Home /News /banaskantha /Banaskantha: ઘરસંસાર પહેલા ફરજને મહત્વ, દાંતામાં વરરાજા લગ્ન કર્યા બાદ મતદાન કરવા માટે પહોચ્યા

Banaskantha: ઘરસંસાર પહેલા ફરજને મહત્વ, દાંતામાં વરરાજા લગ્ન કર્યા બાદ મતદાન કરવા માટે પહોચ્યા

ઘરસંસાર પહેલા ફરજને મહત્વ

Gujarat Election 2022 phase 2 voting: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આજે બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. બનાસકાંઠાના દાંતામાં વરરાજા લગ્ન કર્યા બાદ મતદાન કરવા માટે પહોચ્યા હતા. યુવક લગ્ન પ્રસંગમાંથી સીધો જ મતદાન મથકે પહોચ્યો હતો. દાંતાના યુવકે લગ્ન કર્યા બાદ મતદાન કર્યું છે.

વધુ જુઓ ...
  • News18 Gujarati
  • Last Updated :
  • Banas Kantha, India
    બનાસકાંઠા: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આજે બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. બનાસકાંઠાના દાંતામાં વરરાજા લગ્ન કર્યા બાદ મતદાન કરવા માટે પહોચ્યા હતા. યુવક લગ્ન પ્રસંગમાંથી સીધો જ મતદાન મથકે પહોચ્યો હતો. દાંતાના યુવકે લગ્ન કર્યા બાદ મતદાન કર્યું છે. વરરાજાના પહેરવેશમાં તે મતદાન કરવા માટે પહોચ્યો હતો. ઉલ્લેખનીય છે કે, દાંતા ખાતે વસવાટ કરતા યુવકનો આજે લગ્ન પ્રસંગ હતો. લગ્ન કર્યા બાદ તુરંત મતદાન મથકે પહોંચીને મતદાન કર્યું હતું. લગ્ન જીવનની નવી શરૂઆત કરતાં પહેલાં લોકશાહીનું પર્વમાં ભાગ લીધો.

    મતદાન કરવા માટે ભારે ઉત્સાહ


    લોકો મતદાન કરવામાં ભારે ઉત્સાહ સાથે મતદાન કરવા માટે જતો જોવા મળે છે. બીજા તબક્કાના મતદાનમાં વૃદ્ધ લોકો સાથે સાથે નવયુગલો પણ મતદાન કરવામાં ઉત્સાહ દાખવી રહ્યા છે. બનાસકાંઠાના દાંતામાં આવી જ રીતે એક યુવક લગ્ન બાદ મતદાન કરવા માટે આવી પહોચ્યો હતો. ઉત્તર ગુજરાતમાં મતદાન કરવા માટે લોકો ભારે ઉત્સાહ દાખવી રહ્યા છે.

    આ પણ વાંચો: વર-કન્યા લગ્નના સાત ફેરા ફરી મતદાન કરવા પહોંચ્યા

    લોકશાહીના પર્વની ઉજવણી કરી નવી જિંદગીની શરૂઆત


    ઉલ્લેખનીય છે કે, દિયોદરના જાડા ગામે પણ વર કન્યાએ લગ્નના સાત ફેરા ફરી કુળદેવીના દર્શન કરી મતદાન મથકે પોતાનું મત આપવા પહોંચ્યા હતા અને મત આપી લોકશાહીના પર્વની ઉજવણી કરી નવી જિંદગીની શરૂઆત કરી છે. દિયોદર તાલુકાના જાડા ગામે મતદાનનો અવસર ઉજવવા માટે એક નવદંપતીએ મતદાન કર્યું છે. દિયોદરના નાનકડા જાડા ગામે આજે વર કન્યા લગ્નના સાત ફેરાફરી કુળદેવીના દર્શન કરી જાડા ગામે મતદાન મથક પર પોહચ્યા હતા.

    વિધાનસભાની ચૂંટણીનું બીજા તબકાનું મતદાન


    અત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું બીજા તબકાનું મતદાન યોજાયું હતું. જેમાં લોકો ઉત્સાહભેર મતદાન મથકે પોતાનો અમૂલ્ય મત આપવા પહોંચ્યા હતા ત્યારે બનાસકાંઠાના એક ગામમાં એક જોડાએ મતદાન કરી નવા જીવનની શરૂઆત કરી છે. ગુજરાતમાં મતદાન કરવા માટે લોકો ભારે ઉત્સાહ દાખવી રહ્યા છે.
    Published by:Vimal Prajapati
    First published:

    Tags: Assembly Election 2022, Election 2022, Gujarat Assembly Election 2022

    विज्ञापन
    विज्ञापन