Home /News /banaskantha /જીતીશ તો ખોળામાં નહીં ટોપલામાં દારૂ વેચાવડાવીશ: ભાજપ ઉમેદવારનો વીડિયો વાયરલ

જીતીશ તો ખોળામાં નહીં ટોપલામાં દારૂ વેચાવડાવીશ: ભાજપ ઉમેદવારનો વીડિયો વાયરલ

બનાસકાંઠાની દાંતા બેઠકના ભાજપ ઉમેદવારનો વીડિયો વાયરલ થયો છે.

Gujarat assembly election 2022: મતદારોને સંબોધતી વખતે દાંતા બેઠકના ભાજપ ઉમેદવાર લાતુભાઈ પારઘીએ દારૂબંધીના ધજાગરા ઉડાડ્યા. જેનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

  • News18 Gujarati
  • Last Updated :
  • Banas Kantha, India
    બનાસકાંઠા: બનાસકાંઠાની દાંતા બેઠકના ભાજપ ઉમેદવારનો વીડિયો વાયરલ થયો છે. લાતુભાઈ પારઘીનો વીડિયો વાયરલ થતાં હડકંપ મચ્યો છે. મતદારોને સંબોધતી વખતે લાતુભાઈ પારઘી દારૂ પર બોલ્યા હતા. જેનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં તેઓ કહી રહ્યા છે કે, કેટલાક લોકો ઈંગ્લિશ દારૂ ખુલ્લામાં વેચે છે. જીતીશ તો ખોળામાં નહીં ટોપલામાં દારૂ વેચાવડાવીશ. આ વીડિયો વાયરલ થતાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે, જ્યારે ન્યૂઝ18 ગુજરાતી વાયરલ વીડિયોની કોઇ પુષ્ટિ કરતું નથી.

    ભાજપના ઉમેદવારે દારૂબંધીના ધજાગરા ઉડાડ્યા

    દાંતા વિધનસભા બેઠક ભાજપના ઉમેદવારે દારૂબંધીના ધજાગરા ઉડાડ્યા હોવાનું સામે આવી રહ્યું છે. દારૂબંધીના લીરેલીરા ઉડાડતા ભાજપના ઉમેદવાર લાતુભાઈ પારઘીનો વીડિયો વાયરલ થયો છે. દાંતા 10 વિધાનસભા એસટી બેઠકના ભાજપના ઉમેદવાર લાધુ પારઘીનો વીડિયો સામે આવતાં રાજકીય ચર્ચા જાગી છે. વીડિયોમાં મતદારોને સંબોધતી વખતે તેઓ દારૂ પર બોલી રહ્યા છે કે, કેટલાક લોકો અંગ્રેજી દારૂ ખુલ્લામાં વેચે છે અને અમારી કેટલીક બહેનો સંતાડીને દેશી દારૂ વેચે છે. ચિંતા ના કરો, હું જીતી જઈશ તો ટોપલામાં દારૂ વેચાવડાવીશ. આ વિડીયો સામે આવતા હડકંપ મચ્યો છે.


    આ પણ વાંચો: જયનારાયણ વ્યાસે સિદ્ધપુર કોંગ્રેસ ઉમેદવાર માટે મત માગ્યા

    બેઠકની સ્થિતિ

    દાંતા વિધાનસભા બેઠક હેઠળ દાંતા તાલુકા અને અમીરગઢ તાલુકાના ગામોનો સમાવેશ થાય છે. આ વિધાનસભા બેઠક પર કુલ 2.10 લાખથી વધુ મતદારો છે. જેમાં 1, 04,418 પુરુષ મતદાર છે. જયારે 98000 જેટલી મહિલા મતદાર છે. આ વિધાનસભામાં કુલ 265 બુથ આવેલા છે.

    દાંતા બેઠક પર જ્ઞાતિ જાતિને સમીકરણો

    દાંતા વિધાનસભાના જ્ઞાતિ જાતિના સમીકરણની વાત કરીએ તો આ બેઠક પર આદિવાસી સમાજનું પ્રભુત્વ છે. તેમની સંખ્યા 83 હજારથી વધુ છે. બીજી તરફ ઠાકોર 23230, રાજપૂત 12582, મુસ્લિમ 11626, રબારી 7643, પ્રજાપતિ 6094, દલિત 6405, ચૌધરી પટેલ 3429 અને અન્ય 18067 છે. એકંદરે જોઈએ તો કુલ મતદારોના 42 ટકા જેટલા મતદારો આદિવાસી છે. આ ઉપરાંત આ બેઠક પણ આદિવાસી ઉમેદવાર માટે અનામત રાખવામાં આવતી હોય છે. જેના પગલે રાજકીય પક્ષો માટે ઉમેદવાર પસંદગીની તકો ઓછી રહે છે. પરિણામે પક્ષ પલટો વધુ જોવા મળે છે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: BJP Candidate, Gujarat Assembly Election 2022, Latest viral video

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन