Home /News /banaskantha /Gujarat election 2022: 'વાણી વિલાસ'નું બીજું નામ કહેવાય છે ગેનીબેન ઠાકોર, જાણો કોંગ્રેસના દિગ્ગજ મહિલા નેતાનો કેવો છે દબદબો

Gujarat election 2022: 'વાણી વિલાસ'નું બીજું નામ કહેવાય છે ગેનીબેન ઠાકોર, જાણો કોંગ્રેસના દિગ્ગજ મહિલા નેતાનો કેવો છે દબદબો

Congress MLA Gani Ben Thakor Profile : ગેની ઠાકોર જેમનું પૂરું નામ ગેનીબેન નાગાજી ઠાકોર છે, તેઓ એક કોંગ્રેસ પક્ષના મહિલા રાજકારણી છે જે ગુજરાત વિધાનસભાની વાવ બેઠકના ધારાસભ્ય છે. ગની બેન ઠાકોરે 2017ની વિધાનસભાની ચૂંટણીમાં બીજેપીના દિગ્ગજ નેતા શંકર ચૌધરીને હરાવ્યા હતા.

Congress MLA Gani Ben Thakor Profile : ગેની ઠાકોર જેમનું પૂરું નામ ગેનીબેન નાગાજી ઠાકોર છે, તેઓ એક કોંગ્રેસ પક્ષના મહિલા રાજકારણી છે જે ગુજરાત વિધાનસભાની વાવ બેઠકના ધારાસભ્ય છે. ગની બેન ઠાકોરે 2017ની વિધાનસભાની ચૂંટણીમાં બીજેપીના દિગ્ગજ નેતા શંકર ચૌધરીને હરાવ્યા હતા.

વધુ જુઓ ...
વિધાનસભા ચૂંટણી 2022નું (Gujarat Assembly Election 2022) બિગૂલ ફૂંકાતા જ પ્રચાર તેજ બન્યા છે. મતદારોને આકર્ષવા સામ, દામ, દંડ, ભેદની નિતી લગાવવામાં એક પણ રાજકીય પક્ષ પાછળ નથી હટી રહ્યો. ચૂંટણી આવતા જ સભાઓ અને નેતાઓના બેફામ નિવેદનોની પણ વણઝાર લાગે છે. અમુક નેતાઓની છાપ માત્ર વિવાદિત નિવેદનો પૂરતી સિમિત બની જાય છે. આવા જ એક બેબાક અને શાબ્દિક પ્રહારો માટે જાણીતા નેતા એટલે કોંગ્રેસના બનાસકાંઠા જિલ્લાન વાવ વિધાનસભાના મહિલા ધારસભ્ય ગેનીબેન ઠાકોર. આજે અમે તમને આ લેખમાં ગેનીબેનના રાજકીય સફરથી લઇને વિવાદો અને અંગત જીવન સંબંધિત તમામ માહિતી આપવા જઇ રહ્યા છીએ.

કોણ છે ‘મહિલા દબંગ નેતા’ ગેનીબેન ઠાકોર? (Female Dabangg Leader  Ganiben Thakor?)

ગેની ઠાકોર જેમનું પૂરું નામ ગેનીબેન નાગાજી ઠાકોર છે, તેઓ એક કોંગ્રેસ પક્ષના મહિલા રાજકારણી છે જે ગુજરાત વિધાનસભાની વાવ બેઠકના ધારાસભ્ય છે. ગેનીબેને ધોરણ 12 સુધીનો અભ્યાસ કર્યો છે. તેમણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાંથી 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડી હતી અને ભારતીય જનતા પાર્ટીના શંકર ચૌધરી સામે વિજય મેળવ્યો હતો. ગેનીબેને વાવ મત વિસ્તારમાંથી 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડી હતી અને 6655 મતની સરસાઈ સાથે જીત મેળવી હતી. ગેની બેનને અખબારી સ્રોતો દ્વારા અલ્પેશ ઠાકોરના નજીકના માનવામાં આવે છે.

દત્તક લીધેલી પુત્રીના રંગેચંગે કર્યા લગ્ન

સતત વિવાદિત અને બેબાક પર્સનાલિટી ધરાવતા ગેનીબેનનું હ્યદય સમાજના કલ્યાણ માટે પણ ખુલ્લું રહે છે. હકીકતમાં વાવની એક દીકરી સંગીતા ઠાકોરના લગ્ન યાદગાર બની ગયા હતા.ધારાસભ્ય ગેનીબેન ઠાકોર હોસ્પિટલમાં દાખલ લોકોના ખબર અંતર પૂછવા વાવ રેફરલ હોસ્પિટલમાં પહોંચ્યા હતા. ત્યારે ત્યાં ભાભરના ઉચોસણ ગામના કોરોનાગ્રસ્ત હંસાબેન ઠાકોર ત્યાં દાખલ હતા અને તેમને ગેનીબેન ઠાકોરને કહ્યું હતું કે મારી દીકરીના લગ્ન કરાવવાની મારી ઈચ્છા છે પણ કદાચ હું જીવી શકું તેમ નથી.

તે સમયે ગેનીબેન ઠાકોરે તેમને વચન આપ્યું હતું કે હું તમારી દીકરીના લગ્ન ધામધૂમથી કરીશ અને તે બાદ તે માતાનું અવસાન થતા ગેનીબેન ઠાકોરે સંગીતા ઠાકોરને દત્તક લીધી હતી અને જ્યારે હવે કોરોના કાળ લગભગ પૂરો થઈ ગયો છે, ત્યારે સંગીતા ઠાકોરના આજે ગેનીબેન ઠાકોરે ઉચોસણ ગામે ધામધૂમથી લગ્ન કર્યા હતા અને તેનું કન્યાદાન કર્યું હતું.

આ પણ વાંચો- Gujarat election 2022: જાણો, રાજુલાના કોંગ્રેસના ધારાસભ્ય અમરીશ ડેર શા માટે ગણાય છે પાવરફૂલ નેતા


ગેનીબેનનું તઘલખી સમર્થન

ગેનીબેન ઠાકોર પોતાની બેબાક અને વિવાદિત બોલી માટે ગુજરાતની રાજકારણમાં સૌથી વધુ પ્રખ્યાત છે. તેઓ અવારનવાર વિવાદિત નિવેદન અને નિર્ણયોથી હેડલાઇનમાં બન્યા રહે છે. ત્યારે 2019માં ગેની ઠાકોરે સમુદાયની અપરિણીત છોકરીઓ માટે મોબાઇલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાના ઠાકોર સમાજના નિર્ણયને ટેકો આપ્યો હતો.

ગેનીબેને કહ્યું હતું કે, "છોકરીઓ માટે મોબાઈલ પર પ્રતિબંધ મૂકવાના પગલામાં કંઈપણ ખોટું નથી. તેઓએ સોશિયલ મિડિયાથી દૂર રહેવું જોઈએ અને ભણવામાં વધુ સમય પસાર કરવો જોઈએ". અગાઉ 2018માં તેમણે લોકોને બળાત્કારના આરોપીઓને પોલીસને સોંપવાના બદલે સળગાવવા માટે ઉશ્કેરતું નિવેદન આપ્યું હતું. બાદમાં તેમણે સ્પષ્ટ કર્યું કે તેઓ 'મહિલાઓને શાંત પાડવાનો' પ્રયાસ કરી રહ્યાં હતાં.

વાવ પર કેવો છે ગેની બેનનો પ્રભાવ? (What is the influence of Genie Ben on Vav?)

વાવ બેઠક પર ઠાકોર અને ચૌધરી મતદારોનું પ્રભુત્વ છે. જેમાં ચૌધરી સમાજ મોટા ભાગે ભાજપ તરફી જ્યારે ઠાકોર વોટબેંક પર કોંગ્રેસ પક્કડ ધરાવે છે. અહીંના મતદારો ચૂંટણીમાં વ્યક્તિ વિશેષને પ્રાધાન્ય આપતા હોય છે. અગાઉ નાના સમાજના ઉમેદવારો પણ સાંસદ સભ્ય બન્યા છે. ત્યારે ગેનીબેન પણ ઠાકોર સમાજના આગેવાન છે અને સમાજની પ્રતિષ્ઠા અને હિત માટે હંમેશા આગળ રહ્યા છે. તેથી ઠાકોર સમાજે વર્ષ 2017માં તેમના પર પસંદગીનો કળશ ઢોળ્યો છે. જોકે, આ વર્ષે યોજાનારી ચૂંટણીમાં ભાજપ ગેનીબેનની મુઠ્ઠી ખોલવામાં સફળ રહેશે કે કેમ તે જોવું ઘણું રસપ્રદ બની રહેશે.

જનતા રેડ કરી ગેનીબેને સૌને ચોંકાવ્યા

ડ્રાય સ્ટેટ તરીકે ‘ઓન પેપર’ ઓળખ ધરાવતા ગાંધીના ગુજરાતમાં દારૂનો વેપલો બેફામ થાય છે તેમાં શંકાને કોઇ સ્થાન નથી. આ અંગે કોંગ્રસેના ધારાસભ્ય ગેની બેન ઠાકોરે જનતા રેડ કરીને સમગ્ર કાંડનો પર્દાફાશ કર્યો હતો. તેમણે ધુળેટીની વહેલી સવારે 3 વાગ્યે સમર્થકો સાથે મળી દારૂ ભરેલ ગાડી ઝડપી હતી અને સ્થળ પર તેમનો નાશ કર્યો હતો. આ પૂરા મામલામાં હવે વહીવટીતંત્ર અને કોંગ્રેસના ધારાસભ્ય સામ-સામે આવી ગયા હતા. હકીકતમાં દારૂનો ગેરકાયદે ધંધો કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાને બદલે આ રીતે ધારાસભ્ય સામે ગુનો નોંધાતા હવે કોંગ્રેસ આ પૂરા મામલે આંદોલનના મૂડમાં હતા. ધારાસભ્યોની જનતા રેડ બાદ પોલીસ પણ એક્શનમાં આવી ગઈ હતી અને 174 સ્થળો પર પોલીસે રેડ પાડી હતી.

ગેનીબેનનો બેફામ વાણી વિલાસ (Ganiben's unabashed luxury of speech)

Gujarat election 2022: રાજ્યમાં જ્યાં પડે છે સૂર્યનું પહેલું કિરણ, તે ગરબાડા બેઠક પર કોની સત્તાનો થશે ઉદય?


વાવ, થરાદ અને વડગામ ધારાસભ્યની આગેવાનીમાં બનાસકાંઠાના વાવમાં કોંગ્રેસ દ્વારા જનવેદના સભામાં યોજાઇ હતી. આ દરમિયાન ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે સરકાર વિરુદ્ધ ચાબખા મારતા જણાવ્યુ હતું કે તમારા રાજમાં બેન-દીકરીઓ સુરક્ષિત નથી. ત્યારબાદ આગળ બોલતા તેમની જીભ લપસી હતી અને ગેનીબેન જાહેરમાં જ આપત્તિજનક ટિપ્પણી કરી બેઠા હતા. પ્રજા પ્રતિનિધિ તરીકે ગેનીબેને અસભ્ય ભાષાનો પ્રયોગ કરી ભાજપ પ્રહાર કરતાં સભામાં ઉહાપોહ મચી જવા પામ્યો હતો.

બૂથ પર તલવારો લઇને ઉભા રહેવું પડશે

દિયોદરમાં કોંગ્રેસ આગેવાનો દ્વારા યોજાયેલ સ્નેહ મિલન કાર્યક્રમમાં ગેનીબેને કહ્યું કે, કોંગ્રેસને જીતાડવા જો મારી સીટ પર બીજો કાબીલ ઉમેદવાર હશે તો હું મારી સીટ છોડવા તૈયાર છું. આપણે કોંગ્રેસને જીતાડવાની છે. આવનાર સમયમાં બુથ પર હાથમાં તલવાર-કટાર લઈને ઉભા રહેવું પડશે. કોંગ્રેસને જીતાડવા ક્યાક ભગતસિંહ થવું પડે કે ઝાંસીની રાણી બનવું પડેતો પણ બનશું.

આટલી સંપત્તિ ધરાવે છે ગેનીબેન

ગેનીબેનના વર્ષ 2017ના એફિડેવીટ અનુસાર, તેમની પાસે અંદાજે 1.12 કરોડની સંપત્તિ છે. જેમાં તેમની પાસે 8.15 લાખ કેશ છે. જ્યારે વિવિધ બેંક ખાતાઓમાં 3.67 લાખ રૂપિયા જમા છે. ગેનીબેન પાસે વાહનમાં એક હ્યુન્ડેઇ i20 છે, જેની કિંમત અંદાજે રૂ. 9 લાખ છે. તેમની પાસે 120 ગ્રામ સોનુ અને 3 કિલો ચાંદી છે, જેની અંદાજીત કિંમત 4.80 લાખ રૂપિયા છે. ગેનીબેન એક ખેતીલાયક જમીન પણ ધરાવે છે, જેની બજાર કિંમત રૂ. 75 લાખ છે. આ ઉપરાંત એક રૂ. 12 લાખની કિંમતનું રહેણાંક મકાન છે. ગેનીબેન 22.49 લાખની બેંક લોન ધરાવે છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અંગે મહત્વના સમાચાર જાણવા નીચે આપેલી બેઠકોના નામ ઉપર કરો ક્લિક

| મહેમદાબાદ | વિસનગર  | મહેસાણા  | વડગામ  | અંજાર  |  વાવ  | દાહોદ  | દ્વારકા  |  વિજાપુર  | વલસાડ | સિધ્ધપુર  | ઘાટલોડિયા  | કડી  |  બાપુનગર  |  અમરેલી  |  સુરત પશ્વિમ  |  જસદણ  |  રાજકોટ દક્ષિણ  | નડિયાદ | | સોજિત્રા |  ખંભાત ગઢડા  બોરસદ |  આંકલાવ | આણંદ | ઉમરેઠ | માતર | પેટલાદ |   મહુધા  કપડવંજ | ઠાસરા | કોડીનાર  | લાઠી  | સાવરકુંડલા |  ગારિયાધાર  | મહુવા |  પાલિતાણા | ઓલપાડ | ઉમરગામ|ચોર્યાસી|  વાઘોડિયા | ભાવનગર ગ્રામ્ય | પાદરા | કરજણ | છોટાઉદેપુર | સંખેડા | ડભોઈ | નાંદોદ | ભાવનગર પૂર્વ | જંબુસર | રાવપુુરા | વાઘરા |સાવલી દેવગઢબારિયા | ઝાલોદ |હાલોલ | બાલાસિનોર | વાંસદા નિઝર | ગણદેવી | ધરમપુર | વ્યારા પારડી | લીમખેડા | સંતરામપુરા |  મહુવા એસટી | માંગરોળ એસટી | જલાલપોર |
First published:

Tags: Assembly elections 2022, Congress MLA, Gujarat Assembly Elections 2022, Gujarat Elections

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો