Home /News /banaskantha /Video: ઠગ પાંચ ભૂવાઓએ બે ભાઈઓ સાથે 35 લાખની છેતરપિંડી આચરી, પછી વીડિયોથી માફી માંગી!

Video: ઠગ પાંચ ભૂવાઓએ બે ભાઈઓ સાથે 35 લાખની છેતરપિંડી આચરી, પછી વીડિયોથી માફી માંગી!

ભૂવાએ વીડિયો મોકલીને માફી માગી

Video: બનાસકાંઠાના ધાનેરામાં બનેલી છેતરપિંડીની ઘટનામાં આરોપી ઠગ ભૂવાએ માફી માગી છે. શંકર રબારી નામના ભુવાએ વીડિયો શેર કરી માફી માગી છે. ઉલ્લેખનીય છે કે, બે ભાઈઓ સાથે 35 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી હતી.

  • News18 Gujarati
  • Last Updated :
  • Banas Kantha, India
બનાસકાંઠાઃ ધાનેરામાં બનેલી છેતરપિંડીની ઘટનામાં આરોપી ઠગ ભૂવાએ માફી માગી છે. શંકર રબારી નામના ભુવાએ વીડિયો શેર કરી માફી માગી છે. આ વીડિયોમાં ભોગ બનનારા રમેશભાઈના ઘરે સુખ-શાંતિ રહે તેવી વાત કરી છે. મહત્ત્વનું છે કે, ભૂવાએ ભેગા થઈને 1 કરોડમાં દુખ દૂર કરવાનું કહીને બે ભાઈ પાસેથી 35 લાખ રૂપિયા પડાવ્યા હતા. ત્યારબાદ ભોગ બનનારા ભાઈઓએ ધાનેરા પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે.

ધાનેરાના બે ભાઈઓને છેતર્યા


ધાનેરાના ગોલા ગામમાં શંકર રબારી નામના ભુવાજીએ વીડિયો વાયરલ કર્યો હતો. આ વીડિયોમાં તેમણે અઢારેય આલમની માફી માગી હતી. ધાનેરા અને થરાદના પાંચ જેટલા ભુવાઓએ ભેગા મળીને ધાનેરાના બે ભાઈઓ સાથે છેતરપિંડી આચરી હતી. તેમણે દુખ દૂર કરવા માટે 1 કરોડ રૂપિયા આપવાની વાત કરી હતી. જેમાંથી બંને ભાઈઓએ 35 લાખ જેટલા રૂપિયા આપી દીધા હતા. પરંતુ વિધિ થયા બાદ છેતરાઈ ગયા હોવાની જાણ થતા તેમણે ધાનેરા પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી.

આ પણ વાંચોઃ ભૂત પ્રેત ભગાડવાના નામે છેતરપિંડીનો બનાવ, તાંત્રિક હોવાનો ઢોંગ કરી દંપતીને લાખોનો ચૂનો લગાવ્યો

ઉછીના 35 લાખ રૂપિયા આપ્યાં


મળતી માહિતી પ્રમાણે, ઢોંગી ભુવાઓએ પીડિત ભાઈઓને કહ્યુ હતુ કે, ‘ઘરમાં 85 વર્ષથી માતા મૂકી છે. તેથી બાધા રાખવી પડશે.’ ત્યારે બંને ભાઈઓ ભૂવાની વાતમાં આવી ગયા હતા. ત્યારબાદ બંનેએ 20 લાખ અને 15 લાખ રૂપિયા ઉછીના લાવીને આપ્યા હતા. આ ઉપરાંત 1.70 લાખ રૂપિયાની ચાંદીની પાટ પણ આપી હતી.


વીડિયોને આધારે પોલીસ ફરિયાદ નોંધાવી


વીડિયોમાં જોઈ શકાય છે કે, લોકો દેશી મારવાડી ભાષામાં વાતચીત કરે છે. ભૂવાની આગળ 500-500 રૂપિયાની નોટોના બંડલ મૂકવામાં આવ્યા છે. દરેક બંડલ પર ચિઠ્ઠી મૂકવામાં આવી છે. ભૂવાઓ સાંકેતિક ભાષામાં વાત કરી રહ્યા છે. વિધિ માટે પરિવારના સભ્યોને જ અંદર બેસાડ્યા છે. બાકીના કોઈને અંદર પ્રવેશ આપવામાં આવતો નથી. ત્યારબાદ ભૂવાઓ રૂપિયા લઈને ફરાર થઈ ગયા હતા. આ ઘટના બાદ ભાઈઓએ પોલીસ ફરિયાદ કરી હતી.
First published:

Tags: Banaskantha Crime, Banaskantha Crime News, Banaskantha News