Home /News /banaskantha /Gujarat Election 2022: કોંગ્રેસમાં વિરોધનો સૂર, ટિકિટ ન મળતા આગેવાને કહ્યું - ‘હવે બધાને રોવાનો વારો આવશે’

Gujarat Election 2022: કોંગ્રેસમાં વિરોધનો સૂર, ટિકિટ ન મળતા આગેવાને કહ્યું - ‘હવે બધાને રોવાનો વારો આવશે’

સંજય રબારીને ટિકિટ મળતા કોંગ્રેસમાં કકળાટ

Gujarat Assembly Election 2022: બનાસકાંઠામાં કોંગ્રેસ પક્ષે ડીસામાં વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવાર તરીકે સંજય રબારીને જાહેર કરતા કોંગ્રેસમાં કકળાટ સામે આવ્યો છે. સંજય રબારીને ટિકિટ આપતા કોંગ્રેસના 15 આગેવાનોએ પાલનપુર કોંગ્રેસ કાર્યાલય આવીને પોતાના રાજીનામાં ધરી દેતા ખળભળાટ મચી ગયો છે.

વધુ જુઓ ...
 • News18 Gujarati
 • Last Updated :
 • Banas Kantha, India
  કિશોર તુવર, બનાસકાંઠા: બનાસકાંઠામાં કોંગ્રેસ પક્ષે ડીસામાં વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવાર તરીકે સંજય રબારીને જાહેર કરતા કોંગ્રેસમાં કકળાટ સામે આવ્યો છે. સંજય રબારીને ટિકિટ આપતા કોંગ્રેસના 15 આગેવાનોએ પાલનપુર કોંગ્રેસ કાર્યાલય આવીને પોતાના રાજીનામાં ધરી દેતા ખળભળાટ મચી ગયો છે. વિધાનસભાની ચૂંટણી યોજાય તે પહેલા બનાસકાંઠાના રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે. ટિકિટ ન મળવાથી બનાસકાંઠામાં કોંગ્રેસના આગેવાનોમાં નારાજગી જોવા મળી છે.

  સંજય રબારીને ટીકીટ આપતા આગેવાનોમાં નારાજગી


  વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ પક્ષ દ્વારા ડીસા વિધાનસભા ઉપર પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારીના પુત્ર સંજય રબારીને ટીકીટ આપતા કોંગ્રેસના અન્ય ટિકિટના દાવેદરોમાં ભારે નારાજગી ભભૂકી ઉઠી છે. જેને લઈને ડીસા વિધાનસભાના નારાજ કોંગ્રેસના જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પિનાબેન ઘાડિયા, ડીસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વિપુલ શાહ અને કૈલાશબેન શાહ, જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન અજમલજી ઠાકોર, જિલ્લા પંચાયતના બાંધકામ વિભાગના પૂર્વ ચેરમેન પોપટજી દેલવાડીયા, બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી નરસિંહભાઈ દેસાઇ, દીપકભાઈ પટેલ, મુકેશભાઇ સોલંકી, ડીસા નગરપાલિકાના વર્તમાન સદસ્ય ડો.ભાવિબેન શાહ સહિત આગેવાનો પાલનપુરમાં આવેલ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા.

  આ પણ વાંચો: ચૂંટણી પંચ દ્વારા સીદી સમાજના મતદારો માટે કરાઈ વિશેષ વ્યવસ્થા

  નારાજગી વ્યક્ત કરીને આગેવાનોએ રાજીનામાં આપ્યા


  ઉલ્લેખનીય છે કે, પાલનપુર કોંગ્રેસ કાર્યાલયમાં પહોચીને ભારે નારાજગી વ્યક્ત કરીને તમામ આગેવાનોએ રાજીનામાં ધરી દીધા હતા. જોકે રાજીનામું આપવા આવેલા પોપટ દેલવાડિયા રડી પણ પડ્યા હતા. આગેવાનોએ કોંગ્રેસ પક્ષ સામે પોતાનો રોષ ઠાલવ્યો હતો. આ સાથે રાજીનામુ આપનાર તમામ આગેવાનોએ બળાપો કાઢતા કહ્યું હતું કે, કોંગ્રેસ પક્ષે તેમની સાથે અન્યાય કર્યો છે. ગોવાભાઈ રબારીને પક્ષે આઠ વખત ટીકીટ આપી હતી અને હવે તેમના દિકરાને ટીકીટ આપી છે જેથી રબારી સમાજના અન્ય યુવા નેતાઓ સહિત દરેક સમાજના લોકો સાથે અન્યાય થયો છે.

  કોંગ્રેસના આગેવાનોએ પક્ષ પર બળાપો કાઢ્યો


  આગેવાનોએ પોતાના રાજીનામાં આપતા આગળ જણાવ્યુ કે, તેમની સાથે વારંવાર અન્યાય થતો આવ્યો છે. પક્ષ દ્વારા પાર્ટીના લોકો સાથે વારંવાર આવો ભેદભાવ કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, આ તમામ નેતાઓએ કોઈ અન્ય પક્ષમાં નહિ જોડાવવાનું કહ્યું હતું. જ્યારે કોંગ્રેસને આનું નુકશાન ભોગવવા તૈયાર રહેવાની ચીમકી ઉચ્ચારી હતી. દરેક સમાજના આગેવાનોએ કોંગ્રેસ પર બળાપો કાઢતા કહ્યું હતું કે, પક્ષે આ અન્યાયનું પરિણામ ભોગવવું પડશે. પાર્ટીને મોટું નુકશાન થઈ શકે છે.
  Published by:Vimal Prajapati
  First published:

  Tags: Banaskantha, Congress Candidate, કોંગ્રેસ, ડિસા

  विज्ञापन
  विज्ञापन