Home /News /banaskantha /

Gujarat Election 2022: ભાજપની જીત માટે આસાન ગણાતી થરાદ બેઠક કોંગ્રેસના હાથમાં, જાણો કેવું છે રાજકીય દંગલ

Gujarat Election 2022: ભાજપની જીત માટે આસાન ગણાતી થરાદ બેઠક કોંગ્રેસના હાથમાં, જાણો કેવું છે રાજકીય દંગલ

આ બેઠક ભાજપ પાસેથી કોંગ્રેસે આંચકી લીધી હતી. થરાદમાં કોંગ્રેસ ગુલાબસિંહ રાજપૂત અને ભાજપમાંથી જીવરાજ પટેલ ઉમેદવાર હતા. આ પેટાચૂંટણીમાં 6372 મતોથી ગુલાબસિંહ રાજપૂતનો વિજય થયો હતો. અગાઉ પરબતભાઈ ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે

આ બેઠક ભાજપ પાસેથી કોંગ્રેસે આંચકી લીધી હતી. થરાદમાં કોંગ્રેસ ગુલાબસિંહ રાજપૂત અને ભાજપમાંથી જીવરાજ પટેલ ઉમેદવાર હતા. આ પેટાચૂંટણીમાં 6372 મતોથી ગુલાબસિંહ રાજપૂતનો વિજય થયો હતો. અગાઉ પરબતભાઈ ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે

  ગુજરાત વિધાનસભાની ચૂંટણી આડે હવે ગણતરીના મહિનાઓની જ વાર છે. ચૂંટણી પંચ ગમે ત્યારે રાજ્યમાં ઇલેક્શનની જાહેરાત કરી શકે છે. આમ તો દરેક પક્ષ માટે જીતવા માટે રાજ્યની દરેક બેઠકનું મહત્વ અલગ અલગ હોય છે. ત્યારે તમામ પક્ષો અને કાર્યકર્તાઓએ તૈયારી શરુ કરી દીધી છે. ગુજરાતમાં આગામી ચૂંટણી માટેનો શતરંજનો ખેલ આમનેસામને ખેલાવાનો બાકી છે, પરંતુ મહોરા બરાબર રીતે મંડાઈ રહ્યા લાગે છે.


  ગુજરાતમાં અત્યાર સુધી બે પક્ષનો ચૂંટણી જંગ રહેતો હતો. પરંતુ આ વખતે આમ દમી પાર્ટીએ ત્રીજા પક્ષ તરીકે એન્ટ્રી મારી દીધી છે જેના કારણે આ વર્ષે ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ ખેલાવા જઈ રહ્યો છે.


  ભાજપ માટે કેટલીક સીટો જીતવી સાવ સરળ માનવામાં આવે છે તો બીજી તફ કેટલીક સીટો જીતવા માટે ભાજપે એડીચોટીનુ જોર લગાવવુ પડશે. એવી જ એક બેઠક એટલે બનાસકાંઠાની થરાદ બેઠક. આજના આ વિશેષ આર્ટિકલમાં આપણે વટવા વિધાનસભા બેઠક વિશે મહત્વની વિગતો વિશે જાણીશું.


  થરાદ બેઠક


  ભારત પાકિસ્તાનની સરહદથી 40 કિલોમીટર અને રાજસ્થાનની સરહદથી 15 કિલોમીટર દૂર આવેલું અને બનાસકાંઠા જિલ્લાના પશ્ચિમ ભાગમાં વસેલું છે. થરાદ શહેર, આમ તો આ શહેરની સ્થાપના અંદાજે 2000 વર્ષ પહેલાં વાઘેલા રાજપૂતો દ્વારા કરવામાં આવી હતી.


  વર્તમાન સમયની વાત કરીએ તો વાવ બેઠકમાંથી 2012માં વિભાજન થતા થરાદ વિધાનસભા બેઠકની રચના થઈ. થરાદ વિધાનસભા મતવિસ્તાર થરાદ સહિત લાખણી તાલુકાનો કેટલોક ભાગ ધરાવે છે.


  આજના પરિપ્રેક્ષ્યમાં વાત કરવામાં આવે તો મલ્ટી મિલિઓનેર ગૌતમ અદાણીનું મૂળ વતન પણ થરાદ જ છે.


  થરાદ બેઠકનો ઈતિહાસ


  1967માં થરાદ બેઠકનું વિઘટન વાવ બેઠકમાં થયું, જે અનુસુચિત જાતિ માટે અનામત હતી. વર્ષ 2008-09માં થયેલા ડિમોલેશન બાદ થરાદ બેઠક ફરીવાર અસ્તિત્વમાં આવી. જેમાં પ્રથમ ચૂંટણી વર્ષ 2012માં યોજાઈ.


  થરાદ બેઠક પરથી રાજીનામું આપી સાંસદ બનેલા પરબત પટેલ 1985માં વાવ બેઠક પરથી કોંગ્રેસ પક્ષમાંથી ધારાસભ્ય પદે ચૂંટાયા હતા. 1990માં જનતા પક્ષના માવજીભાઇ સામે પરબત પટલેની હાર થઈ.


  તેમણે 1995માં અપક્ષ તરીકે ચૂંટણીમાં ઝંપલાવ્યુ અને ધારાસભ્ય બન્યા. 1998માં ચૂંટણી ન લડ્યા. 2002માં પરબત પટેલની વાવ બેઠક પરથી ભાજપાના ઉમેદવાર તરીકે હાર થઈ.


  થરાદ બેઠક પર મતદારોની સંખ્યા


  મતવિસ્તારમાં કુલ 208418 મતદારો છે, જેમાંથી 110622 પુરૂષ, 97795 મહિલા અને 1 અન્ય છે. થરાદ મતવિસ્તારમાં 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કામાં યોજાયું હતું.


  થરાદ વિધાનસભા બેઠક પર જાતિગત સમીકરણો


  આ બેઠક પર જ્ઞાતિ ગણિતની વાત કરવામાં આવે તો, આ બેઠક પર કુલ મતદાતા 2,17,849 છે. જેમાં 1,15,711 પુરુષ મતદાર અને 1,02,138 સ્રી મતદારોનો સમાવેશ થાય છે.


  જ્ઞાતિ પ્રમાણે જોઇએ તો, દેશી ચૌધરી પટેલ 33000, મારવાડી ચૌધરી પટેલ 21000, ઠાકોર 30000, દલિત 32000, મુસ્લિમ 12000, રબારી 9000, બ્રાહ્મણ 8000, પ્રજાપતિ 7000, માજીરાણા 7000, રાજપૂત 6000, જાગીરદાર દરબાર 5000, નાઈ 4500, માળી 3000 અને અન્ય 40,000 છે. થરાદમાં મુખ્યત્વે ચૌધરી પટેલોના વોટ નિર્ણાયક ભૂમિકા ભજવે છે.


  થરાદ બેઠક પર આવા છે હારજીતના સમીકરણો
  વર્ષ  વિજેતા બનેલ ઉમેદવાર  પક્ષ  1962  પટેલ ભીમજી ભાઈ  આઈએનડી  2012  પરબતભાઈ પટેલ  બીજેપી  2017  પરબતભાઈ પટેલ  બીજેપી  2019  ગુલાબસિંહ રાજપૂત  આઈએનસી  થરાદના ધારાસભ્ય પરબતભાઇ પટેલ સાંસદ બનતાં ખાલી પડેલી બેઠકની પેટાચૂંટણી રસપ્રદ બની છે. અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીના જીવરામ ભાઇ પટેલ અને કોંગ્રેસના ગુલાબસિંહ રાજપુત વચ્ચે સીધો જંગ હતો. કોંગ્રેસ પ્રત્યેની તેમની નારાજગી જગજાહેર હતી.


  જોકે તેમણે કોંગ્રેસ સામે બ્યૂગલ ફૂક્યું ન હતું, પણ રાજ્યના મુખ્યમંત્રીની હાજરીમાં ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરી તેમણે કોંગ્રેસને સીધી ચેલેન્જ ફેંકી. એક સમયે કોંગ્રેસ માટે આસાન ગણાતી આ બેઠક હવે કોંગ્રેસ માટે માથાનો દુખાવો બની હતી,


  જોકે આ બેઠક ભાજપ પાસેથી કોંગ્રેસે આંચકી લીધી હતી. થરાદમાં કોંગ્રેસ ગુલાબસિંહ રાજપૂત અને ભાજપમાંથી જીવરાજ પટેલ ઉમેદવાર હતા. આ પેટાચૂંટણીમાં 6372 મતોથી ગુલાબસિંહ રાજપૂતનો વિજય થયો હતો. અગાઉ પરબતભાઈ ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે અને આ સાથે જ તેઓ વાહન વ્યવહાર મંત્રી પણ હતા.


  થરાદ વિધાનસભા બેઠક પર આ છે મુખ્ય સમસ્યાઓ


  થરાદના નાગરિકોને એક ટર્મમાં બે બે ધારાસભ્યો મળ્યા પણ જોઈએ તેવો વિકાસ થયો નથી. આ વિસ્તારમાં હજુ પણ અનેક સમસ્યાઓ છે. વર્ષો પહેલા આ વિસ્તાર સૂકા પ્રદેશ તરીકે ઓળખાતો હતો


  જો કે નર્મદાના નીર આવતા આ સમસ્યા દૂર થઈ છે. તે છતા પણ આ વિસ્તાર હરંમેશા વિકાસ ઝંખતો વિસ્તાર બની રહ્યો છે. આ મત વિસ્તારના મુખ્ય પર્શન પર નજર કરીએ તો તે રોજગારીનો છે.


  અહીં સ્થાનિક કક્ષાએ ઉદ્યોગો ન હોવાને કારણે રોજગારી સરળતાથી મળતી નથી. આ સાથે જ 97 ગામો એવા છે, જ્યાં હાલ પણ પાણીની અછત સર્જાઈ રહી છે.


  થરાદ વિસ્તારમાં માત્ર વયસ્કો જ નહીં પણ બાળકો પણ અલગ અલગ સમસ્યાઓનો સામનો કરી રહી રહ્યાં છે. આ મત વિસ્તારમાં અનેક એવી શાળાઓ આવેલી છે જે હાલ બિસ્માર હાલતમાં છે અને તેમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે


  જ્યારે આરોગ્યના મુદ્દે પણ કચવાટ જોવા મળે છે. અહીં પીએચસી અને સીએચસી સેન્ટરોમાં પૂરતો સ્ટાફ નથી જેના કારણે સારવાર લેવા આવતા લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે અને ખાનગી સારવારનો સહારો લેવા પડે છે. થરાદ વિસ્તારના લોકો ખરાબ રોડ રસ્તાઓને કારણે પણ ખૂબ પરેશાન છે.


  વિધાનસભા 2022 માં થરાદ વિધાનસભા બેઠક


  ગત વિધાનસભા પેટા ચૂંટણીમાં થરાદની બેઠક જેના પર 2 ટર્મથી વિજયી બનતી ભાજપની સીટ કોંગ્રેસના ગુલાબસિંહે આંચકી લીધી હતી. ત્યારે આ વખતે ફરી એકવાર પોતાની બેઠક પાછી મેળવવા માટે ભારતીય જનતા પાર્ટી એડી ચોટીનુ જોર લાગવશે તેમાં કોઈ 2 મત નથી.


  એક તરફ ભાજપ જ્યારે નો રિપીટ થિયરીની વાત કરી રહી છે તો બીજી તરફ કોંગ્રેસના વિવાદો ચરમસીમાએ છે તેવામાં કોણ કોને ઉમેદવાર બનાવી મેદાને ઉતારશે તે જોવાનુ રસપ્રદ રહેશે.


  ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અંગે મહત્વના સમાચાર જાણો

  વિસનગર  | મહેસાણા  | વડગામ  | અંજાર  |  વાવ  | દાહોદ  | દ્વારકા  |  વિજાપુર  | વલસાડ | સિધ્ધપુર  | ઘાટલોડિયા  | કડી  |  બાપુનગર  |  અમરેલી  |  સુરત પશ્વિમ  |  ખેરાલુ  |
  Published by:mujahid tunvar
  First published:

  Tags: Assembly elections 2022, Gujarat Assembly Elections 2022, Gujarat Elections, Tharad

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन