થયું હતું. વર્ષ 2017માં બનાસકાંઠાની જિલ્લાની પાંચ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારની જીત થઈ હતી. જ્યારે ત્રણ બેઠક પર ભાજપ ઉમેદવારની જીત થઈ હતી.

વધુ જુઓ ...
    અમદાવાદ:  ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022(Gujarat Assembly Election 2022)ની મતગણતરી શરૂ થઈ ગઈ છે. થરાદ બેઠક પર સૌની નજર છે, જ્યાં હાલ શંકર સિંહ ચૌધરી (Shankar Chaudhari) 8856 મતોથી આગળ ચાલી રહ્યા છે. તો બીજી તરફ, ધાનેરામાં અપક્ષ ઉમેદવાર માવજી દેસાઈ આગળ છે. જ્યારે વડગામમાં જીગ્નેશ મેવાણી પાછળ છે.

    • થરાદમાં પાંચમા રાઉન્ડને અંતે શંકર ભાઈ ચૌધરી 14000 વોટ થી આગળ

    • કોંગ્રેસના ગઢમાં મોટો અપસેટ સર્જાઈ શકે

    • ધાનેરામાં અપક્ષ અને ડીસામાં કોંગ્રેસ આગળ

    • વાવથી ગેનીબેન ઠાકોર સતત પાછળ


    જોઈ લો કોણ આગળ કોણ પાછળ


    વિધાનસભા સીટભાજપકોંગ્રેસઆમ આદમી પાર્ટીઆગળપાછળ
    વાવસ્વરુપજી ઠાકરોગેનીબેન ઠાકોરભેમજી પટેલ BJP
    થરાદશંકર ચૌધરીગુલાબસિંહ રાજપૂતવીરચંદ ચાવડા BJP
    ધાનેરાભગવાન પટેલનાથાભાઈ પટેલસુરેશ દેવડા અપક્ષ
    દાંતાલાતુભાઈ પારઘીકાંતીભાઈ ખરાડીમહેન્દ્ર બુંબડીયા BJP
    વડગામમણીભાઈ વાઘેલાજિગ્નેશ મેવાણીદલપત ભાટીયા BJP
    પાલનપુરઅનિકેત ઠાકરમહેશ પટેલરમેશ નાભાણી BJP
    ડીસાપ્રવિણ માળીસંજય રબારીડો,રમેશ પટેલ BJP
    દિયોદરકેશાજી ચૌહાણશિવા ભુરીયાભેમા ચૌધરી BJP
    કાંકરેજકેીર્તિસિંહ વાઘેલાઅમ્રતજી ઠાકોરમુકેશ ઠક્કર BJP

    9માંથી 6 બેઠકો પર ભાજપ આગળ


    8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ગઈ છે. બનાસકાંઠાની 9માંથી 6 બેઠકો પર ભાજપ આગળ ચાલી રહી છે.

    2017ની ચૂંટણી પર એક નજર


    Noબેઠક નામબીજેપીકોંગ્રેસવિજેતા
    7વાવશંકરભાઈ ચૌધરીગનીબેન ઠાકોરINC
    8થરાદપરબતભાઈ પટેલબી.ડી. રાજપુતBJP
    9ધાનેરામાવજીભાઈ દેસાઈનાથાભાઈ પટેલINC
    10દાંતા STમાલજીભાઈ કોદરવીકાંતીભાઈ ખરાડીBJP
    11વડગામ SCવિજયભાઈ હરખાભાઈ ચક્રવતીજિજ્ઞેશ મેવાણી (અપક્ષ)Independent
    12પાલનપુરલાલજીભાઈ પ્રજાપતિમહેશકુમાર પટેલINC
    13ડીસાશશિકાંતભાઈ પંડ્યાગોવાભાઈ રબારીBJP
    14દિયોદરકેશાજી ચૌહાણશિવાભાઈ ભુરિયાINC
    15કાંકરેજકિર્તીસિંહ વાઘેલાદિનેશ ઝાલેરાBJP


    2017ના ચૂંટણી પરિણામ પર એક નજર


    ગુજરાતમાં 14મી વિધાનસભાની ચૂંટણી 9મી ડિસેમ્બર, 2017 અને 14 ડિસેમ્બરના રોજ યોજાઈ હતી. 18મી ડિસેમ્બરના રોજ મતગણતરી કરવામાં આવી હતી. આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને બહુમતી મળી હતી. જોકે, 2012ની ચૂંટણીની સરખામણીમાં કૉંગ્રેસનો વોટ શેર અને બેઠકમાં વધારો થયો હતો. ગુજરાતમાં 1985 પછી કોંગ્રેસ પાર્ટીએ સૌથી વધારે બેઠક મેળવી હતી. આ ચૂંટણીમાં બીજેપીને 99 બેઠક મળી હતી. કૉંગ્રેસને 77 બેઠક મળી હતી. એનસીપીને એક બેઠક મળી હતી. બીટીપીને બે બેઠક મળી હતી. અપક્ષના ફાળે ત્રણ બેઠક રહી હતી.

    આ પણ વાંચો: ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામો 2022 લાઈવ અપડેટ્સ
    Published by:Pravin Makwana
    First published:

    Tags: Banaskanth

    विज्ञापन
    विज्ञापन