Home /News /banaskantha /રાધનપુર: લવિંગજીનો વધુ એક વીડિયો વાયરલ, સંતવાણી કાર્યક્રમમાં કર્યો નોટોનો વરસાદ

રાધનપુર: લવિંગજીનો વધુ એક વીડિયો વાયરલ, સંતવાણી કાર્યક્રમમાં કર્યો નોટોનો વરસાદ

સંતવાણી કાર્યક્રમમાં લવિંગજીનો નોટો ઉડાવતો વીડિયો સામે આવ્યો છે.

Gujarat assembly election 2022: સતત બીજા દિવસે લવિંગજીનો વીડિયો વાયરલ થતાં ભારે ચર્ચા, આજે સંતવાણી કાર્યક્રમમાં લવિંગજીનો નોટો ઉડાવતો વીડિયો સામે આવ્યો છે.

  • News18 Gujarati
  • Last Updated :
  • Banas Kantha, India
    રાધનપુર: રાધનપુર ભાજપના ઉમેદવાર લવિંગજી ઠાકોરનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. સતત બીજા દિવસે લવિંગજીનો વીડિયો વાયરલ થતાં ભારે ચર્ચા થઇ રહી છે. ગઈકાલે તેમનો બાળકીને રુપિયા આપતો વીડિયો સામે આવ્યો હતો. જ્યારે આજે સંતવાણી કાર્યક્રમમાં લવિંગજીનો નોટો ઉડાવતો વીડિયો સામે આવ્યો છે. નોંધનીય છે કે, તેમણે ખુદ વીડિયો સોશિયલ મીડિયામાં શેર કર્યો છે.

    આચારસંહિતા ભૂલી નોટોનો વરસાદ કરતા જોવા મળ્યા

    રાધનપુર ભાજપના ઉમેદવાર લવિંગજી ઠાકોરનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં અપલોડ થયો છે. સાંતલપુરના વારાહી ગામે સંતવાણી કાર્યક્રમમાં લવિંગજીએ નોટોનો વરસાદ કર્યો હતો. લવિંગજીએ સંતવાણી કાર્યક્રમમાં લ્હાવો લેતા પૈસા ઉડાડ્યા હતા. આમ, લવિંગજી ચૂંટણી આચારસંહિતાનો ભંગ કરતા ફરી નજરે પડ્યા છે. ભાજપ ઉમેદવાર લવિંગજીએ ખુદ પોતાના ફેસબુક પેજ પર વીડિયો અપલોડ કર્યો છે. લવિંગજી ચૂંટણી આચારસંહિતા ભૂલી નોટોનો વરસાદ કરતા જોવા મળ્યા છે.


    આ પણ વાંચો: રાજ્યભરમાં 40 હજારથી વધુ લગ્નપ્રસંગ સાથે ચૂંટણી પ્રચાર, ઢોલૈયો માટે ચાંદી જ ચાંદી

    ગઇકાલે પણ લવિંગજી ઠાકોરનો વીડિયો થયો હતો વાયરલ

    ગઇકાલે પણ લવિંગજી ઠાકોરનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. સાંતલપુરના ગ્રામ્ય વિસ્તારમાં ચૂંટણી પ્રચાર અર્થે ગયેલા લવિંગજીના વીડિયોમાં રૂપિયા આપતા જોવા મળ્યા હતા. લવિંગજી આચારસંહિતાનો ભંગ કરતા નજરે ચડ્યા હતા. ભાજપ નેતા લવિંગજી ઠાકોરે ખુદ પોતાના ફેસબુક પર વીડિયો અપલોડ કર્યો હતો. પ્રચારમાં ગયેલા લવિંગજીનો સ્વાગત કરવા આવેલી દીકરીને 500 રૂપિયા આપતા જોવા મળી રહ્યા હતા.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: BJP Candidate, Gujarat Assembly Election 2022, Latest viral video

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन