Home /News /banaskantha /અમે 125 સીટો સાથે સરકાર બનાવીશું: ચૂંટણી પહેલા કોંગ્રેસ MLA ગેનીબેન ઠાકોરનો હુંકાર

અમે 125 સીટો સાથે સરકાર બનાવીશું: ચૂંટણી પહેલા કોંગ્રેસ MLA ગેનીબેન ઠાકોરનો હુંકાર

ગુજરાત વિધાનસભાની ચૂંટણી મામલે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરએ નિવેદન આપ્યું છે.

Gujarat Assembly Election 2022: કોંગ્રેસ MLA ગેનીબેન ઠાકોરનો ભાજપ પર પ્રહાર: તેઓ કયુ ગૌરવ લેવાના છે? સચિવાલયમાં ફાઇલો સળગાવીને આવ્યા એનું ગૌરવ લેવાનું છે?

  • News18 Gujarati
  • Last Updated :
  • Banas Kantha, India
    બનાસકાંઠા: ગુજરાત વિધાનસભાની ચૂંટણી મામલે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરએ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ભાજપ ચૂંટણીથી ભાગી રહી છે પણ મુદ્દત પૂરી થઇ ગઈ છે એટલે સમય મર્યાદામાં એમને ચૂંટણી આપવી પડે. હિમાચલની ચૂંટણી જાહેર કરી તો એ દિવસે ગુજરાતની પણ ચૂંટણી જાહેર કરી દેવી જોઈતી હતી. અમે કોંગ્રેસ પાર્ટી તરીકે જ્યારે ચૂંટણી આવે, અમે લડવા તૈયાર છીએ. અમે 125 સીટો સાથે સરકાર બનાવીશું.

    ...એ સમયે તારીખોની જાહેરાત કરશે

    ગેનીબેન ઠાકોરે કહ્યું કે, દેશના વડાપ્રધાન ભાજપના એક કાર્યકર હોય એમ ત્રણ-ત્રણ દિવસ ગુજરાત આવે છે. વડાપ્રધાન અને અમિત શાહ દિલ્હી અને ગુજરાત વચ્ચે અપડાઉન કરે છે. ડબલ એન્જિનવાળી સરકાર પણ નિષ્ફળ ગઇ હોય ત્યારે એમને બીજા રાજ્યોના મુખ્યમંત્રી અને વહીવટી તંત્રને મૂકીને ચૂંટણી માટે રાહ જુએ છે. એમને પોતાને મનોબળ હોય તો હિમાચલની ચૂંટણી જાહેર કરી ત્યારે ગુજરાતની ચૂંટણી પણ એ દિવસે જાહેર કરી દેવી જોઇતી હતી. હજુ તેમને લોકોને વાયદા આપી, બધું થાળે પાડી લાગે કે હવે વાતાવરણ સુધારામાં છે, એ સમયે તારીખોની જાહેરાત કરશે. અમે કોંગ્રેસ પાર્ટી તરીકે જ્યારે ચૂંટણી આવે ત્યારે લડવા સક્ષમ છીએ. અમે અમે 125 પ્લસ સીટો સાથે સરકાર બનાવીશું.


    આ પણ વાંચો: સર્વેમાં કોંગ્રેસ પર ભારે પડી આમ આદમી પાર્ટી, કોંગ્રેસનો સૌથી મોટો રેકોર્ડ તોડશે ભાજપ

    શેનું ગૌરવ લેવા આવવાના છે?

    ભાજપની ગૌરવયાત્રા બનાસકાંઠા આવવાની છે. તેઓ કયુ ગૌરવ લેવાના છે? સચિવાલયમાં ફાઇલો સળગાવીને આવ્યા એનું ગૌરવ લેવાનું છે? બનાસકાંઠામાં આવીને અનેક યોજનાઓની જાહેરાત કરી પરંતુ તેનું અમલીકરણ નથી થયું. લોકો સાથે ગદ્દારી કરી એનું ગૌરવ લેવાના છે? અસામાજિક તત્વો ખુલ્લેઆમ ફરે છે, એનું ગૌરવ લેવાનું છે? ગુજરાતને લાગે વળગે ત્યાં સુધી એક પણ બાબતે સરકાર ગૌરવ લઇ શકે તેમ નથી. 27 વર્ષનો લાંબો ગાળો રહ્યો છે, તો લોકપ્રિય હાથે મેદાને જવું જોઇએ. એમના કાર્યકરોની કોઇ ક્રેડિટ નથી. નેતાઓ-ધારાસભ્યો ભ્રષ્ટાચારમાં ગળાડૂબ છે. પોતાના દમ પર ચૂંટણી જીતી શકે એમ નથી, ત્યારે રોજે-રોજ કોંગ્રેસના કાર્યકરને દબાવીને ભાજપમાં જાહેરાત કરાવે છે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Banaskanth, Gujarat Assembly Elections 2022, Gujarat News

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन