Home /News /banaskantha /ગુજરાતમાં બહારના અધિકારીઓ વહીવટ કરે છે, બે વાર સરકાર બદલી, પ્રધાનમંડળ બદલ્યું, મુખ્યમંત્રી બદલ્યાઃ ગેનીબેન

ગુજરાતમાં બહારના અધિકારીઓ વહીવટ કરે છે, બે વાર સરકાર બદલી, પ્રધાનમંડળ બદલ્યું, મુખ્યમંત્રી બદલ્યાઃ ગેનીબેન

કોંગ્રેસના ગેનીબેન ઠાકોરે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા.

બનાસકાંઠામાં કોંગ્રેસની યુવા પરિવર્તન યાત્રા આજે થરાદ પહોંચી હતી અને ત્યાં અશોક ગેહલોત અને ગેનીબેન ઠાકોરે જનસભા સંબોધી હતી. તેમાં ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા.

    કિશોર તુંવર, બનાસકાંઠાઃ કોંગ્રેસની યુવા પરિવર્તન યાત્રા આજે બનાસકાંઠાના થરાદમાં પહોંચી હતી. ત્યારે આ પ્રસંગે ત્યાં વિશાળ જનસભા યોજવામાં આવી હતી. તેમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત સહિત કોંગ્રેસના નેતાઓએ જનતાને સંબોધન કર્યુ હતુ અને ભાજપ સરકાર પર વિવિધ પ્રશ્નોને લઈને આકરા પ્રહાર કર્યા હતા. આ ઉપરાંત અનેક આક્ષેપ કર્યા હતા.

    ગુજરાતમાં બહારના અધિકારીઓ વહીવટ કરે છેઃ ગેનીબેન


    વાવના કોંગ્રેસની ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે શંકર ચૌધરી પર આડકતરું નિશાન સાધતા કહ્યુ હતુ કે, ‘ગુજરાતમાં 27 વર્ષોમાં અનેક જગ્યાએ લઠ્ઠાકાંડ થયા હતા. પોલીસે બુટલેગરોને પકડ્યાં પણ કાયદો અને વ્યવસ્થા કથળી ગઈ છે. ગઈ વિધાનસભામાં સમગ્ર ગુજરાતે જોયું કે કન્ટેનર ભરીને રાજસ્થાનથી હિટલર નામનો દારૂ લાવી ધરણીધર જેવા પવિત્રધામમાં વેચાયો હતો. ફરીથી તેઓ આવું ન કરે અને યુવાનો આમાં ફસાય નહીં તે માટે વિનંતી છે. ગુજરાતમાં અધિકારી રાજ ચાલે છે. બધાને ખબર છે કે આઉટસ્ટેટના અધિકારીઓ અહીં આવીને વહીવટ કરતા હોય છે. ડબલ વખત સરકાર બદલવી પડી અને પ્રધાનમંડળ બદલવું પડ્યું છે. મુખ્યમંત્રી બદલવા પડ્યા છે. એમને પોતાના પર પણ ભરોસો નથી એટલે એમને કહેવું પડ્યું, ભાજપના પદાધિકારીઓથી માંડીને મંત્રીઓ ભ્રષ્ટાચારથી ખદબદી રહ્યા છે.’

    આ પણ વાંચોઃ એવું નથી કે કોંગ્રેસ કંઇ કરી રહી નથી: ગેહલોત

    ભાજપ પર આકરા પ્રહાર કર્યા


    રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતે પણ ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યુ હતુ કે, ‘અમારું રાજ્ય પડોશમાં છે, આપણું આવવું જાવું રહે છે. બાય ઇલેક્શનમાં ગુલાબસિંહ રાજપૂતને જીત અપાવી તે બદલ હું તમને અભિનંદન આપું છું. આવો નેતા વિધાનસભામાં જાય તો તમારી રજૂઆત ધારદાર કરે છે. આ વખતે પણ ગુલાબસિંહને ફરીથી આશીર્વાદ આપજો. કોરોનામાં રાજસ્થાનમાં મફત ઈલાજ થયો અમદાવાદની જેમ પૈસા આપવા ન પડ્યાં. અમે રાજસ્થાનમાં 10 લાખનો વીમો લાવ્યાં તે હિન્દુસ્તાનમાં ક્યાંય નથી જેમાં ઈલાજ મફત થાય છે. અમારે ત્યાં ઇન્દિરા ગાંધીના નામે 8 રૂપિયે ભરપેટ ભોજન મળે છે. ગુજરાતમાં 27 વર્ષથી ભાજપનું સાશન છે. ખૂબ જ ભ્રષ્ટાચાર વધ્યો છે. પહેલાં ગુજરાતની સડકો સારી હતી, હવે ખરાબ થઈ ચૂકી છે. અમે 500 રૂપિયે ગેસનો સિલિન્ડર કરવાની વાત કરી તો કાલે PNG-CNGનાં ભાવ ઓછાં કરવાની વાત થઈ. ગુજરાતમાં ગરીબ માણસોની દશા ખૂબ જ ખરાબ છે. તમારા હાથમાં મોકો છે. તમે અહીંથી ગુલાબસિંહને જીતાડો. ભાજપને 4 વર્ષોમાં જ બધાને બદલી નાખ્યાં. મોદી સામે ઇલેક્શન કમિશનની પણ નથી ચાલતી. હિમાચલ પ્રદેશમાં ચૂંટણી જાહેર કરી અહીંયા કેમ ના કરી. મોદી-અમિત શાહના કામ બાકી છે. આ વખતે ગુજરાતમાં પરિવર્તન લાવીને કોંગ્રેસની સરકાર લાવજો.’
    Published by:Vivek Chudasma
    First published:

    Tags: Ashok Gehlot, Banaskantha News, Geniben thakor

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन