Gujarat Election Result 2022 Live:ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થઇ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, આજે સવારના 8 કલાકથી ગણતરી ચાલી રહી છે, ત્યારે બનાસકાંઠાની દિયોદર વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર કેશાજી ચૌહાણની જીત ભવ્ય થઇ છે.
બનાસકાંઠા: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થઇ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, આજે સવારના 8 કલાકથી ગણતરી ચાલી રહી છે, ત્યારે બનાસકાંઠાની દિયોદર વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર કેશાજી ચૌહાણની જીત ભવ્ય થઇ છે. આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર શિવા ભૂરીયાની હાર થઇ છે.
બનાસકાંઠાની દિયોદર વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર કેશાજી ચૌહાણની 38,414 વોટથી જીત થઇ છે. તેમની સામે કોંગ્રેસના ઉમેદવાર શિવા ભૂરિયાની હાર થઈ છે. નોંધનીય છે કે, આ બેઠક પર 1,92,603 વોટ પડ્યા હતા. બીજી બાજુ, ગત 2017ની ચૂંટણીની વાત કરીએ તો આ બેઠક પર ભાજપની જીત થઇ હતી. 2017માં આ બેઠક પર 65.91% ટકા મતદાન થયું હતું. જ્યારે 68,810 મતોથી ભાજપની જીત થઇ હતી. આવી રીતે જ વર્ષ 2012માં પણ ભાજપની જીત થઇ હતી. 2012માં આ બેઠક પર 70.38% ટકા મતદાન થયું હતું. જ્યારે 67,583 મતોથી ભાજપની જીત થઇ હતી.
દિયોદરએ રાજ્યના ઉત્તર ગુજરાત પ્રદેશમાં આવેલા બનાસકાંઠા જિલ્લામાં આવેલ એક વિધાનસભા મત વિસ્તાર છે. બીજેપીના કેશાજી શિવાજી ચૌહાણે તેમના નજીકના હરીફ કોંગ્રેસના શિવાભાઈ ભુરિયા સામે બપોરે 2:45 વાગ્યે 38,553 મતોથી ચૂંટણી જીતી છે. કેશાજી શિવાજી ચૌહાણે 1,08,560 મેળવ્યા હતા જ્યારે શિવાભાઈ ભુરિયાએ 70,007 મેળવ્યા હતા.
આ બેઠક પર કુલ 1,92,603 મતો પડ્યા હતા. બનાસકાંઠાની વાત કરવામાં આવે તો આ જિલ્લો કોંગ્રેસનો ગઢ ગણાય છે. પરંતુ આ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે બાજી મારી દીધી છે. દિયોદર વિધાનસભા મતવિસ્તારમાં 5 ડિસેમ્બર, 2022ના રોજ મતદાન થયું હતું. ડિસેમ્બર 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં દિયોદરથી કોંગ્રેસ પક્ષના ભુરિયા શિવાભાઈ અમરાભાઈ જીત્યા હતા. તેમણે ભાજપના કેશાજી શિવાજી ચૌહાણને હરાવ્યા હતા. તે પહેલા 2012ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ બેઠક ભાજપના કેશાજી શિવાજી ચૌહાણ પાસે હતી.
આપને જણાવીએ કે, ગુજરાત વિધાનસભા ચૂંટણીનાં પ્રથમ તબક્કાનું સરેરાશ મતદાન 63.31 ટકા નોંધાયું હતુ અને બીજા તબક્કાનું સરેરાશ મતદાન 65.30 ટકા નોંધાયું છે. આ બંનેનું સરેરાશ મતદાન 64.33 ટકા થયું છે. 2007 બાદ ગુજરાતમાં આ સૌથી ઓછું મતદાન નોંધાયું છે. ગત વર્ષોની ગુજરાત ચૂંટણીના મતદાનની ટકાવારી જોઇએ તો, 2007માં 59.77%, 2012માં 72.02% અને 2017માં 69.01% મતદાન નોંધાયું હતુ.