Home /News /banaskantha /Gujarat Election 2022: રાજ્યમાં ચૂંટણીનો મહોત્સવ પરંતુ અહીં લાગ્યા ચૂંટણી બહિષ્કારના પોસ્ટરો, જાણો શું છે હકીકત?

Gujarat Election 2022: રાજ્યમાં ચૂંટણીનો મહોત્સવ પરંતુ અહીં લાગ્યા ચૂંટણી બહિષ્કારના પોસ્ટરો, જાણો શું છે હકીકત?

ગ્રામનોએ રસ્તો બનાવવા વારંવાર કરી માગ

Election News Banaskantha: રાજ્યભરમાં વિધાનસભાની ચૂંટણીને લઈ ઠેર ઠેર મહોત્સવ જેવો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે દાંતા તાલુકાના કેટલાક ગામોમાં સન્નાટો છવાયેલો જોવા મળી રહ્યો છે. કેમ આ ગામમાં ચૂંટણીનો માહોલ નથી? જાણો પૂરી હકીકત

  • News18 Gujarati
  • Last Updated :
  • Banas Kantha, India
    મહેન્દ્ર અગ્રવાલ, બનાસકાંઠા: વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે દાંતા તાલુકાના ત્રણ ગામોના લોકો પોતાની જાહેર માંગણીને લઈ ચૂંટણીના મુદ્દે આક્રમક બન્યા છે. જ્યાં ચૂંટણીના પોસ્ટર લાગવા જોઈએ ત્યાં ચૂંટણી બહિષ્કારના પોસ્ટર જોવા મળી રહ્યા છે. દાંતા તાલુકાના અભાપુરા, ગંગવા અને જગતાપુરા ગામ લોકોનો જાહેર માર્ગ બંધ કરી દેવાતા અને ફરી ન ખોલાતા આ વખતની ચૂંટણી આ ગામોમાં વિવાદિત બને તેવું લાગી રહ્યું છે.

    ગ્રામનોએ રસ્તો બનાવવા વારંવાર કરી માગ


    રાજા રજવાડાના સમયથી રસ્તો પસાર થતો હતો ત્યાં ખેતરોના પાળાને ખેતરો થઇ ગયા છે આ ખેતરોમાંથી હવે કોઈને પસાર થવા દેવામાં આવતા નથી. પરિણામે આ ગામના લોકોને બીજા ગામ જવા માટે 200 મીટરની જગ્યાએ 5થી 7 કિલોમીટરનો રસ્તો કાપવો પડી રહ્યો છે. ખેતરમાંથી ચારો લઈ જવાનો હોય કે પછી અનાજ હોય તો માથે ઉપાડી લઇ જવો પડે છે. એટલુ જ નહીં પરંતુ પશુપાલકોને દૂધ ભરાવવા માટે પણ દૂર સુધી ચાલીને જવું પડે છે. આ ગામમાં જે રસ્તો ટ્રેકટરને બળદ ગાડા લાવવા લઈ જવા માટે ઉપયોગમાં લેવાતો હતો તેને બંધ કરી દેવામાં આવતા ગામજનોને મોટી મુશ્કેલી વેઠવી પડી રહી છે.

    આ પણ વાંચો: ગત ચૂંટણી કરતા ભાજપ આ વખતે વધારે સીટ જીતશે, સૌરાષ્ટ્રમાં ધમાલ મચાવીશું: જેપી નડ્ડા

    ચૂંટણીનો બહિષ્કાર કરવાની તૈયારી


    આ બાબતે અનેક વખતે અધિકારીઓને રજૂઆત કરવામાં આવી હોવા છતાં માત્ર 200 મીટરનો રસ્તો ખુલ્લો ન કરવામાં આવતા ત્રણેય ગામના લોકો આક્રમક બની વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની તૈયારી કરી લીધી છે. એટલુ જ નહીં જો કોઈ બળજબરી કરવામાં આવશે તો NATOમાં વોર્ટ આપીશું તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. આ સાથે સાથે કોઈ પણ પાર્ટીના નેતાઓને આ ગામમાં પ્રચાર માટે નહીં આવવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

    આ પણ વાંચો: જો મજબૂત નેતા નહીં મળે તો દરેક શહેરમાંથી આફતાબ નીકળશે: ગુજરાત ચૂંટણીમાં શ્રદ્ધા મર્ડર કેસની એન્ટ્રી

    પહેલા રોડ પછી વોટ


    ઉલ્લેખનીય છે કે,‘પહેલા રોડ પછી વોટ’ના નારા સાથે ગ્રામજનો ચૂટણીનો બહિષ્કાર કરી રહ્યા છે. ખેડૂતોના પ્રશ્નો હલ કરવા સાથે અનેક પોસ્ટરો આ ગામમાં લગાવવામાં આવ્યા છે. લોકોની માગ છે કે, જ્યા સુધી અમારા ગામમાં રોડ રસ્તાની વ્યવસ્થા કરવામાં નહી આવે ત્યા સુધી કોઈ પણ પાર્ટીના નેતાને ગામમાં પ્રચાર માટે ન આવવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. હવે જોવાનું એ છે કે, આ ગામના મતદારોને તેમની માંગણી મુજબનો રસ્તો મળે છે કે પછી નેતાઓ ફરી એકવાર ઠાલા વચનો આપી વોટ લઇ જતા રહેશે.
    Published by:Vimal Prajapati
    First published:

    Tags: Assembly Election 2022, Banaskantha, Election boycott, Gujarat Assembly Election 2022

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन