Home /News /banaskantha /ગુજરાત ચૂંટણી 2022: બનાસકાંઠા જિલ્લામાં મતદાનની તારીખ જાહેર

ગુજરાત ચૂંટણી 2022: બનાસકાંઠા જિલ્લામાં મતદાનની તારીખ જાહેર

બનાસકાંઠા જિલ્લામાં કુલ નવ વિધાનસભા સીટ પર ચૂંટણી યોજવામાં આવે છે.

Banaskantha, Gujarat Assembly Election Date: વર્ષ 2017ની ચૂંટણીની વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાની પાંચ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારની જીત થઈ હતી. જ્યારે ત્રણ બેઠકો પર ભાજપના ઉમેદવારની જીત થઇ હતી.

 • News18 Gujarati
 • Last Updated :
 • Banas Kantha, India
  બનાસકાંઠા: ગુજરાતમાં 15મી વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે, ત્યારે બનાસકાંઠા જિલ્લામાં બીજા તબક્કામાં 5 ડિસેમ્બરના રોજ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં કુલ નવ વિધાનસભા સીટ પર ચૂંટણી યોજવામાં આવે છે. વર્ષ 2017ની ચૂંટણીની વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાની પાંચ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારની જીત થઈ હતી. જ્યારે ત્રણ બેઠકો પર ભાજપના ઉમેદવારની જીત થઇ હતી.

  2017ની ચૂંટણી પર એક નજર
  Noબેઠક નામબીજેપીકોંગ્રેસવિજેતા
  7વાવશંકરભાઈ ચૌધરીગનીબેન ઠાકોરINC
  8થરાદપરબતભાઈ પટેલબી.ડી. રાજપુતBJP
  9ધાનેરામાવજીભાઈ દેસાઈનાથાભાઈ પટેલINC
  10દાંતા STમાલજીભાઈ કોદરવીકાંતીભાઈ ખરાડીBJP
  11વડગામ SCવિજયભાઈ હરખાભાઈ ચક્રવતીજિજ્ઞેશ મેવાણી (અપક્ષ)Independent
  12પાલનપુરલાલજીભાઈ પ્રજાપતિમહેશકુમાર પટેલINC
  13ડીસાશશિકાંતભાઈ પંડ્યાગોવાભાઈ રબારીBJP
  14દિયોદરકેશાજી ચૌહાણશિવાભાઈ ભુરિયાINC
  15કાંકરેજકિર્તીસિંહ વાઘેલાદિનેશ ઝાલેરાBJP

  2017ના ચૂંટણી પરિણામ પર એક નજર

  ગુજરાતમાં 14મી વિધાનસભાની ચૂંટણી 9મી ડિસેમ્બર, 2017 અને 14 ડિસેમ્બરના રોજ યોજાઈ હતી. 18મી ડિસેમ્બરના રોજ મતગણતરી કરવામાં આવી હતી. આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને બહુમતી મળી હતી. જોકે, 2012ની ચૂંટણીની સરખામણીમાં કૉંગ્રેસનો વોટ શેર અને બેઠકમાં વધારો થયો હતો. ગુજરાતમાં 1985 પછી કોંગ્રેસ પાર્ટીએ સૌથી વધારે બેઠક મેળવી હતી. આ ચૂંટણીમાં બીજેપીને 99 બેઠક મળી હતી. કૉંગ્રેસને 77 બેઠક મળી હતી. એનસીપીને એક બેઠક મળી હતી. બીટીપીને બે બેઠક મળી હતી. અપક્ષના ફાળે ત્રણ બેઠક રહી હતી.

  ગુજરાતમાં કુલ મતદારો કેટલા?

  ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ને (gujarat election 2022) લઈને ચૂંટણી પંચે મતદાર સુધારણા કાર્યક્રમ બાદ મતદારોની અંતિમ યાદી જાહેર કરી હતી. પંચ તરફથી જાહેર કરવામાં આવેલી યાદીમાં, રાજ્યમાં કુલ 4,90,89,765 મતદારો નોંધાયા છે. આ સાથે જ, રાજ્યમાં 11,62,528 નવા મતદારો નોંધાયા છે. કુલ મતદારોમાં 2,53,36,610 પુરૂષ અને 2,37,51,738 મહિલા મતદારો સામે આવ્યા છે. જેમાં, 4 લાખથી વધુ વિકલાંગ મતદારો પણ નોંધાયા છે. કુલ મતદારોમાં 1,417 જેટલા ટ્રાન્સજેન્ડર મતદારોનો પણ સમાવેશ છે.
  Published by:Azhar Patangwala
  First published:

  Tags: Banaskantha, BJP Guajrat, Congress Gujarat, Gujarat Assembly Election 2022

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन