આ નાસ્તા હાઉસ પર વહેલી સવારથી બપોર સુધી લોકોની ખાવા માટે ભારે ભીડ જામે છે.
ડીસાના ભગવતી નાસ્તા હાઉસના ગોટા અને બટાટા વડા ખુબ જ પ્રખ્યાત છે. અમરતલાલ પ્રજાપતિનાં ગોટા ખાવા લોકો દૂર-દૂરથી આવે છે . દિવસમાં માત્ર છ કલાક જ દુકાન ચલાવે છે.
Nilesh Rana, Banaskantha: બનાસકાંઠાના ડીસામાં જલારામ મંદિર પાસે આવેલી ભગવતી નાસ્તા હાઉસના ગોટા અને બટાટા વડા ખૂબ જ પ્રખ્યાત છે.છેલ્લા 16 વર્ષથી એક ટેસ્ટ હોવાથી લોકો દૂર દૂરથી ગોટા અને બટાટા વડાનો ટેસ્ટ માણવા લોકો અહીં આવે છે. દૂકાન પર વહેલી સવારથીજ ગ્રાહકોની ભારે ભીડ જામી જાય છે.
બનાસકાંઠાના ડીસામાં છેલ્લા 16 વર્ષથી જલારામ મંદિર પાસે અમરતલાલ પ્રજાપતિના ભગવતી નાસ્તા હાઉસના ગોટા અને બટાકા વડા ખૂબ જ ફેમસ છે. ભગવતી નાસ્તા હાઉસની કોઈ દુકાન નથી, એ એક રેગડી છે.
આ નાસ્તા હાઉસ પર ગોટા બનાવવામાં આવે છે, જેમાં પાલક અને લીલા મરચાથી ગોટા બનાવાય છે. તેમજ ચટાકેદાર બટાટા વડા પણ જેમાં લસણ, આદુ સહિતના અલગ અલગ મસાલાથી બનાવવામાં આવે છે.
આ નાસ્તા હાઉસના ગોટા એકદમ સોફ્ટ અને ઓઇલ વગરના હોવાથી તેનો ટેસ્ટ સારો હોય છે. ગોટા અને બટાટા વડા સાથે કઢી લીલા મરચા અને લીલી લસણની ચટણી હોય છે.જેમાં મરચા આદુ કોથમીર અને લસણથી લીલી ચટણી તૈયાર કરવામાં આવે છે.
દિવસમાં ફકત છ કલાક ચાલુ હોય છે
ભગવતી નાસ્તા હાઉસ સવારે 8 વાગે થી બપોરના 1 વાગ્યા સુધી ચાલુ હોય છે. છેલ્લા 16 વર્ષથી આ ભગવતી નાસ્તા હાઉસના ગોટા અને બટાટા વડા ખુબજ ફેમસ છે.
એક ડીશના 30 રૂપિયા છે. આ નાસ્તા હાઉસેવહેલી સવારથી જ લોકોની બટાકા વડા અને ગોટા ખાવા માટે ભારે ભીડ જામે છે.
આ જગ્યાએથી આવે છે લોકો
ભગવતી નાસ્તા હાઉસ પર લોકો દૂર દૂરથી ગોટા અને બટાટા વડાનો ટેસ્ટ ચાખવા આવે છે. તેમજ ડીસાના લોકો આ ભગવતી નાસ્તા હાઉસના બટાટા વડા અને ગોટાનો દરરોજ ટેસ્ટ લેવાનું ચૂકતા નથી.
છેલ્લા 16 વર્ષથી અમરતલાલ પ્રજાપતિના હાથે બનાવવામાં આવેલા ગોટા અને બટાકા વડાનો ટેસ્ટ એક જ હોવાથી લોકો પાટણ, બનાસકાંઠા અનેક તાલુકામાંથી તેમજ દૂર દૂરથી આ નાસ્તા હાઉસ ખાતે ગોટા અને બટાટા વડાનો ટેસ્ટ માણવા આવે છે.