Home /News /banaskantha /ડીસા બેઠક પર ભાજપની જીત યથાવત, પ્રવિણ માળીની ભવ્ય જીત તો કોંગ્રેસ આ વખતે પણ નિષ્ફળ
ડીસા બેઠક પર ભાજપની જીત યથાવત, પ્રવિણ માળીની ભવ્ય જીત તો કોંગ્રેસ આ વખતે પણ નિષ્ફળ
ભાજપની જીત યથાવત
Gujarat Election Result 2022 Live: ડીસા વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર પ્રવિણ માળીનો ભવ્ય વિજય થયો છે. આ બેઠક પરથી 2017ની વિધાનસભાની ચૂંટણીમાં પણ ભાજપના ઉમેદવાર શશીકાંત પંડ્યોનો વિજય થયો હતો. આ વિધાનસભાની ચૂંટણીમાં પ્રવિણ માળીનો 42,674 મતોથી વિજય થયો છે.
બનાસકાંઠા: ડીસા વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર પ્રવિણ માળીનો ભવ્ય વિજય થયો છે. આ બેઠક પરથી 2017ની વિધાનસભાની ચૂંટણીમાં પણ ભાજપના ઉમેદવાર શશીકાંત પંડ્યોનો વિજય થયો હતો. આ વિધાનસભાની ચૂંટણીમાં પ્રવિણ માળીનો 42,674 મતોથી વિજય થયો છે. ઉલ્લેખનીય છે કે, પ્રવિણ માળી સામે ભૂત પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારીના પુત્ર સંજય રબારીને કોંગ્રેસે ટિકિટ આપી હતી. સંજય રબારીને 54,977 મતો મળ્યા હતા જ્યારે પ્રવિણ માળીને 97,330 મત મળ્યા હતા. જેથી પ્રવિણ માળીનો 42,674 મતોથી ભવ્ય વિજય થયો હતો.
પ્રવિણ માળીની જીતથી ડીસામાં ઉત્સવનો માહોલ
ડીસા વિધાનસભાની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જોવા મળ્યો હતો. કારણ કે, આ બેઠક પરથી ભાજપ કોંગ્રેસ સિવાય આપ પણ મેદાનમાં હતું જોકે આપના ખાતામાં નવ હજાર મતો જ આવ્યા હતા. અને અપક્ષ ઉમેદવાર લેબજી ઠાકોર પણ મેદાનમાં આવ્યા હતા તેમને 44,890 જેટલા મતો મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે, આ પહેલા તેઓ ભાજપ સાથે જોડાયેલા હતા પરંતુ ભાજપમાંથી ટિકિટ ન મળતા તેઓ અપક્ષમાં ઊભા રહ્યા હતા. ડીસા વિધાનસભાની ચૂંટણી આ વખતે ભારે રસાકસી વાળી જોવા મળી હતી. કારણ કે, ભાજપ કોંગ્રેસ સાથે સાથે અપક્ષનો ઉમેદવાર પણ કાટે કી ટક્કર સમાન હતો. પરંતુ આખરે પ્રવિણ માળીને ભવ્ય વિજય થતા ડીસામાં ઉત્સવનો માહોલ જોવા મળે છે.
દરેક પક્ષ માટે એક એક બેઠક ખૂબ જ મહત્વની છે. તમામ પક્ષ એડીચોટીનું જોર લગાવીને પોતાના ઉમેદવાર ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવે એવા પ્રયત્નો કર્યો હતા. તમામ પક્ષકારો પોતાના પક્ષના રાજકીય નેતાઓ મારફતે વિવિધ જિલ્લાઓમાં પ્રવાસ ગોઠવીને મતદારોને પોતાના પક્ષના ઉમેદવારને મત આપવા રીઝવવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્યારે ડીસા વિધાનસભા બેઠક પર ભાજપે પોતાની જીત યથાવત રાખી છે. આ પહેલા શશીકાંત પંડ્યાનો 2017માં પણ ભવ્ય વિજય થયો હતો. ભાજપે ડીસામાં પોતાની જીત ફરી એક વખત જાળવી રાખી છે.