Home /News /banaskantha /

Gujarat Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણી કાંકરેજ બેઠક પર કોંગ્રેસનું પ્રભુત્વ, જાણો શું છે સ્થિતિ

Gujarat Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણી કાંકરેજ બેઠક પર કોંગ્રેસનું પ્રભુત્વ, જાણો શું છે સ્થિતિ

કાંકરેજ વિધાનસભા બેઠક પર વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર કિર્તીસિંહ વાઘેલાએ કોંગ્રેસ ઉમેદવાર જાલેરા દિનેશજીને હરાવીને જીત મેળવી હતી.

કાંકરેજ વિધાનસભા બેઠક પર અત્યાર સુઘીમાં 12 ચૂંટણીઓ યોજવામાં આવી છે. કુલ 12 વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે 6 વાર, ભાજપે ત્રણ વાર, જનતા પાર્ટી અને જનતા દળે એક-એક વાર જીત મેળવી છે. આ બેઠક પર સૌથી વધુ ધારસિભાઈ ખાનપુરા 4 વાર જીત્યા છે.

  ગુજરાત વિધાનસભાની ચૂંટણી આડે હવે ગણતરીના મહિનાઓની જ વાર છે. ચૂંટણી પંચ કોઈપણ સમયે રાજ્યમાં ચૂંટણીની જાહેરાત કરી શકે છે. દરેક પક્ષ માટે રાજ્યની તમામ બેઠકનું મહત્વ અલગ અલગ હોય છે. ત્યારે તમામ પક્ષો અને કાર્યકર્તાઓએ ચૂંટણીમાં પોતાનો પરચમ લહેરાવવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગુજરાતમાં આગામી ચૂંટણી માટેનો શતરંજનો ખેલ આમનેસામને ખેલાવાનો બાકી છે, પરંતુ મહોરા બરાબર રીતે મંડાઈ રહ્યા છે.

  ગુજરાતમાં અત્યાર સુધી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ચૂંટણીની જંગ છેડાતી હતી. પરંતુ આ વખતે આમ આદમી પાર્ટીએ ત્રીજા પક્ષ તરીકે એન્ટ્રી મારી દીધી છે, જેના કારણે આ વર્ષે ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ ખેલાવા જઈ રહ્યો છે. ભાજપ માટે કેટલીક સીટો જીતવી સાવ સરળ માનવામાં આવે છે તો બીજી તરફ કેટલીક સીટો જીતવા માટે ભાજપે એડીચોટીનું જોર લગાવવું પડશે. આજે અહીં અમે તમને કાંકરેજ વિધાનસભા બેઠક વિશે જાણકારી આપી રહ્યા છીએ.

  કાંકરેજ વિધાનસભા બેઠક

  ગુજરાત વિધાનસભામાં કુલ 182 બેઠકો આવેલી છે. ઉત્તર ગુજરાતની બનાસકાંઠા જિલ્લાની કાંકરેજ વિધાનસભા બેઠક ચૂંટણી પંચ દ્વારા ક્રમાંકની દ્રષ્ટીએ 15માં ક્રમાંકની બેઠક છે. કાંકરેજ બેઠક બનાસકાંઠા જિલ્લામાં આવે છે અને સંસદીય રીતે કાંકરેજ બેઠકનો લોકસભા બેઠકમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ બેઠકમાં સમગ્ર કાંકરેજ તાલુકાનો તથા ડીસા તાલુકાના દક્ષિણ વિભાગના 18 ગામોનો સમાવેશ થાય છે.

  કાંકરેજ વિધાનસભા બેઠકની ઉત્તરે દિયોદર અને ડીસા બેઠક પૂર્વમાં પાટણ જિલ્લાની પાટણ બેઠક, દક્ષિણમાં પાટણ અને પાટણ જિલ્લાની ચાણસ્મા બેઠકમાં સમાવિષ્ટ હારીજ તાલુકો, પશ્ચિમમાં પાટણ જિલ્લાની રાધનપુર બેઠક અને બનાસકાંઠા જિલ્લાની વાવ બેઠકમાં સમાવિષ્ટ ભાભર તાલુકો આવેલ છે.

  કાંકરેજ વિધાનસભા બેઠકના પરિણામ

  કાંકરેજ વિધાનસભા બેઠક પર વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર કિર્તીસિંહ વાઘેલાએ કોંગ્રેસ ઉમેદવાર જાલેરા દિનેશજીને હરાવીને જીત મેળવી હતી. તો વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે આ બેઠક જીતી હતી. કોંગ્રેસ ઉમેદવાર ધારસિભાઈ ખાનપુરાએ ભાજપ ઉમેદવાર કિર્તીસિંહ વાઘેલાને હરાવ્યા હતા.
  વર્ષવિજેતા ઉમેદવારપક્ષ
  2017કિર્તીસિંહ વાઘેલાભાજપ
  2012ધારસિભાઈ ખાનપુરાકોંગ્રેસ
  2007બાબુભાઈ દેસાઈભાજપ
  2002ધારસિભાઈ ખાનપુરાકોંગ્રેસ
  1998મગનસિંહ વાધેલાભાજપ
  1995ધારસિભાઈ ખાનપુરાકોંગ્રેસ
  1990ધારસિભાઈ ખાનપુરાJD
  1985જયંતિલાલ શાહJNP
  1980શાંતિલાલ ધંધારાINC(I)
  1975મફતલાલ પંચાણીNCO
  1972શાંતિલાલ ધંધારાકોંગ્રેસ
  1967જયંતિલાલ શાહકોંગ્રેસ

  કાંકરેજ વિધાનસભા બેઠક પર અત્યાર સુઘીમાં 12 ચૂંટણીઓ યોજવામાં આવી છે. કુલ 12 વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે 6 વાર, ભાજપે ત્રણ વાર, જનતા પાર્ટી અને જનતા દળે એક-એક વાર જીત મેળવી છે. આ બેઠક પર સૌથી વધુ ધારસિભાઈ ખાનપુરા 4 વાર જીત્યા છે. વર્ષ 1990માં ઘારસિભાઈ જનતા દળ તરફથી ઊભા રહ્યા અને જીત મેળવી હતી. ત્યારબાદ વર્ષ 1995, 2002 અને 2012માં કોંગ્રેસ તરફથી વિધાનસભા ચૂંટણીમાં ઊભા રહ્યા હતા અને જીતનો પરચમ લહેરાવ્યો હતો.

  કાંકરેજ વિધાનસભા બેઠકમાં આવતી થરા નગરપાલિકાની તાજેતરમાં ચૂંટણી યોજાઈ હતી. આ કુલ 24 બેઠકમાંથી ભાજપે 20 અને કોંગ્રેસે 4 બેઠક પર જીત મેળવી હતી. કાંકરેજના ધારાસભ્ય કિર્તીસિંહ વાઘેલાનો મુખ્યંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે. કિર્તીસિંહ વાઘેલાને રાજ્યકક્ષાના પ્રાથમિક, માધ્યમિક અને પૌઢ શિક્ષણમંત્રીનો હવાલો સોંપવામાં આવ્યો છે.

  કાંકરેજ વિધાનસભામાં સમાવિષ્ટ થતા ગામ

  અકોલી ઠાકોરવાસ, અકોલી મહારાજવાસ, અધગામ, અમરનેસડા, અમરપુરા, અરણીવાડા, આનંદપુરા, આંગણવાડા, આંબલીવાસ, આંબલુણ, ઇન્દ્રામણા, ઇસરવા, ઉચારપી, ઉણ, ઉંબરી, ઓઢા, કંથેરીયા, કંબોઈ, કરસનપુર, કસરા, કસાલપુરા, કાકર, કાટેડીયા, કાશીપુરા, કુંવારવા, કુદવા, ખસા, ખારિયા, ખીમાણા (પાલોદરના વાસ),

  ખેંગારપુરા, ખોડલા, ખોડા, ગંગાપુરા, ગુંઠાવાડા (દલપતપુરા), ગોઠડા, ગોલિયા, ચાંગા, ચીમનગઢ, ચેંબલા, ચેખલા, જમણા પાદર, જાખેલ, જાલિયા, ઝાલમોર, ઝોતડા, તના, તાતીયાણા, તેરવાડા, તોતણા, થરા, થલી, દુદાસણ, દુર્ગાસણ, દેવદરબાર, દેવપુરા, ધનેરા, નસરતપુરા, નાગોટ, નાણોટા, નાથપુરા, નાના જામપુર, નાવા, નેકરીયા, નેકોઈ, પાદર,

  પાદરડી, ફતેગઢ, ફતેપુરા, બલોચપુર, બુકોલી, ભદ્રેવડી, ભલગામ, ભાવનગર, મંગલપુરા નાગોટ, માંડલા, માનપુર (શિહોરી), માનપુરા (ઉણ), મૈડકોલ, મોટા જામપુર, રણવાડા ખાલસા, રણવાડા જાગીરી, રણેર, રતનગઢ, રતનપુરા (ઉણ), રતનપુરા (શિહોરી), રવિયાણા, રાજપુર, રાણકપુર, રામપુરા, રુણી, રુપપુરા, રુવેલ, લક્ષ્મીપુરા, વડા, વરસડા, વાલપુરા, વિઠલોદ, વિભાનેસડા, શિહોરી, શીયા, શીરવાડા, સદુજીવાસ, સમાણવા, સવપુરા, સુદ્રોસણ, સોહનપુરા

  કાંકરેજનો ઈતિહાસ

  કાંકરેજ તાલુકાનું વડુમથક શિહોરી છે. તાલુકાના લોકો પંચાયતના કામકાજ માટે શિહોરીમાં આવે છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપરાંત તાલુકાની સૌથી મોટી રેફરલ હોસ્પિટલની સેવા પણ ઉપલબ્ધ પણ છે. અહીં તાલુકા પુસ્તકાલય,આંગણવાડી મુખ્યાલય, તાલુકા ફાસ્ટટ્રેક કોર્ટ આવેલ છે.

  કહેવાય છે કે, શિવા રબારીના નામ ઉ૫રથી આ ગામનું નામ શિહોરી ૫ડ્યું છે. અત્યારે ૫ણ શિહોરી ગામમાં રબારી, લોહાણા અને દરબારોની મુખ્ય વસ્તી છે. કાંકરેજી ૫શુધન રાષ્ટ્રીય કક્ષાએ ૫ણ વખણાય છે. ગામમાં પ્રવેશતાં પશ્ચિમે દરબારવાસનો રસ્તો ૫સાર કરીએ એટલે સામે એક નાનકડો વડલો દેખાય છે. તેની એકદમ પાસે કોટ છે.

  અંદરના ભાગમાં નાની દેરીના ઘુમટ ઉ૫ર લીલા રંગની અડધી ધજા ફરકે છે, આ ગૌરી માતાનું મંદિર છે. ગુજરાત ભરમાં ગાયમાતાનું આ એક માત્ર મંદિર છે અને ધર્મશાળા ૫ણ છે. આ નાનકડી દેરીને ત્રણ બાજુ ત્રણ દરવાજા છે. દેરીની જાળીમાં જોતાં આરસ ૫હાણની ગાયમાતાની મૂર્તિ છે.

  પ્રાચીન સમયમાં બનાસકાંઠા જિલ્લામાં આવેલ કાંકરેજ તાલુકો જગપ્રસિઘ્ધ ગાયો અને બળદો ધરાવતો એક વિશાળ રાજય ધરાવતો હતો અને આ તાલુકો મહીકાંઠા એજન્સીમાં હતો. વર્ષ 1844માં વહીવટની સગવડતા ખાતર આ તાલુકાને પાલનપુર એજન્સીમાં મુકવામાં આવ્યો હતો. વર્તમાન સમયમાં આ તાલુકાનું ક્ષેત્રફળ 322 ચોરસ માઈલ છે અને તેમાં 106 ગામો આવેલા છે.

  ઘણા જુના સમયથી આ તાલુકો જુદી જુદી જાગીરોમાં વહેંચાયેલો છે. આ જાગીરોના માલિક અસલ વાઘેલા રાજપૂતોમાંથી નીકળેલ રાજપૂત દરબારો છે. આ તાલુકામાં 34 તાલુકદારો છે. આ તાલુકામાં મોટા ભાગના જાગીરદારો વાઘેલા દરબારો છે. એક માન્યતા પ્રમાણે અહીંના દરબારો રાણકદેવજી નામના વાઘેલા રાજપુતના વંશમાંથી ઉતરી આવ્યા છે.

  ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અંગે મહત્વના સમાચાર જાણો

  વિસનગર  | મહેસાણા  | વડગામ  | અંજાર  |  વાવ  | દાહોદ  | દ્વારકા  |  વિજાપુર  | વલસાડ | સિધ્ધપુર  | ઘાટલોડિયા  | કડી  |  બાપુનગર  |  અમરેલી  |  સુરત પશ્વિમ  |  ખેરાલુ  |
  Published by:mujahid tunvar
  First published:

  Tags: Assembly elections 2022, Gujarat Assembly Elections 2022, Gujarat Elections, Kankrej

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन