Home /News /banaskantha /1998 અને 2002નો ઈતિહાસ ફરી દોહરાશે, પહેલા પિતા તો હવે બન્નેના પુત્રો લડશે ચૂંટણી!

1998 અને 2002નો ઈતિહાસ ફરી દોહરાશે, પહેલા પિતા તો હવે બન્નેના પુત્રો લડશે ચૂંટણી!

1998 અને 2002નો ઈતિહાસ ફરી દોહરાશે

Gujarat Election 2022: બનાસકાંઠા જિલ્લાના ડીસામાં વિધાનસભાની ચૂંટણીને લઇ ભાજપે પ્રવિણ માળી અને કોંગ્રેસે સંજય રબારીને ટિકિટ આપી ઉમેદવાર બનાવ્યા છે. જોકે આ બંને ઉમેદવારોના પિતાઓ પણ એકબીજા સામે ચૂંટણી લડી ચુક્યા છે.

    કિશોર તુવર, બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લાના ડીસામાં વિધાનસભાની ચૂંટણીને લઇ ભાજપે પ્રવિણ માળી અને કોંગ્રેસે સંજય રબારીને ટિકિટ આપી ઉમેદવાર બનાવ્યા છે. જોકે આ બંને ઉમેદવારોના પિતાઓ પણ એકબીજા સામે ચૂંટણી લડી ચુક્યા છે. આ બંને ઉમેદવારોના પિતાઓ ભાજપ અને કોંગ્રેસમાં અગાઉ 2 વખત સામ સામે ચૂંટણી લડી એક એક વાર ધારાસભ્ય બની ચુક્યા છે. જોકે આ વખતે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારી અને ભાજપના પૂર્વ ધારાસભ્ય સ્વર્ગસ્થ ગોરધનજી માળીના પુત્રોને ભાજપ અને કોંગ્રેસએ સામસામે ઉતારતા ડીસાની ચુંટણી રસપ્રદ બની છે.

    બનાસકાંઠા જિલ્લામાં રાજકીય માહોલ ગરમાયો


    આગામી વિધાનસભાંની ચૂંટણીને લઈ બનાસકાંઠા જિલ્લામાં રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપે તમામ બેઠકો પરથી ઉમેદવારો જાહેર કરી દીધા છે. જોકે કોંગ્રેસ દ્વારા હજુ સુધી એક જ ડીસા બેઠક પરથી જ પોતાનો ઉમેદવાર જાહેર કર્યો છે. ભાજપે ડીસામાં ઉમેદવાર તરીકે પૂર્વ ધારાસભ્ય સ્વ: ગોરધનજી માળીના પુત્ર પ્રવિણ માળીને ટિકિટ આપી છે. તો સામે કોંગ્રેસે પણ પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારીના પુત્ર સંજય રબારીને ઉમેદવાર તરીકે ઉતાર્યા છે.

    આ પણ વાંચો: રાજનીતિમાં બે ભાઈઓની બોલબાલા!, નો-રિપીટના વાવાઝોડામાં અડીખમ છે સોલંકી બંધુઓ

    ચૂંટણી લડી એક-એક વાર ધારાસભ્ય બન્યા હતા


    મહત્ત્વની વાત એ છે કે, પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારી અને  પૂર્વ ધારાસભ્ય સ્વ ગોરધનજી માળી અગાઉ 1998 અને તે બાદ વર્ષ 2002 સામસામે ચૂંટણી લડ્યા હતા. જેમાં વર્ષ 1998 માં ગોરધનજી માળીનો ગોવાભાઈ રબારી સામે ભાજપમાંથી વિજય થયો હતો. જોકે તે બાદ વર્ષ 2002ની ચૂંટણીમાં ભાજપમાંથી ગોરધનજી માળી સામે કોંગ્રેસના ગોવાભાઈ રબારીનો વિજય થયો હતો. જોકે આ વખતેના ડીસાના બંને ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારના પિતાઓ અગાઉ ભાજપ અને કોંગ્રેસમાંથી સામ સામે ચૂંટણી લડી એક-એક વાર ધારાસભ્ય રહી ચુક્યા છે.


    ડીસાની ચૂંટણી રસપ્રદ ચૂંટણી બની


    આ વખતે 2022ની ચૂંટણીમાં બંને પૂર્વ ધારાસભ્યોના પુત્રો પ્રવિણ માળી અને સંજય રબારી સામસામે આવતા ડીસાની ચૂંટણી રસપ્રદ ચૂંટણી બની છે. જોકે કોંગ્રેસના ઉમેદવાર સંજય રબારી પોતાના પિતા અને પોતાના કામોને જોતા ડીસાની પ્રજા તેમને વિજયી બનાવશે તેવો દાવો કરી રહ્યા છે તો પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારી પણ પોતાના પુત્રની જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે.  બીજી તરફ ભાજપના ઉમેદવાર અને ડીસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પ્રવિણ માળી કોંગ્રેસને દિશાહીન પાર્ટી હોવાનું કહી ડીસાની પ્રજા તેમને જીતાડશે તેવો દાવો કરી રહ્યા છે અને જીતીને ડીસાનો વિકાસ આગળ વધારવાની વાત કરી રહ્યા છે.
    Published by:Vimal Prajapati
    First published:

    Tags: Assembly Election 2022, Banaskantha, BJP Vs Congress, Election 2022, Gujarat Assembly Election 2022

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन