Gujarat Election Result 2022 Live: બનાસકાંઠાની પાલનપુર વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર અનિકેતભાઈ ગિરીસભાઈ ઠાકરની 26,980 વોટથી જીત થઇ છે. તેમની સામે કોંગ્રેસના ઉમેદવાર મહેશ પટેલની કારમી હાર થઈ છે. નોંધનીય છે કે, આ બેઠક પર 1,80,603 વોટ પડ્યા હતા.
બનાસકાંઠા: બનાસકાંઠાની પાલનપુર વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર અનિકેતભાઈ ગિરીસભાઈ ઠાકરની 26,980 વોટથી જીત થઇ છે. તેમની સામે કોંગ્રેસના ઉમેદવાર મહેશ પટેલની કારમી હાર થઈ છે. નોંધનીય છે કે, આ બેઠક પર 1,80,603 વોટ પડ્યા હતા. બીજી બાજુ, ગત 2017ની ચૂંટણીની વાત કરીએ તો આ બેઠક પર ભાજપની હાર થઇ હતી. અનિકેત ઠાકરનો પાલનપુર બેઠક પરથી ભવ્ય વિજય થયો છે. જેથી પાલનપુરમાં ભાજપની કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
અનિકેત ઠાકરનો 26,980 વોટથી ભવ્ય વિજય
પાલનપુર રાજ્યના ઉત્તર ગુજરાત પ્રદેશમાં આવેલા બનાસકાંઠા જિલ્લામાં આવેલ એક વિધાનસભા મત વિસ્તાર છે. આ બેઠક પરથી ભાજપનો ભવ્ય વિજય થયો છે, ઉલ્લેખનીય છે કે, આ બેઠક પર ભાજપના ઉમેદવાર અનિકેત ઠાકરનો 26,980 વોટથી ભવ્ય વિજય થયો છે. અને કોંગ્રેસના ઉમેદવાર મહેશ પટેલની કારમી હાર થઈ છે. નોંધનીય છે કે, 2017ની વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસની જીત થઈ હતી. પરંતુ આ વખતે મોદી સાહેબનો જાદૂ ચાલી ગયો છે. અનિકેત ઠાકરના ખાતામાં 94,692 મતો આવ્યા હતા જ્યારે મહેશ પટેલને 67,648 મત મળ્યા હતા. જેથી અનિકેત ઠાકરનો 26,980થી ભવ્ય વિજય થયો હતો.
2017ની વાત કરવામાં આવે તો 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની હાર થઈ હતી અને કોંગ્રેસના ઉમેદવાર મહેશ પટેલની જીત થઈ હતી. ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠા છેલ્લે કેટલાય વર્ષોથી કોંગ્રેસનો ગઢ રહ્યો છે. પરંતુ આ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો જાદૂ ચાલી ગયો છે. દિયોદર વિધાનસભા પરથી કેશાજી ચૌહાણ, ડિસા બેઠક પરથી પ્રવિણ માળી અને પાલનરપુર બેઠક પરથી ભાજપે 26,980ના માર્જિંગથી જીત મેળવી છે. 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક જીત મેળવી છે.
આપને જણાવીએ કે, ગુજરાત વિધાનસભા ચૂંટણીનાં પ્રથમ તબક્કાનું સરેરાશ મતદાન 63.31 ટકા નોંધાયું હતુ અને બીજા તબક્કાનું સરેરાશ મતદાન 65.30 ટકા નોંધાયું છે. આ બંનેનું સરેરાશ મતદાન 64.33 ટકા થયું છે. 2007 બાદ ગુજરાતમાં આ સૌથી ઓછું મતદાન નોંધાયું છે. ગત વર્ષોની ગુજરાત ચૂંટણીના મતદાનની ટકાવારી જોઇએ તો, 2007માં 59.77%, 2012માં 72.02% અને 2017માં 69.01% મતદાન નોંધાયું હતુ.