Home /News /banaskantha /Deesa: યુવતીઓ આ શીખી લેજો, એકલા બહાર નિકળતા ક્યારે નહી લાગે ડર

Deesa: યુવતીઓ આ શીખી લેજો, એકલા બહાર નિકળતા ક્યારે નહી લાગે ડર

200 થી વધુ બાળકીઓ અને મહિલાને નિઃશુલ્ક અપાય છે.તાલીમ

ડીસામાં રોટરી ક્લબ, ડીસા ડીવાઈનની મહિલાઓ દ્વારા યુવતીઓને સ્વરક્ષણની તાલીમ આપવામાં આવી રહી છે.તાલીમ શિબિરમાં 5 વર્ષ થી 18 વર્ષની યુવતીઓ જોડાય છે. 200 થી વધુ યુવતીઓ સ્વબચાવની તાલીમ લઈ રહી છે.

  • News18 Gujarati
  • Last Updated :
  • Banas Kantha, India
    Nilesh Rana,Banaskantha: વર્તમાન સમયમાં યુવતીઓની છેડતી અને સ્ત્રી અત્યાચારોની ઘટનાઓ બનતી રહે છે. આવી ઘટનાઓ સામે કિશોરીઓ અને મહિલાઓ પોતાનું રક્ષણ કરી શકે તે માટે સ્વબચાવની તાલીમ આપવામાં આવે છે.બનાસકાંઠા જિલ્લામાં રોટરી ડીવાઇનની મહિલાઓ દ્વારા યુવતીઓને નિ:શુલ્ક સ્વરક્ષણની તાલીમ આપવામાં આવી રહી છે અને 200 વધુ યુવતીઓ અત્યારે સ્વબચાવ માટેના દાવપેચ શીખી રહી છે.

    દેશમાં છેડતી અને સ્ત્રી અત્યાચારની ઘટનાઓ વધી રહી છે. આવી ઘટનાઓને પગલે ઘણીવાર બાળકીઓ પોતાનો અભ્યાસ અધવચ્ચે જ છોડી દે છે. સમાજની બદી સામે કિશોરીઓ અને મહિલાઓ બાળપણથી જ તૈયાર થઈ શકે તે માટે ડીસામાં રોટરી ક્લબ, ડીસા ડીવાઈનની મહિલાઓ દ્વારા ખાસ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.આ તાલીમ શિબિરમાં પાંચ વર્ષની બાળકીથી માંડી 18 વર્ષની કિશોરીઓ ભાગ લઈ રહી છે. અહીં સ્વબચાવ માટે કરાટે અને જુડોના દાવપેચ નિ:શુલ્ક શીખવવામાં આવી રહ્યા છે.

    ડીસાનાની ડાયમંડ સોસાયટીમાં ચાલી રહેલી શિબિરમાં અત્યારે 200 થી વધુ બાળકીઓ આપતકલીન સ્થિતિમાં પોતાનો સ્વબચાવ કેવી રીતે કરવો તેની તાલીમ મેળવી રહી છે. નિષ્ણાત ટ્રેનરો દ્વારા બાળકીઓને કરાટે અને જુડોના દાવપેચ શીખવવામાં આવી રહ્યા છે. શિબિરના આયોજકોએ જણાવ્યું હતું કે,સમાજમાં છેડતી જેવા બદીઓ સામે યુવતીઓએ આજના સમયમાં આત્મવિશ્વાસથી લડવું જરૂરી છે અને આવા કપરા સમયનો સામનો કેવી રીતે કરવો તેની પણ ખાસ તાલીમ આપવામાં આવી રહી છે.

    બે ટ્રેનરો દ્વારા સ્વરક્ષણ તાલીમ આપવામાં આવે

    તાલીમ શિબિરમાં પોતાના સ્વબચાવની તાલિમ લેવા માટે આવી રહેલી 200થી વધુ વિધાર્થિનીઓને અત્યારે કપરા સમયમાં સ્વબચાવ કેવી રીતે કરવો તેની તાલીમ નિષ્ણાત ટ્રેનરો દ્વારા આપવામાં આવી રહી છે.નિષ્ણાત ટ્રેનરો જણાવ્યું હતું કે,તલવારબાજી, કરાટે, લાઠી, હાઈ કીક, બેક કીકજેવી સ્વરક્ષણ તાલીમ આપવામાં આવે છે.

    યુવતીઓ તાલીમ મેળવી આત્મનિર્ભર બની

    ડીસામાં રોટરી ક્લબ, ડીસા ડીવાઈન સંસ્થા દ્વારા યુવતીઓની થતી છેડતીઓ સામે તેનો કેવી રીતે પ્રતિકાર કરી શકે તે અંગે નિ:શુલ્ક તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ તાલીમ શિબિરમાં તાલીમ લેવા માટે આવી રહેલી બાળકીઓ પણ આ તાલીમ મેળવીને આત્મનિર્ભર બનતી હોવાની કબૂલાત કરી હતી. ભવિષ્યમાં તેમણે મળેલી તાલીમ ઘણી જ ઉપયોગી સાબિત થઈ શકે તેમ છે.
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: Banaskanatha, Girls, Local 18, Protection

    विज्ञापन
    विज्ञापन