બનાસકાંઠા સહિત ગુજરાતના અનેક જિલ્લાઓમાંથી લોકો મરચા ખરીદવા આવે છે.
થરાના ફેમસ મરચા ખરીદવા લોકોની લાઈનો લાગે છે. ગુજરાતના અનેક વિસ્તારથી લોકો અહીં લેવા આવે છે.જેમાં દેશી મરચાં, કાશ્મીરી મરચા, પટની મરચા અને રેશમ પટ્ટી મરચાની ડિમાન્ડ ખુબજ વધુ હોય છે.
Nilesh Rana Banaskantha: બનાસકાંઠા જિલ્લામાં આવેલ કાંકરેજ પંથકના થરા વિસ્તારમાં અનેક ગામોમાં આજથી 35 વર્ષ પહેલા મોટા પ્રમાણમાં દેશી મરચાની ખેતી થતી હતી. જેથી આ વિસ્તારના મરચાની ખૂબ જ ડિમાન્ડ હોવાથી જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં થી થરાના મરચા લેવા માટે લોકો આવે છે.
કોઈ પણ રસોઈને સ્પાઈસી અને સ્વાદિષ્ટ બનાવવા મુખ્ય ભૂમિકા ભજવનાર મરચાં ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ વિસ્તારમાં આવેલા થરામાં આજથી ૩૫ વર્ષ પહેલા દેશી મરચાની મોટા પ્રમાણમાં ખેતી થતી હતી. જેથી આ વિસ્તારના દેશી મરચાની સમગ્ર ગુજરાત ભરમાંથી માંગ ઉઠવા પામી હતી.
અત્યારે મરચા થી મશહૂર બનેલા આ થરા વિસ્તારમાં મોટા પ્રમાણમાં મરચાની દુકાનો આવેલી છે. જેમાં અલગ અલગ ચાર પ્રકારના મરચા મળી રહ્યા છે. જેમાં થરાનું પ્રખ્યાત દેશી મરચું, રેશમ પટ્ટી મરચું, કાશ્મીરી મરચું અને પટની મરચું મળવાથી આ વિસ્તારના મરચા ખુબજ પ્રખ્યાત છે.અને મોટા પ્રમાણમાં મરચાનું વેચાણ થઈ રહ્યું છે.
આ પ્રકારના મરચા આટલો છે ભાવ જાણો.
કાંકરેજના થરા વિસ્તારમાં છેલ્લા 35 વર્ષથી મરચા ખૂબ જ પ્રખ્યાત છે.અહીંના મરચાના વેપારી તુષારભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે આ વિસ્તારના છેલ્લા 35
વર્ષથી મરચાના વેપાર સાથે સંકળાયેલા છીએ કારણકે આ કાંકરેજ પંથકમાં આવેલા થરા,ખારીયા, ટોટાણા, ઘાટ કોડ સહિત અન્ય ગામોમાં મોટા પ્રમાણમાં દેશી મરચાની ખેતી થતી હતી.
અત્યારે પણ અનેક ગામોમાં દેશી મરચાની ખેતી થાય છે. માર્કેટમાં મોટા પ્રમાણમાં દેશી મરચા થરા વિસ્તારમાં આવી રહ્યા છે. થરા વિસ્તારમાં ચાર પ્રકારના મરચા મળી રહ્યા છે.જેમાં દેશી મરચાં, કાશ્મીરી મરચા, પટની મરચા અને રેશમ પટ્ટી મરચાની ડિમાન્ડ ખુબજ વધુ હોય છે.
થરાના પ્રખ્યાત દેશી મરચાં જે 400થી લઇ 450 રૂપિયા કિલો,રેશમ પટ્ટી મરચા 450થી લઈ 500 રૂપિયા કિલો,કાશ્મીરી મરચા 800થી લઈ 900 કિલો માં વેચાઈ રહ્યા છે.થરાના મરચા ખૂબજ પ્રખ્યાત હોવાના કારણે લોકો અહીં મોટી સંખ્યામાં મરચા ખરીદવા આવતા હોય છે. અહી મરચાની અનેક દુકાનો આવેલી છે.