Home /News /banaskantha /Geniben Thakor: કોંગ્રેસના ગેનીબેન ઠાકોરે જાહેર મંચ પરથી કોંગ્રેસ પર કટાક્ષ કરી ભાજપના વખાણ કર્યા

Geniben Thakor: કોંગ્રેસના ગેનીબેન ઠાકોરે જાહેર મંચ પરથી કોંગ્રેસ પર કટાક્ષ કરી ભાજપના વખાણ કર્યા

ગેનીબેન ઠાકોર - ફાઇલ તસવીર

Geniben Thakor: કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ભાજપના વખાણ કર્યા છે. કોંગ્રેસની કારમી હાર બાદ ગેનીબેને જાહેર મંચ પરથી વિરોધી પાર્ટી ભાજપના વખાણ કર્યા છે.

  • News18 Gujarati
  • Last Updated :
  • Banas Kantha, India
    બનાસકાંઠાઃ કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ભાજપના વખાણ કર્યા છે. કોંગ્રેસની કારમી હાર બાદ ગેનીબેને જાહેર મંચ પરથી વિરોધી પાર્ટી ભાજપના વખાણ કર્યા છે. ગેનીબેને ઠાકોરે ભાજપની સ્ટ્રેટેજીના વખાણ કરી, કોંગ્રેસ પર પ્રહાર કર્યો હતો.

    ગેનીબેને કોંગ્રેસ પર કટાક્ષ કર્યો


    ગેનીબેને ઠાકોરે જાહેર મંચ પરથી કોંગ્રેસ પર કટાક્ષ કરતા કહ્યું હતું કે, ‘કોંગ્રેસના આગેવાનો-નેતાઓ અમે બધા, ACવાળી કારના કાચ ખોલવા નથી. પરિશ્રમ નથી કરવો. આ ભાજપવાળા બીજું તો એમનું હશે, ઠીક છે... એ વહીવટી તંત્રનો દુરુપયોગ કરે. પૈસા સામ,દામ, દંડ, ભેદ.. પણ એ મહેનત કરે છે.’


    ભાજપની સ્ટ્રેટેજીના વખાણ કર્યા


    ગેનીબેને ભાજપની સ્ટ્રેટેજીના વખાણ કરતા કહ્યું હતું કે, ‘તમે ભાજપની સ્ટ્રેટેજી જોવો. એ આખી સરકાર બદલી નાંખે તો પણ કોઈ કાંઈ ના બોલે, મુખ્યમંત્રી બદલી નાંખે તોય કોઈ કંઈ ના બોલી શકે. ટિકિટ જેની જેટલી કાપવી હોય તેટલી કાપી નાંખે. આપણે તો હવે હજુ કાંઈ વધ્યું જ નથી, તો હવે શેના ભાગ પાડવાના રહી ગયા એ જ ખબર પડતી નથી.’
    Published by:Vivek Chudasma
    First published:

    Tags: Banankatha News, Bjp gujarat, Congress Gujarat, Geniben thakor

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन