Home /News /banaskantha /

Gujarat election: દાંતા બેઠક પર છે આદિવાસી સમુદાયનું પ્રભુત્વ, જાણો શું છે બેઠકની સ્થિતિ

Gujarat election: દાંતા બેઠક પર છે આદિવાસી સમુદાયનું પ્રભુત્વ, જાણો શું છે બેઠકની સ્થિતિ

દાંતા વિધાનસભા બેઠક પર કોંગ્રેસનું પ્રભુત્વ જોવા મળે છે. સતત બે ટર્મથી કોંગ્રેસના ઉમેદવાર જીતી રહ્યા છે. ગત 2017ના યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર કાંતિભાઈ ખરાડીએ માલજીભાઈ કોડરવીને હરાવ્યા હતાં. તે ચૂંટણીમાં કાંતિભાઈ 86129 મત મળ્યા હતા,

દાંતા વિધાનસભા બેઠક પર કોંગ્રેસનું પ્રભુત્વ જોવા મળે છે. સતત બે ટર્મથી કોંગ્રેસના ઉમેદવાર જીતી રહ્યા છે. ગત 2017ના યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર કાંતિભાઈ ખરાડીએ માલજીભાઈ કોડરવીને હરાવ્યા હતાં. તે ચૂંટણીમાં કાંતિભાઈ 86129 મત મળ્યા હતા,

વધુ જુઓ ...
    ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat election)માં રાજકીય પક્ષો દ્વારા દરેક બેઠક માટે માઈક્રો પ્લાનિંગ શરૂ થઈ ચૂક્યું છે. બીજી તરફ તોડજોડના રાજકારણ, ટિકિટ માટે દબાણ - બ્લેકમેલિંગ અને પક્ષ પલટા સહિતની ગિતિવિધિની મૌસમ પણ ખીલી છે. ભાજપ અને કોંગ્રેસ (BJP and Congress) એકબીજાની બેઠકોમાં ગાબડું પાડવા મથામણ કરે છે. આ સાથે આમ આદમી પાર્ટીએ પણ ચૂંટણી અભિયાન તેજ કર્યું છે.

    વિધાનસભા ચૂંટણી નજીક આવતા સાબરકાંઠા જિલ્લામાં પણ સળવળાટ શરૂ થયો છે. આગેવાનો એક પક્ષમાંથી બીજા પક્ષમાં કૂદકો લગાવી રહ્યા છે. કેટલાક સ્થળોએ ચૂંટણીને લઈ બેઠકો પણ થઈ ચૂકી છે. દાંતા વિધાનસભા બેઠક પર પણ ચૂંટણીનું વાતાવરણ રચાઈ ગયું છે.

    ભાજપે દાંતા બેઠક પર અશોક ચૌધરીને પ્રભારી તરીકેની જવાબદારી આપી છે. તાજેતરમાં જ દાંતા બેઠક પરના પૂર્વ ધારાસભ્ય વસંત ભટોળ ભાજપમાં જોડાયા હતા. આજે અહીં દાંતા બેઠકની સ્થિતિ, જ્ઞાતિ જાતિના સમીકરણો, મતદારોનો મૂડ અને આગેવાનોની રણનીતિ અંગે જાણીશું.

    દાંતા બેઠક પર જ્ઞાતિ જાતિને સમીકરણો

    દાંતા વિધાનસભાના જ્ઞાતિ જાતિના સમીકરણની વાત કરીએ તો આ બેઠક પર આદિવાસી સમાજનું પ્રભુત્વ છે. તેમની સંખ્યા 83 હજારથી વધુ છે. બીજી તરફ ઠાકોર 23230, રાજપૂત 12582, મુસ્લિમ 11626, રબારી 7643, પ્રજાપતિ 6094, દલિત 6405, ચૌધરી પટેલ 3429 અને અન્ય 18067 છે.

    એકંદરે જોઈએ તો કુલ મતદારોના 42 ટકા જેટલા મતદારો આદિવાસી છે. આ ઉપરાંત આ બેઠક પણ આદિવાસી ઉમેદવાર માટે અનામત રાખવામાં આવતી હોય છે. જેના પગલે રાજકીય પક્ષો માટે ઉમેદવાર પસંદગીની તકો ઓછી રહે છે. પરિણામે પક્ષ પલટો વધુ જોવા મળે છે.

    મતદારોનો મૂડ

    બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધી મતદારોનો મૂડનો અંદાજ રાજકીય પક્ષો લગાવી શક્યા નથી. જેથી બનાસકાંઠા જિલ્લામાં લોકસભા અને વિધાનસભાના પરિણામ સાવ અલગ આવે છે. વિધાનસભાની ચૂંટણી સ્થાનિક મુદ્દે લડાય છે અને લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારને જોઈ લોકો વોટ આપતા હોવાનું ફલિત થાય છે.

    જેથી પરિણામો જુદા આવે છે. જેમાં છેલ્લા ચાર ટર્મથી લોકો ભાજપમાં વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા હોય ભાજપના સાંસદ ચુંટાય છે. જ્યારે વિધાનસભા અને તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસ તરફી જુવાળ રહે છે. આવા પરિણામો પરથી કહી શકાય કે બનાસકાંઠાની દાંતા સહિતની વિધાનસભા બેઠક પર મતદારોનો મૂડ કળવો મુશ્કેલ છે.

    અંતરીયાળ વિસ્તાર

    પાલનપુરથી નજીક આવેલું દાંતા પૂરેપૂરું વિકસિત નથી. આજે પણ લોકો અનેક પ્રશ્નોથી પરેશાન છે. આ વિસ્તાર બનાસકાંઠા જિલ્લામાં આવે છે. સાબરકાંઠા પંથકને સરહદી વિસ્તાર કહેવામાં આવે છે. જેમાં નવ વિધાનસભા બેઠક અને 14 તાલુકાનો સમાવેશ થાય છે.

    આ પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય બોર્ડર અને રાજસ્થાનની સરહદને અડીને આવેલો અંતરીયાળ પ્રદેશ છે. તે ભૌગિલક દ્રષ્ટિએ પર્વતીયાળ અને રણપ્રદેશ ધરાવતો વિસ્તાર છે. દાંતાની જેમ સાબરકાંઠા જિલ્લામાં પાલનપુર, ડીસા, ધાનેરા, વાવ, થરાદ અને દિયોદર વિધાનસભા વિસ્તારનો પણ સમાવેશ થાય છે.

    બેઠકની સ્થિતિ

    દાંતા વિધાનસભા બેઠક હેઠળ દાંતા તાલુકા અને અમીરગઢ તાલુકાના ગામોનો સમાવેશ થાય છે. આ વિધાનસભા બેઠક પર કુલ 2.10 લાખથી વધુ મતદારો છે. જેમાં 1, 04,418 પુરુષ મતદાર છે. જયારે 98000 જેટલી મહિલા મતદાર છે. આ વિધાનસભામાં કુલ 265 બુથ આવેલા છે.









































































    વર્ષજીતેલા ઉમેદવારપક્ષ
    2017કાંતિભાઈ ખરાડીકોંગ્રેસ
    2012કાંતિભાઈ ખરાડીકોંગ્રેસ
    2009વસંત ભટોળભાજપ
    2007મુકેશકુમાર ગઢવીકોંગ્રેસ
    2002મુકેશકુમાર ગઢવીકોંગ્રેસ
    1998મુકેશકુમાર ગઢવીકોંગ્રેસ
    1995કાંતિભાઈ કચોરીયાભાજપ
    1990કાંતિભાઈ કચોરીયાભાજપ
    1985બળદેવસિંહ વાઘેલાકોંગ્રેસ
    1980હરિસિંહ ચાવડાજેએનપી
    1975હરિસિંહ ચાવડાએનસીઓ
    1972લાલજીભાઈ કરેનકોંગ્રેસ
    1967એફડી પટેલકોંગ્રેસ



    દાંતા વિધાનસભા બેઠક પર કોંગ્રેસનું પ્રભુત્વ જોવા મળે છે. સતત બે ટર્મથી કોંગ્રેસના ઉમેદવાર જીતી રહ્યા છે. ગત 2017ના યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર કાંતિભાઈ ખરાડીએ માલજીભાઈ કોડરવીને હરાવ્યા હતાં. તે ચૂંટણીમાં કાંતિભાઈ 86129 મત મળ્યા હતા,

    જ્યારે માલજીભાઈને 61477 મત મળ્યા હતા. આવી જ રીતે 2011ની ચુંટણીમાં કોંગ્રેસના કાંતિભાઈ ખરાડીએ ભાજપના ગમાભાઈ ખરાડીને 18 ટકા મતની હરાવીને જીત મેળવી હતી. વર્ષ 2009માં પેટા ચૂંટણી થઈ હતી.

    કોંગ્રેસમાં 2007માં આ બેઠક જીતેલા મુકેશ ગઢવીનું નિધન થતા ખાલી પડેલી આ બેઠકની પેટાચુંટણી થઈ હતી. જેમાં ભાજપના વસંતકુમાર ભાટોલ જીત્યાં હતા. તે પહેલાં આ બેઠક પર વર્ષ 2007માં કોંગ્રેસના મુકેશ ગઠવીએ ભાજપના જયવનસિંહ સોલંકીને 24 ટકા મતથી હરાવ્યા હતા.

    વિસ્તારમાં લોકોની સમસ્યાઓ

    દાંતા વિધાનસભા બેઠક હેઠળના આદિવાસી વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા વિકટ બની છે. બોર ફેલ થયા છે, જ્યારે હેન્ડપંપમાં પાણીના તળ નીચા ગયા છે અને નલ સે જલ હેઠળ પૂરતું પાણી આવતું નથી. બીજી તરફ અંતરિયાળ વિસ્તારના ગામડાઓને ટેન્કર દ્વારા પાણી પહોંચાડતું નથી. રોજગારીનો પ્રશ્ન પણ મોટો છે, મોટાભાગના લોકો મજૂરી કરીને ગુજરાન ચલાવે છે.

    કોંગ્રેસ પર ઘેરાતા ચિંતાના વાદળો

    દાંતા પંથકમાં આદિવાસી સમુદાયનું વર્ચસ્વ છે. આ સમુદાયના આગેવાનો થકી જ બેઠક જીતી શકાય છે. આદિવાસી વિસ્તારોમાં લોકચાહના ધરાવતા અશ્વિન કોટવાલ પોતાના સંખ્યાબંધ સમર્થકો સાથે સત્તાવાર રીતે ભાજપમાં જોડાઈ ચુક્યા છે. આવી સ્થિતિમાં કોંગ્રેસને વધુ મુશ્કેલી પડી શકે છે.

    રાજકીય તજજ્ઞો પ્રમાણે, અશ્વિન કોટવાલ દિગ્ગજ આદિવાસી નેતા અને સમાજ પર મજબૂત પકડ ધરાવતા હોવા છતા કૉંગ્રેસમાં તેમની અવગણના કરવાના પ્રયાસો થયા હતા. હવે આ અવગણના કોંગ્રેસને ભારે પડી શકે છે.

    અશ્વિક કોટવાલ ઉપરાંત બનાસકાંઠાની દાંતા વિધાનસભા બેઠકના પૂર્વ ધારાસભ્ય વસંત ભટોળ ફરી એકવાર ભાજપમાં જોડાયા છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે કેસરિયો ખેસ પહેરાવીને વસંત ભટોળને પક્ષમાં આવકાર્યા હતા. વસંત ભટોળની સાથે 3 હજારથી વધારે સમર્થકો પણ ભાજપમાં જોડાયા હતા.

    અહીં ઉલ્લેખનીય છે કે, વસંત ભટોળ 2009ની પેટા ચૂંટણીમાં કોંગ્રેસનો ગઢ ગણાતી દાંતા બેઠક પરથી ધારાસભ્ય પદે ચૂંટાયા હતા.જો કે 2019માં વસંત ભટોળનાં પિતા પરથી ભટોળને કોંગ્રેસે લોકસભાની ટિકિટ આપી હતી. ત્યારબાદ વસંત ભટોળ ભાજપમાંથી રાજીનામું આપી કોંગ્રેસમાં જોડાયા હતા. વસંત ભટોળ દાંતા વિસ્તારમાં યુવા ટીમમાં સારૂ નેટવર્ક ધરાવે છે.

    ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અંગે મહત્વના સમાચાર જાણો

    વિસનગર  | મહેસાણા  | વડગામ  | અંજાર  |  વાવ  | દાહોદ  | દ્વારકા  |  વિજાપુર  | વલસાડ | સિધ્ધપુર  | ઘાટલોડિયા  | કડી  |  બાપુનગર  |  અમરેલી  |  સુરત પશ્વિમ  |  ખેરાલુ  |
    Published by:mujahid tunvar
    First published:

    Tags: Assembly elections 2022, Danta, Gujarat Assembly Elections 2022, Gujarat Elections

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन