Home /News /banaskantha /Politics of Gujarat: કોંગ્રેસ-બીજેપી વચ્ચે શાબ્દિક યુદ્ધ, ગેનીબેનનાં અપશબ્દોનો ભાજપે આપ્યો સણસણતો જવાબ

Politics of Gujarat: કોંગ્રેસ-બીજેપી વચ્ચે શાબ્દિક યુદ્ધ, ગેનીબેનનાં અપશબ્દોનો ભાજપે આપ્યો સણસણતો જવાબ

કોંગ્રેસની જનવેદના સભામાં ગેનીબેન ઠાકોરે રાજ્યમાં મહિલાઓની સુરક્ષા મુદ્દે સરકાર પર પ્રહાર દરમિયાન અપશબ્દનો ઉપયોગ કર્યો હતો.

આ દરમિયાન બનાસકાંઠા (banaskantha)ના વાવમાં કોંગ્રેસ દ્વારા જનવેદના સભા આયોજિત કરાઈ હતી. જ્યાં વાવ, થરાદ અને વડગામ ધારાસભ્યોએ હાજરી આપી હતી પરતુ આ જનસભામાં એક મોટો વિવાદ ઉભો થઇ ગયો છે. જાહેરસભા પરથી જ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર (MLA Geniben Thakor)ભાન ભૂલ્યા હતા અને તેઓએ સત્તાધારી પક્ષ પર પ્રહારો કર્યા હતા અને આ દરમિયાન તેમણે અશોભનિય ભાષાનો ઉપયોગ કર્યો હતો.

વધુ જુઓ ...
ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 (Gujarat Assembly Election 2022) લઇ હવે બ્યુગુલ ફુંકાઇ ગયું હોય તેમ રાજ્યના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ગુજરાતના રાજકારણ (Politics of Gujarat)માં અચાનકથી ગરમાવો આવ્યા બાદ કોંગ્રેસ પાર્ટી અને બીજેપી (Congress-BJP) વચ્ચે શાબ્દિક યુદ્ધ છેડાઇ ગયું હોય તેમ સામસામા નિવેદનો કરી રહ્યા છે.

જોકે આ દરમિયાન બનાસકાંઠા (banaskantha)ના વાવમાં કોંગ્રેસ દ્વારા જનવેદના સભા આયોજિત કરાઈ હતી. જ્યાં વાવ, થરાદ અને વડગામ ધારાસભ્યોએ હાજરી આપી હતી પરતુ આ જનસભામાં એક મોટો વિવાદ ઉભો થઇ ગયો છે. જાહેરસભા પરથી જ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર (MLA Geniben Thakor)ભાન ભૂલ્યા હતા અને તેઓએ સત્તાધારી પક્ષ પર પ્રહારો કર્યા હતા અને આ દરમિયાન તેમણે અશોભનિય ભાષાનો ઉપયોગ કર્યો હતો.



કોંગ્રેસની જનવેદના સભામાં ગેનીબેન ઠાકોરે રાજ્યમાં મહિલાઓની સુરક્ષા મુદ્દે સરકાર પર પ્રહાર દરમિયાન અપશબ્દનો ઉપયોગ કર્યો હતો. જાહેર મંચ પરથી પ્રજાના આ પ્રતિનિધિના બોલથી પ્રજામાં પણ ગણગણાટ શરૂ થયો હતો. ગેનીબેન ઠાકોરે આ જનસભામાં રાજ્યની મહિલાઓની છેડતી અને તેમની સુરક્ષાને લઇ રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને રાજકીય હુંસાતુંસી અશોભનીય શબ્દોનો પ્રયાગ કર્યો હતો.

આ પણ વાંચો- પહેલા P. Chidambaram એ ઈંધણની કિંમતોમાં ઘટાડા માટે કેન્દ્ર પર સાધ્યું નિશાન, હવે પોતાની ભૂલ સ્વીકારી

કોંગ્રસની આ જનસભામાં ગેનીબેને જાહેરમાં જનમેદની સામે અપશબ્દનો ઉપયોગ કર્યો હતો. ત્યારે ભાજપે પણ ગેનીબેનના આ નિવેદન પર પ્રતિક્રિયા આપતા જણવ્યું છે કે, કોંગ્રેસી લોકો સતત હારના કારણે બેબાળકા બની ગયા છે. ભાજપ નેતા હિતેન્દ્ર પટેલે પ્રહાર કરતા કહ્યું કે, સતત હારના કારણે તેઓ બેબાકળા બની ગયા છે અને તેથી જ તેઓ વાણીવિલાસ કરી રહ્યા છે.

આ પણ વાંચો- Video: અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર ખાદ્યતેલ ભરેલું ટેન્કર પલટી મારતા રોડ પર ઢોળાયેલું તેલ ભરવા લોકોની પડાપડી

ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠાના વાવમાં કોંગ્રેસ દ્વારા જનવેદના સભા આયોજિત કરાઈ હતી. વાવ, થરાદ અને વડગામ ધારાસભ્યની આગેવાનીમાં જનવેદના સભાનો પ્રારંભ કરાયો હતો. ત્યારે કોંગ્રેસની જનવેદના સભામાં ધારાસભ્ય ગેનીબેન ઠાકોરની જીભ લપસી હતી.
First published:

Tags: Geniben thakor, Gujarat Assembly Elections 2022, Gujarat Elections, Jignesh Mevani, ગુજરાત ચૂંટણી 2022