બનાસકાંઠા જિલ્લો શિક્ષણની દ્રષ્ટિએ પછાત હોવાના કારણે જિલ્લાના શિક્ષકો દ્વારા શિક્ષણનું સ્તર ઉંચુ લાવવા માટે અનેક સ્પર્ધાત્મક કાર્યક્રમો દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. વિદ્યાર્થીઓએ ગ્લાસ પેન્ટિંગ અને મહેંદી કોમ્પિટિશનમાં ભાગ લીધું હતું
Nilesh Rana, Banaskantha: બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં આવેલી એન્જલ્સ સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોને અભ્યાસની સાથે સાથે અન્ય સેવાકીય પ્રવૃત્તિઓ કરવા માટે પ્રેરિત કરવામાં આવે છે.ઉપરાંત બાળકોમાં રહેલી જુદી જુદી શક્તિઓને ઉજાગર કરવા માટે વિવિધ સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવે છે.
આજે એન્જલસ સ્કૂલમાં શાળા દ્વારા ગ્લાસ પેઇન્ટિંગ અને મહેંદી કોમ્પીટીશન નું આયોજન કરાયું હતું જેમાં 100 થી વધુ બાળકોએ ગ્લાસ ઉપર જુદા જુદા સરસ પેન્ટિંગ કર્યા હતા જ્યારે બાળકીઓએ હાથ ઉપર જુદી જુદી પ્રકારની ડિઝાઇન વાળી મહેંદી મૂકી હતી.
બનાસકાંઠા જીલ્લો આમ તો અતિપછાત જીલ્લો માનવામાં આવે છે અને આ જિલ્લામાં શિક્ષણનું સ્તર ખૂબ જ ઓછું છે. પરંતુ બનાસકાંઠા જિલ્લાના શિક્ષકો દ્વારા બાળકોમાં રહેલી સુશક્તિ બહાર નીકળવા માટે અનેક કાર્યક્રમ થકી બાળકોને આગળ લાવવા પ્રયત્નો કરાયા છે.જેથી ધીમે ધીમે બનાસકાંઠા જિલ્લામાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ આવી રહી છે અને બનાસકાંઠા જિલ્લો હવે શિક્ષણ પ્રત્યે આગળ આવી રહ્યો છે.
આજે બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં આવેલી એન્જલ્સ સ્કૂલ દ્વારા બાળકોને અભ્યાસની સાથે અન્ય એક્ટિવિટી પણ કરવામાં આવે છે.જેમાં રમતગમત વિવિધ સ્પર્ધાઓ આ ઉપરાંત જુદા જુદા તહેવારો પર અનેક સેવા કિય કાર્યક્રમની ઉજવણી કરવામાં આવે છે.શિયાળાની ઋતુમાં બાળકો દ્વારા ગરમ વસ્ત્રો એકત્ર કરી ઝુપડપટ્ટીમાં રહેતા ગરીબ પરિવારને તેનું વિતરણ કરવામાં આવે છે.
આ ઉપરાંત બાળકો અભ્યાસની સાથે અન્ય એક્ટિવિટીમાં પણ આગળ આવે તેવા હેતુથી એન્જલ સ્કૂલમાં શાળા દ્વારા ગ્લાસ પેઇન્ટિંગ અને મહેંદી કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં 100 થી વધુ વિદ્યાર્થી ભાઈ બહેનોએ ગ્લાસ ઉપર જુદી જુદી પેન્ટિંગ કર્યું હતું ત્યારબાદ વિદ્યાર્થીનીઓએ એકબીજાના હાથ ઉપર જુદી જુદી ડિઝાઈનવાળી મહેંદી મૂકી હતી આ કોમ્પિટિશનમાં સારું પેન્ટિંગ અને સારી મહેંદી મુકનાર વિદ્યાર્થીઓને શાળા દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા