Home /News /banaskantha /'પાન-મસાલા ખાતા જાઓ અને જય અંબે બોલતા જાઓ,' અંબાજી જતા ભક્તો માટે 'ગુટખા'ની સેવા!

'પાન-મસાલા ખાતા જાઓ અને જય અંબે બોલતા જાઓ,' અંબાજી જતા ભક્તો માટે 'ગુટખા'ની સેવા!

ગુટખા સેવાથી લોકોમાં નારાજગી

Ambaji Gutkha viral Video: વીડિયોમાં એક કારમાં અસંખ્ય ગુટખાની પડીકીઓ લટકતી જોઈ શકાય છે. સાથે જ અહીં માઇક વડે જાહેરાત કરવામાં આવી રહી છે કે, "પાન મસાલા ખાતા જાઓ અને જય અંબે બોલતા જાઓ." ગુટખાની સેવા કરતો આ ઇસમ પોલીસ કે તંત્રને ધ્યાને કેમ ન આવ્યો તે પણ મોટો સવાલ છે.

વધુ જુઓ ...
    બનાસકાંઠા: અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળાનો આજે અંતિમ દિવસ છે. દર વર્ષે અંબાજીના મેળામાં હાજરી આપવા માટે લાખોની સંખ્યામાં ભક્તો પગપાળા અંબાજી જતા હોય છે. બીજી તરફ ભક્તોને રસ્તામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે વિવિધ સંસ્થાઓ અને સમાજસેવી લોકો ખાવા-પીવાથી લઈને અન્ય વ્યવસ્થા કરતા હોય છે. જોકે, આ વખતે પગપાળા જતા ભક્તો માટે કોઈએ 'ગુટખાની સેવા' શરૂ કરતા લોકોમાં નારજગી વ્યાપી છે. આ અંગેનો વીડિયો પણ હાલ વાયરલ થયો છે. જેમાં જોઈ શકાય છે કે કોઈ કાર ચાલક પગપાળા જતા ભક્તોને ગુટખાની સેવા આપી રહ્યો છે.

    વીડિયોમાં એક કારમાં અસંખ્ય ગુટખાની પડીકીઓ લટકતી જોઈ શકાય છે. સાથે જ અહીં માઇક વડે જાહેરાત કરવામાં આવી રહી છે કે, "પાન મસાલા ખાતા જાઓ અને જય અંબે બોલતા જાઓ." ગુટખાની સેવા કરતો આ ઇસમ પોલીસ કે તંત્રને ધ્યાને કેમ ન આવ્યો તે પણ મોટો સવાલ છે. આ ઉપરાંત વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે પગપાળા અંબાજી જતા લોકો ગુટખાની પડીકીઓ સાથે લઈને જઈ રહ્યા છે. બીજી તરફ ગુટખા સેવાને લઈને લોકો નારાજ જોવા મળી રહ્યા છે.

    આ પણ વાંચો:  પગપાળા અંબાજી જતા પદયાત્રીઓને જીપે અડફેટે લીધા, બે લોકોનાં મોત

    આ બાબત ચર્ચાનો વિષય પણ બની છે. કારણ કે અત્યારસુધી તમે જમવાની કે પછી ચા-પાણીની સેવા જોઈ હશે. ગુટખાની સેવા વિશે સાંભળ્યું નહીં હોય! એવી પણ શક્યતા છે કે કોઈએ ગુટખાના માર્કેટિંગ માટે આવી કીમિયો અપનાવ્યો હોઈ શકે છે. જોકે, આવા તત્વો સામે તંત્ર કે પોલીસ કાર્યવાહી કરે તે જરૂરી છે.


    અંબાજી મેળાનો અંતિમ દિવસ


    આજે અંબાજીના ભાદરવી પૂનમના મેળાનો અંતિમ દિવસ છે. આજે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મા અંબાના દર્શન કરવા માટે અંબાજી પહોંચી ગયા છે. એક અંદાજ પ્રમાણે છેલ્લા પાંચ દિવસમાં મંદિરમાં 1.90 કરોડ રૂપિયાની આવક થઈ છે. આજે છેલ્લો દિવસ હોવાથી વહેલી સવારથી જ 'બોલ માડી અંબે'ના નાદ સાથે ભક્તોનો ધસારો જોવા મળ્યો છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Temple, અંબાજી, વાયરલ વીડિયો

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन