Home /News /banaskantha /

Gujarat Election 2022: કોંગ્રેસનો ગઢ છે ધાનેરા બેઠક, જાણો શું છે મતદારોની માંગ અને જાતિગત સમીકરણો

Gujarat Election 2022: કોંગ્રેસનો ગઢ છે ધાનેરા બેઠક, જાણો શું છે મતદારોની માંગ અને જાતિગત સમીકરણો

ધાનેરા વિધાનસભા બેઠક પર વિધાનસભા ચુંટણી 2017માં કોંગ્રેસના પટેલ નતાભાઈ હેગોલભાઈને 82,909 મતોથી જીત મળી હતી. જ્યારે 2012માં કોંગ્રેસના જોઈતાભાઈ પટેલે ભાજપના વસંતભાઈ પુરોહિતને 19 ટકા મતથી હરાવીને ચુંટણી જીતી હતી.

ધાનેરા વિધાનસભા બેઠક પર વિધાનસભા ચુંટણી 2017માં કોંગ્રેસના પટેલ નતાભાઈ હેગોલભાઈને 82,909 મતોથી જીત મળી હતી. જ્યારે 2012માં કોંગ્રેસના જોઈતાભાઈ પટેલે ભાજપના વસંતભાઈ પુરોહિતને 19 ટકા મતથી હરાવીને ચુંટણી જીતી હતી.

    ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી 2022નું ભૂત ફરી ધૂણી રહ્યું છે. નેતાઓ અને પક્ષોમાં પ્રચારની હોડ લાગી છે. તો બીજી તરફ જનતા પોતાના મતવિસ્તારના પ્રશ્નોના ઉકેલો માટે મતવિસ્તારના ધારાસભ્યો સામે મીટ માંડીને બેઠી છે. એવામાં દરેક મતદારને પોતાના મતવિસ્તારની સમસ્યાઓ અને ધારાસભ્યોના કાર્યો વિશે ખ્યાલ હોવો જરૂરી છે. આ લેખમાં આજે આપણે વાત કરીશું બનાસકાંઠા જીલ્લાની એક એવી વિધાનસભા બેઠકની, જે બે તાલુકામાં વહેંચાયેલી છે. આ બેઠક છે ધાનેરા વિધાનસભા. અહીં છેલ્લા 10 વર્ષથી કોંગ્રેસનો દબદબો યથાવત છે.

    ધાનેરા બેઠક વિશે ખાસ વાતો

    બનાસકાંઠા પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય બોર્ડર અને રાજસ્થાનની સરહદને અડીને આવેલો અંતરીયાળ જિલ્લો છે. સરહદી બનાસકાંઠા જિલ્લામાં 9 વિધાનસભા બેઠક અને 14 તાલુકાનો સમાવેશ થાય છે. જેમાં ધાનેરા બેઠક પણ અતિ મહત્વની અને નિર્ણાયક માનવામાં આવે છે. આ વર્ષે ચૂંટણીના દ્રશ્યો બદલાઈ શકે છે, કારણ કે અહીં મતદારોમાં વિવિધ પ્રશ્નોને લઇને ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે.

    ધાનેરા વિસ્તાર રાયડો, એરંડા અને બાજરીના પાક માટે ઉત્તર ગુજરાતમાં મોખરે છે. અહીંના લોકો રેલ નદી પર નિર્ભર રહે છે. આ વિસ્તાર ગુજરાતમાં ઐતિહાસિક મહત્વ પણ ધરાવે છે. રાજસ્થાનની સરહદને અડીને આવેલા આ તાલુકાથી જ ગુજરાતને ચાલુક્ય દ્વારા શાસન મળ્યું હતું.

    ચાલુક્યએ અહીં 500 વર્ષથી વધુ સમય રાજ કર્યુ હતું. ત્યાર બાદ વાઘેલાઓનું શાસન અહીં આવ્યું હતું. વાઘેલાઓએ અહીં 159થી વધુ વર્ષ શાસન કર્યું હતું. જે પછી મુઘલોએ ગુજરાતને જીત્યું અને દિલ્હીના તાબા હેઠળ આવી ગયું હતું.

    આ દરમિયાન ધાનેરાની સ્થાપના આશરે 710 વર્ષ પહેલા મુસ્લિમ રાજ દ્વારા કરવામાં આવી. બાદમાં ધાનેરા શસનિક રાવોને સોંપવામાં આવ્યું હતું. શસનિક જાતીના લોકો છેલ્લા 609 વર્ષથી ધાનેરામાં વસવાટ કરે છે. ધાનેરી વિધાનસભાની શરૂઆત 1962થી થઇ હતી.

    ધાનેરા બેઠક પર મતદારો અને જાતિગત સમીકરણો

    બનાસકાંઠા જીલ્લાની ધાનેરા વિધાનસભા બેઠક ગ્રામીણ બેઠક છે. આ વિધાનસભામાં ત્રણ તાલુકા દાંતીવાડા, ધાનેરા, પાલનપુરના એક ગામનો સમાવેશ થાય છે. આ બેઠક પર કુલ 2,15,463 મતદારો છે. જેમાં 1,13,503 પુરુષ ઉમેદવાર છે. જયારે 1,01,958 મહિલા ઉમેદવાર છે. આ વિધાનસભા બેઠકમાં 244 પોલીંગ બુથ છે.

    આ વિધાનસભા બેઠક પરના જાતિગત સમીકરણની વાત કરીએ તો ઠાકોર 21.8 ટકા, ચૌધરી 21.8 ટકા. બ્રાહ્મણ 8.7 ટકા, દલિત 13.0 ટકા, માલધારી 15.0 ટકા, અન્ય 17.0 ટકા છે. એટલે આ બેઠક પર જોવા જઈએ તો ચૌધરી પટેલ ઉમેદવારનો દબદબો રહ્યો છે.

    ધાનેરા બેઠકનો રાજકીય ઈતિહાસ

    ધાનેરા વિધાનસભા બેઠક પર યોજાયેલી છેલ્લી વિધાનસભા ચુંટણી 2017માં કોંગ્રેસના પટેલ નતાભાઈ હેગોલભાઈને 82,909 મતોથી જીત મળી હતી. જ્યારે 2012માં કોંગ્રેસના જોઈતાભાઈ પટેલે ભાજપના વસંતભાઈ પુરોહિતને 19 ટકા મતથી હરાવીને ચુંટણી જીતી હતી.

    જયારે વર્ષ 2007માં ભાજપના મફતલાલ પુરોહિતે કોંગ્રેસના નાથાભાઈ પતરોડને 10 ટકા મતે હરાવીને આ બેઠક મેળવી હતી. ભાજપના ઉમેદવાર હરજીવનભાઇ હીરાભાઇ પટેલે વર્ષ 2002માં અને વર્ષ 1998માં એમ સતત બે ટર્મ સુધી જીત નોંધાવી હતી.

    જ્યારે 1995માં કોંગ્રેસના ગવાભાઇ હમીરભાઇ રબારીએ 63,814 મતો સાથે સત્તાનું સુકાન સંભાળ્યું હતું. 1990માં ભાજપના ઉમેદવાર હરજીવનભાઇ હીરાભાઇ પટેલે 42,252 મતો સાથે કોંગ્રેસના ગોવાભાઇ હામીરાભાઇ દેસાઇને હરાવ્યા હતા.

    વર્ષ 1980 અને વર્ષ 1985 એમ સતત બે ટર્મ સુધી જોતાભાઇ કસનાભાઇ પટેલે અનુક્રમે જેએનપી અને કોંગ્રેસમાંથી જીત મેળવી હતી. વર્ષ 1975માં કોંગ્રેસના ઉમેદવાર મનસુખલાલ જયશંકર દવે અને 1972માં કોંગ્રેસના દુલાભાઇ સાવજીભાઇ દેસાઇએ ધાનેરા બેઠક પર જીત મેળવી હતી.

    જ્યારે 1967ની ચૂંટણીમાં આ બેઠક પર એસડબલ્યૂએના બી.જે જોશીના ફાળે ગઇ હતી. વર્ષ 1962માં કોંગ્રેસના સુરજમલ માવજીભાઇ શાહે આ બેઠક પર 10,665 મતો સાથે જીત નોંધાવી હતી.

    ધાનેરા બેઠક પર લોકોની સૌથી મોટી સમસ્યા

    ધાનેરા અને દાંતીવાડા તાલુકાના મોટાભાગના ગામડાઓમાં સિંચાઇનું પાણી તો દૂરની વાત છે, પરંતુ પીવાના પાણીના પણ ફાંફા છે. ધાનેરા તથા દાંતીવાડા તાલુકામાં સિંચાઇ તથા પીવા માટે કેનાલનું પાણી આપવામાં આવે,

    ધાનેરા તાલુકાના તાલુકા મથકે માત્ર બસ સ્ટોપ છે, તેની જગ્યાએ વર્કશોપવાળું બસ સ્ટેન્ડ બનાવવા, ધાનેરા અને દાંતીવાડા તાલુકામાં કેટલાય ગામડાઓમાં ઓરડાની ઘટ હોવાથી બાળાકો ખુલ્લામાં ભણે છે તો ઓરડા બનાવવા, ધાનેરા અને દાંતીવાડા તાલુકામાં GIDC બનાવવાની માંગ,

    ધાનેરા ખાતે આવેલ રેફરલ હોસ્પિટલને સબ ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલ બનાવવા અને નવિન મકાન બનાવવા માટે ગ્રાન્ટ ફાળવાય, ધાનેરા અને દાંતીવાડામાં સરકારી કોલેજ બનાવવા, બંને તાલુકામાં ગામડાઓને જોડતાં રસ્તાઓ મંજૂર કરવા અને તેના જોબ નંબર તાત્કાલિક આપવા જેવી વિવિધ લોકમાંગ ઉઠી રહી છે. આગામી ચૂંટણીમાં આ બાબતો નિર્ણાયક બની શકે છે.

    ધાનેરા બેઠક પર વિવાદો

    - બનાસકાંઠાના ધાનેરા વિધાનસભા મત વિસ્તારના કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા 2017ની ચૂંટણીમાં મિલકત સંબધી ખોટું સોગંદનામુ રજૂ કર્યું હોવાની રજૂઆતના પગલે ચૂંટણી આયોગના આદેશથી ધારાસભ્ય સામે પાંચ વર્ષ બાદ જિલ્લા ચૂંટણી અધિકારીએ ફરિયાદ દાખલ કરાવતા રાજકીય ગરમાવો આવ્યો હતો.

    બનાસકાંઠા જિલ્લામાં વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ધાનેરા વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે નાથાભાઇ પટેલે ઉમેદવારી નોંધાવી હતી, જેમાં તેમને રજૂ કરેલ સોગંદનામામાં મિલકત સંબધી વિગતો છુપાવી ખોટું સોગંદનામું રજૂ કર્યુ હતું. જે અંગે જાગૃત નાગરીકે ચૂંટણી અધિકારીને લેખિત રજુઆત કરતા ચૂંટણી અધિકારી યોગેશ ઠક્કરે આ અંગે ધારાસભ્ય નથાભાઈ પટેલને નોટિસ આપી ખુલાશો માંગ્યો હતો.

    - ધાનેરામાં વોર્ડ નંબર-4ની પેટા ચૂંટણીને લઈ બન્ને પક્ષે ગરમાવો જામ્યો હતો. તેમાં પણ આ વોર્ડના 252 મતો મતદાર યાદીમાંથી શરતચૂકના કારણે નીકળી જતા મામલો ગરમ બન્યો હતો. જેથી પાલિકા તથા ચૂંટણી અધિકારી દ્વારા રેકર્ડ ખરાઇ કરીને આ મતદારોના નામ ફરીથી મતદાર યાદીમાં સામેલ કરી યાદી નવી બનાવાઇ હતી.

    - ધાનેરા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો આંતરિક વિખવાદ સામે આવ્યો હતો. જ્યોત્સનાબેન ત્રિવેદીને પ્રમુખ બનાવવા માટે તેમના પતિ યોગેશ ત્રિવેદીએ ભાજપના જ સભ્યો પર ગાડી ઉઠાવી જવાના પ્રયાસો કર્યા હોવાના ગંભીર આક્ષેપો ભાજપના સદસ્ય ઉમાકાન્તભાઈ મિસ્ત્રીએ કર્યા હતા.

    ધાનેરામાં યોજાયેલી ચૂંટણીઓ









































































    ચૂંટણી વર્ષવિજેતા ઉમેદવારવર્ષ
    2017પટેલ નતાભાઈ હેગોલભાઈકોંગ્રેસ
    2012જોતાભાઈ કસનાભાઈ પટેલકોંગ્રેસ
    2007મફતલાલ મોતીરામ પુરોહિતભાજપ
    2002પટેલ હરજીવનભાઈ હીરાભાઈભાજપ
    1998હરજીવનભાઈ હીરાભાઈ પટેલભાજપ
    1995રબારી ગવાભાઈ હમીરભાઈકોંગ્રેસ
    1990પટેલ હરજીવનભાઈ હીરાભાઈભાજપ
    1985પટેલ જોતાભાઈ કસનાભાઈકોંગ્રેસ
    1980પટેલ જોતાભાઈ કસનાભાઈજેએનપી
    1975દવે મનસુખલાલ જયશંકરકોંગ્રેસ
    1972દુલાભાઈ સાવજીભાઈ દેસાઈકોંગ્રેસ
    1967બી.જે.જોશીએસડબલ્યૂએ
    1962સુરજમલ માવજીભાઈ શાહકોંગ્રેસ

    ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અંગે મહત્વના સમાચાર જાણો

    વિસનગર  | મહેસાણા  | વડગામ  | અંજાર  |  વાવ  | દાહોદ  | દ્વારકા  |  વિજાપુર  | વલસાડ | સિધ્ધપુર  | ઘાટલોડિયા  | કડી  |  બાપુનગર  |  અમરેલી  |  સુરત પશ્વિમ  |  ખેરાલુ  |
    Published by:mujahid tunvar
    First published:

    Tags: Assembly elections 2022, Dhanera, Gujarat Assembly Elections 2022, Gujarat Elections

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन