Home /News /banaskantha /Gujarat Election 2022: અલ્પેશ ઠાકોરે કહ્યું - ‘મારી લાગણી છે કે CM ઠાકોર સમાજના બને’

Gujarat Election 2022: અલ્પેશ ઠાકોરે કહ્યું - ‘મારી લાગણી છે કે CM ઠાકોર સમાજના બને’

સમાજના વ્યક્તિને મુખ્યમંત્રી બનાવવા માટે માંગણી

Gujarat Assembly Election 2022: બનાસકાંઠામાં ભાજપ નેતા અલ્પેશ ઠાકોરનું એક બયાન સામે આવ્યું છે. અલ્પેશ ઠાકોરે જણાવ્યું છે કે, આ વખતે ગુજરાતનાં મુખ્યમંત્રી પદ પર ઠાકોર સમાજનો વ્યક્તિ હોવો જોઈએ. બનાસકાંઠામાં એક સભાને સંબોધતા અલ્પેશ ઠાકોરે ઠાકોર સમાજના CMની માગ કરી છે.

વધુ જુઓ ...
 • News18 Gujarati
 • Last Updated :
 • Banas Kantha, India
  બનાસકાંઠા: રાજ્યમાં ચૂંટણીનો દોર ચાલી રહ્યો છે. દરેક રાજકીય પાર્ટીઓ પ્રચારમાં લાગી ગઈ છે. આ દરમિયાન ઘણા રાજકીય નેતાઓના બયાનો સામે આવતા હોય છે. ત્યારે બનાસકાંઠામાં ભાજપ નેતા અલ્પેશ ઠાકોરનું એક બયાન સામે આવ્યું છે. અલ્પેશ ઠાકોરે જણાવ્યું છે કે, આ વખતે ગુજરાતનાં મુખ્યમંત્રી પદ પર ઠાકોર સમાજનો વ્યક્તિ હોવો જોઈએ. બનાસકાંઠામાં એક સભાને સંબોધતા અલ્પેશ ઠાકોરે ઠાકોર સમાજના CMની માગ કરી છે. ઠાકોર સમાજનો મુખ્યમંત્રી બને તેવી અલ્પેશ ઠાકોરે પાલનપરમાં ઈચ્છા દર્શાવી છે.

  ભાજપ નેતા અલ્પેશ ઠાકોરનું નિવેદન સામે આવ્યુ


  ઉલ્લેખનીય છે કે, પાલનપુરમાં એક ખાનગી હોસ્પિટલના ઉદઘાટનમાં અલ્પેશ ઠાકોરે હાજરી આપી હતી. આ દરમિયાન ઓપનિંગમાં આવેલા ભાજપ નેતા અલ્પેશ ઠાકોરનું નિવેદન સામે આવ્યુ છે. આ સાથે તેમણે એવુ પણ જણાવ્યું હતુ કે, પક્ષ નક્કી કરશે તે બેઠક પરથી હું ચૂંટણી લડવાનો છું. આ સાથે તેમણે ભાજપની જીત માટે પણ બયાન આપ્યું હતુ કે, ગુજરાતમાં ભાજપ 150થી વધુ સીટો મેળવી જીત મેળવશે. ગુજરાતનાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. આ દરમિયાન ઘણા રાજકીય નેતાઓના બયાન સામે આવતા હોય છે.

  આ પણ વાંચો: ભાજપના ઉમેદવારોની યાદીને લઈને મોટા સમાચાર, આ લોકોને મળી શકે છે ટિકિટ

  ગુજરાતના મુખ્યમંત્રી ઠાકોર સમાજના: બને અલ્પેશ ઠાકોર


  અલ્પેશ ઠાકોરે કહ્યુ કે, ‘અન્ય પક્ષોએ ઠાકોર સમાજને સત્તાથી વિમુખ રાખ્યો છે, ક્ષણિક ઉશ્કેરાટ કરી અને ઠાકોર સમાજનો ઉપયોગ કર્યો છે ઠાકોર સમાજને સત્તાની નજીક લઈ જવાનો પ્રયત્ન કરીશ. મારી અને સમાજની લાગણી છે કે આ વખતે ગુજરાતનો મુખ્યમંત્રી ઠાકોર સમાજનો બને.’ આ સાથે તેમણે કહ્યિ હતુ કે દરેક સમાજને પોતાની ઈચ્છા વ્યક્ત કરવાની છૂટ હોય છે. મુખ્યમંત્રી કોણ બનશે તે નક્કિ કરવાનો અધિકાર પક્ષના ધારાસભ્યોનો હોય છે. પરંતુ દરેક સમાજે પોતાની લાગણી વ્યક્ત કરવાનો અધિકાર છે.

  સમાજના વ્યક્તિને મુખ્યમંત્રી બનાવવા માટે માંગણી


  ગુજરાતના મુખ્યમંત્રીના ઉમેદવાર માટે ઘણી અટકળો લગાવીમાં આવી રહી છે. દરેક સમાજના લોકો પોતાના સમાજના વ્યક્તિને મુખ્યમંત્રી બનાવવા માટે માંગણી કરી રહ્યા છે. આ દરમિયાન અલ્પેશ ઠાકોર પોતાના સમાજના વ્યક્તિને મુખ્યમંત્રી બનાવાની માગ કરી છે. તેમણે કહ્યુ છે કે,
  ‘સમાજની લાગણી છે ઠાકોર સમાજના CM બને, ઠાકોર સમાજને સત્તા નજીક લઈ જવા પ્રયાસ કરીશ અને પક્ષ નક્કી કરે ત્યાથી ચૂંટણી લડીશ’
  Published by:Vimal Prajapati
  First published:

  Tags: Alpesh thakore, અલ્પેશ ઠાકોર, ગુજરાત વિધાનસભા ચૂંટણી, બનાસકાંઠા

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन