બનાસકાંઠા : ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે. સત્તાધારી પક્ષ હોય કે વિપક્ષ તમામે જનતાને રિઝવવા માટે એડીચોટીનું જોર લગાવ્યું હતુ. બીજા તબક્કાના પ્રચાર માટે નેતાઓ ગુજરાતનો એકપણ ખૂણો બાકી નથી રાખવા માગતા. ક્યાંક મત માટે મોટી મોટી જનસભાનું સંબોધન કરાયું તો ક્યાંક સાડીઓ અને ટિફિનની લ્હાણી કરવામાં આવી.
બનાસકાંઠાના ડીસામાં ટિફિન લ્હાણીનો વીડિયો વાયરલ
ખેસ પહેરાલો વ્યક્તિ ટિફિનની લ્હાણી કરતો કેદ
લોકોને ટિફિન આપતા વ્યક્તિનો વીડિયો વાયરલ
પ્રવીણભાઈને મત આપવા અપીલ પણ કરાઈ
વાયરલ વીડિયો અંગે ન્યૂઝ 18ની કોઈ પુષ્ટી નહીં
એક તરફ જ્યાં ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન થઇ રહ્યું હતું ત્યારે બનાસકાંઠાના ડિસામાં લોકોને ટિફિનની લ્હાણી કરવામાં આવી રહી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. લોકોને ટિફિનની લ્હાણી કરતો ખેસ પહેરેલો વ્યક્તિ કેમેરામાં કેદ થયો હતો.
મહત્વની બાબત એ છે કે આ ટિફિનની લ્હાણી સાથે લોકોને ડીસાના ભાજપના ઉમેદવાર પ્રવીણ માળીને વોટ આપવાની અપીલ પણ કરવામાં આવી રહી હતી. જો કે આ વાયરલ વીડિયોની ન્યૂઝ 18 ગુજરાતી કોઇ પુષ્ટિ કરતું નથી.
આ વીડિયો વાયરલ થયા બાદ તે સ્પષ્ટ છે કે વોટ મેળવવા માટે નેતાઓ કઇ હદ સુધી જઇ શકે છે. વોટ મેળવવા માટે નેતાઓ અને કાર્યકર્તાઓ ભાન ભૂલીને લોકોને લાલચ આપી રહ્યાં છે. જણાવી દઇએ કે આ સિવાય અન્ય એક વીડિયો પણ વાયરલ થયો હતો જેમાં દાંતા વિધાનસભા વિસ્તારમાં ભાજપના ઉમેદવારને વોટ આપવા માટે લોકોને પૈસા અને સાડીની લ્હાણી કરવામાં આવી હતી.