Home /News /banaskantha /Gujarat Election 2022: બનાસકાંઠા બોર્ડર પર પોલીસનું સઘન ચેંકિંગ, ચૂંટણીને લઈ ચેકપોસ્ટ પરની સુરક્ષામાં વધારો

Gujarat Election 2022: બનાસકાંઠા બોર્ડર પર પોલીસનું સઘન ચેંકિંગ, ચૂંટણીને લઈ ચેકપોસ્ટ પરની સુરક્ષામાં વધારો

ચૂંટણીને લઈને તંત્ર અત્યારે હરકતમાં

Gujarat assembly elections 2022: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે વહીવટી તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. રાજ્યની બોર્ડર પર સુરક્ષા વ્યવસ્થાને ચુસ્ત કરવા પોલીસ પણ કામે લાગી ગઈ છે. રાજસ્થાન ગેરકાયદેસની પ્રવૃતિઓને રોકવા માટે બનાસકાંઠામાં ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.

વધુ જુઓ ...
  • News18 Gujarati
  • Last Updated :
  • Banas Kantha, India
    બનાસકાંઠા: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે વહીવટી તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. રાજ્યની બોર્ડર પર સુરક્ષા વ્યવસ્થાને ચુસ્ત કરવા પોલીસ પણ કામે લાગી ગઈ છે. ચૂંટણી સમયે અન્ય રાજ્યમાંથી પૈસા અને દારૂની હેરફર વધી જતી હોય છે. જેથી રાજસ્થાન ગેરકાયદેસની પ્રવૃતિઓને રોકવા માટે બનાસકાંઠામાં ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ચૂંટણીના માહોલને લઈને બનાસકાંઠામાં હંગામી ચેકપોસ્ટો બનાવામાં આવી છે.

    ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું


    ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. જેને લઈ રાજસ્થાન તરફથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રાજ્યમાં ઘુસતી અટકાવવા માટે બનાસકાંઠા પોલીસ સતર્ક બની ગઈ છે. ગુજરાત અને રાજસ્થાનની બોર્ડર પર સુરક્ષાને ધ્યાને રાખી ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા માટે બનાસકાંઠા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા પણ ચેકપોસ્ટની મુલાકાતે પહોંચ્યા હતા.

    આ પણ વાંચો: ગુજરાત રાજકારણના મોટા સમાચાર, ઈસુદાન ગઢવી દ્વારકાથી લડી શકે છે ચૂંટણી!

    ચેકપોસ્ટ પર ITBPના જવાનોને પણ તૈનાત કરાયા


    જિલ્લા પોલીસ વડાએ ચેકપોસ્ટ પરની સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. ચૂંટણીના સમયે અન્ય રાજ્યમાંથી પૈસા તથા દારૂની હેરફેરની સંભાવનાઓને લઈ ચેકિંગ વધારવામાં આવ્યું છે. જેને લઈ ચેકપોસ્ટ પર પોલીસની સાથે ITBPના જવાનોને પણ તૈનાત કરવામાં આવ્યા છે. ચૂંટણીના માહોલને લઈ બનાસકાંઠામાં હંગામી ચેકપોસ્ટ પણ ઉભી કરાઈ હતી. જિલ્લા પોલીસવડાએ જિલ્લામાં લગભગ 30 જેટલી ચેકપોસ્ટ કાર્યરત કરાઈ હોવાનું પણ જણાવ્યું.



    બનાસકાંઠા રાજસ્થાનની બોર્ડરે આવેલ હોવાથી ચૂંટણી સમટે અહીં ગેરકાયદેસરની પ્રવૃતિઓ થતી હોય છે. આથી તંત્ર દ્વારા સઘન ચેકિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. નોંધનીય છે કે, જિલ્લા પોલીસ વડાએ પણ ચેકપોસ્ટ પર જઈને સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. આખરે વિધાનસભાની ચૂંટણીને લઈને તંત્ર અત્યારે હરકતમાં આવી ગયુ છે. વિવિદ જગ્યાઓ વધારાની ચેકપોસ્ટો પણ બનાવામાં આવી છે. રાજસ્થાન તરફથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રાજ્યમાં ઘુસતી અટકાવવા માટે બનાસકાંઠા પોલીસ સતર્ક બની ગઈ છે.
    Published by:Vimal Prajapati
    First published:

    Tags: Banaskantha, Gujarat Elections, ગુજરાત, ગુજરાત વિધાનસભા

    विज्ञापन
    विज्ञापन