Home /News /banaskantha /Banaskantha: હવે ડીસાથી દ્વારકાધીશનાં દર્શન થશે સરળ, આ ટ્રેન શરૂ કરાઈ, જાણો સમય
Banaskantha: હવે ડીસાથી દ્વારકાધીશનાં દર્શન થશે સરળ, આ ટ્રેન શરૂ કરાઈ, જાણો સમય
સૌપ્રથમ ટ્રેન શરૂ કરવામાં આવી છે જેથી હવે દ્વારકા માટે જતા શ્રદ્ધાળુ થશે લાભ.
ડીસાથી દ્વારકા જવા માટે સૌપ્રથમ વખત ટ્રેન શરૂ કરવામાં આવી છે. ડીસાનાં લોકોની માંગ હતી. આ ટ્રેન શરૂ થતા દ્વારકા તીર્થયાત્રા માટે જતા શ્રદ્ધાળુઓને મોટો લાભ થશે.
Nilesh Rana, Banaskantha: બનાસકાંઠાના ડીસા થી દ્રારકા જવા માટે વર્ષોથી લોકોની માંગણીને ધ્યાનમાં રાખી રેલવે વિભાગ દ્વારા સૌપ્રથમ ટ્રેન શરૂ કરવામાં આવી છે. જેથી હવે દ્વારકા તીર્થયાત્રા માટે જતા શ્રદ્ધાળુઓને મોટો લાભ થશે.
શિયાળાની ઋતુમાં વધારાના મુસાફરોની અવરજવરને ધ્યાનમાં રાખીને રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે બિકાનેર-ઓખા-બીકાનેર સાપ્તાહિક વિશેષ (02 ટ્રીપ્સ) રેલ સેવા ચલાવવામાં આવી રહી છે. જેમા ગાડી 2 સેકન્ડ એસી, 7 થર્ડ એ.સી અને દ્રિતીય શયનયાન 4 ડબ્બા અને કુલ 20 ડબ્બા રહેશે અને 2 ગાર્ડ રહેશે. ઉત્તર પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી કેપ્ટન શશિ કિરણે જણાવ્યું હતું કે, ટ્રેન નંબર 04715, બીકાનેર-ઓખા સાપ્તાહિક વિશેષ તા.10.01.23 અને 17.01.23 (02 ટ્રીપ) દર મંગળવારે 15.50 કલાકે બિકાનેરથી ઉપડશે અને 16.00 કલાકે ઓખા પહોંચશે.
ટ્રેન નંબર 04716 ઓખા-બીકાનેર સાપ્તાહિક વિશેષ ટ્રેન સેવા તા.11.01.23 અને 18.01.23 (02 ટ્રીપ્સ) દર બુધવારે ઓખાથી 18.30 કલાકે ઉપડશે અને ગુરુવારે 17.00 કલાકે બિકાનેર પહોંચશે. આ ટ્રેન સેવા નોખા, નાગૌર, મેડતા રોડ, જોધપુર, લુની, સમદડી, મોકલસર, જાલોર, મોદરન, મારવાડ ભીનવાલ, રાનીવાડા, ભીલડી જં, મહેસાણા, વિરમગ્રામ, સુરેન્દ્રનગર, રાજકોટ, હાપા અને દ્વારકા સ્ટેશનો પર ઉભી રહેશે.
ડીસાનાં વિસ્તારનાં લોકોની વર્ષો જુની માંગ પુરી થઇ
ડીસા સહિત આજુબાજુના વિસ્તારના લોકોની ડીસાથી દ્વારકા જવા માટે સીધી ટ્રેન મુકવા માટેની વર્ષોથી માગણી હતી, જેને પગલે હવે રેલવે વિભાગ દ્વારા ડીસામાં ભીલડીથી દ્વારકા સુધી સીધી ટ્રેન શરૂ થતાં અનેક શ્રદ્ધાળુ અને તેનો મોટો લાભ થશે.