Home /News /banaskantha /Gujarat Election 2022: ડીસા વિધાનસભામાં જામશે ખરાખરીનો જંગ, વર્ષો પહેલા બંને ઉમેદવારોના પિતા હતા સામસામે

Gujarat Election 2022: ડીસા વિધાનસભામાં જામશે ખરાખરીનો જંગ, વર્ષો પહેલા બંને ઉમેદવારોના પિતા હતા સામસામે

ભાજપ-કોંગ્રેસે પૂર્વ ધારાસભ્યના પુત્રોને મેદાને ઉતાર્યા

Gujarat Election 2022: ડીસા વિધાનસભા બેઠક પર આ વખતે અલગ પ્રકારનો ચૂંટણીનો રંગ જામશે. કારણ કે, ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા યુવા ચહેરાઓને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. સાથે જ ડીસા બેઠક પર ભાજપ-કોંગ્રેસે પૂર્વ ધારાસભ્યના પુત્રોને મેદાને ઉતાર્યા છે.

વધુ જુઓ ...
    ગુજરાત: આ વખતે ડીસા વિધાનસભા બેઠક પર અલગ પ્રકારની ચૂંટણી યોજાશે. કારણ કે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ યુવા ચહેરાઓને મેદાનમાં ઉતાર્યા છે. તેમજ ભાજપ-કોંગ્રેસે ડીસા બેઠક પરથી પૂર્વ ધારાસભ્યના પુત્રોને મેદાનમાં ઉતાર્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આવી સ્થિતિમાં રાજકીય પક્ષો ઝડપથી ઉમેદવારોની જાહેરાત કરી રહ્યા છે. ભાજપે 160 ઉમેદવારો, જ્યારે કોંગ્રેસે પણ મોડી રાત્રે 46 ઉમેદવારો અને આમ આદમી પાર્ટીએ પણ મોટાભાગની સીટો પર ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે.

    ભાજપે પ્રવિણ માળીને મેદાનમાં ઉતાર્યા


    ભાજપે આ બેઠક પરથી ડીસાના વર્તમાન ધારાસભ્ય શશિકાંત પંડ્યાના સ્થાને પૂર્વ ધારાસભ્ય સ્વ.ગોરધનજી માળીના પુત્ર અને ડીસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પ્રવિણ માળીને મેદાનમાં ઉતાર્યા છે. પ્રવિણ માળીને ટીકીટ મળતાં ભાજપના સમર્થકો સહિત સમગ્ર માળી સમાજમાં આનંદ છવાયો હતો. ઉલ્લેખનીય છે કે, ડીસા વિધાનસભા બેઠક પર ત્રણ યુવાનો વચ્ચે ત્રિપાંખીયો જંગ થવા જઈ રહ્યો છે. આ સાથે જો કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસે પૂર્વ ધારાસભ્ય ગોભાઈ દેસાઈના પુત્ર સંજય રબારીને ઉમેદવાર બનાવ્યા છે.

    આ પણ વાંચો: જ્ઞાનવાપી કેસ: હિંદુ પક્ષ માટે મોટા સમાચાર, કથિત શિવલિંગની સુરક્ષા રાખવી પડશે

    બનાસકાંઠામાં ભાજપે જ્ઞાતિવાદી સમીકરણ ગોઠવ્યું


    બનાસકાંઠાની વાત કરીએ તો ભાજપે જિલ્લામાં જ્ઞાતિવાદી સમીકરણ સર્જ્યું છે. બનાસકાંઠામાં ભાજપે બે ચૌધરી, બે ઠાકોર, એક બ્રાહ્મણ, એક માળી અને એક ક્ષત્રિયને ટિકિટ આપી છે. આ વખતે ડીસા બેઠક માટે રેસ રસપ્રદ રહેશે. જેના કારણે ડીસા બેઠક પર પિતા બાદ બંને પક્ષોએ તેમના પુત્રોને ટિકિટ આપી ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. આવી સ્થિતિમાં ડીસામાં ચૂંટણીનો રંગ અલગ જ જોવા મળશે તે નિશ્ચિત છે. ત્રણેય પક્ષોએ યુવા ચહેરાઓને મેદાનમાં ઉતાર્યા છે. ડીસામાં ત્રણેય રાજકીય પક્ષોએ યુવા ચહેરાઓ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

    ત્રણેય પાર્ટીએ યુવાનોને મેદાનમાં ઉતાર્યા


    આ વખતે ત્રણેય પક્ષોએ ડીસા વિધાનસભા બેઠક પરથી યુવાનોને મેદાનમાં ઉતાર્યા છે. ડીસા વિધાનસભા બેઠક ગુજરાત વિધાનસભાની 182 બેઠકોમાંથી 13માં ક્રમે આવે છે. ઉલ્લેખનીય છે કે, ડીસામાં ભાજપે પૂર્વ ધારાસભ્ય સ્વ.ગોરધનજી માળીના પુત્ર પ્રવિણ માળીને, જ્યારે કોંગ્રેસે પૂર્વ ધારાસભ્ય ગોવા દેસાઈના પુત્ર સંજય રબારીને ઉમેદવાર બનાવ્યા છે. આ બંને ઉમેદવારોના પિતાઓ અગાઉ વર્ષ 1998 અને વર્ષ 2002માં સામસામે ઉમેદવાર તરીકે ચૂંટણી લડી ચૂક્યા છે. જેમાં એક વખત 1998માં ગોરધનજી માળીનો વિજય થયો હતો. જ્યારે 2002માં ગોવા દેસાઈનો વિજય થયો હતો.

    આ પણ વાંચો: ચૂંટણી લડવા માટે ઉત્સુક ઉમેદવારો કયા પ્રતિકો સાથે ચૂંટણી લડશે? જુઓ આ રહ્યું લિસ્ટ

    કોંગ્રેસે સંજય રબારી પર વિશ્વાસ દાખવ્યો


    ડીસામાંથી ભાજપે પૂર્વ ધારાસભ્ય ગોરધનજી માળીના પુત્ર પ્રવિણ માળીને જ્યારે કોંગ્રેસે પૂર્વ ધારાસભ્ય ગોવા દેસાઈના પુત્ર સંજય રબારીને ટિકિટ આપી તેમના પર પોતાનો વિશ્વાસ દાખવ્યો છે. આ બંને ઉમેદવારોના પિતા અગાઉ અનુક્રમે 1998 અને 2002માં ઉમેદવાર તરીકે સામસામે ચૂંટણી લડી ચૂક્યા છે. જેના પરિણામોની વાત કરીએ તો, ગોરધનજી માળી 1998માં ડીસા વિધાનસભા બેઠક પરથી એકવાર જીત્યા હતા, જ્યારે 2002માં ગોવા દેસાઈ આ બેઠક પરથી જંગી બહુમતી મેળવી જીત મેળવી હતી. ત્યારે હવે તેમના પુત્રો સામસામે ચૂંટણી લડવા માટે જઈ રહ્યા છે. ડીસા વિધાનસભા બેઠક માટે ત્રિપાંખિયો જંગ થવાનો છે.
    Published by:Vimal Prajapati
    First published:

    Tags: Assembly Election 2022, Banaskantha, Gujarat Assembly Election 2022, Gujarat Elections, ગુજરાત ચૂંટણી

    विज्ञापन
    विज्ञापन