Home /News /banaskantha /Deesa: ખેડૂતોએ વાવેતરની પદ્ધતિ બદલી અને તરબૂચ તથા શક્કર ટેટી વાવ્યા, થઇ ગઇ કમાલ

Deesa: ખેડૂતોએ વાવેતરની પદ્ધતિ બદલી અને તરબૂચ તથા શક્કર ટેટી વાવ્યા, થઇ ગઇ કમાલ

X
ચાલુ

ચાલુ વર્ષે અત્યાર સુધી તરબૂચ અને શક્કરટેટીના 74 લાખ રોપાનું વાવેતર થયું હજુ ચાલુ

ખેતીમાં બદલાવથી અનેક ફાયદા થતા હોય છે. બનાસકાંઠા જિલ્લામાં ઉનાળામાં તરબૂચ અને શકકર ટેટીનું રોપાથી વાવેતર કરી રહ્યાં છે. ચાલુ વર્ષ 74 લાખ તરબૂચ અને શક્કર ટેટીનુ વાવેતર થયું છે.

  • News18 Gujarati
  • Last Updated :
  • Banas Kantha, India
Nilesh Rana, Banaskantha: બનાસકાંઠા જિલ્લામાં ઉનાળાની શરૂઆત થતા જ મોટાભાગના ખેડૂતો તરબૂચ અને શક્ક ટેટી વાવેતર બીજથી કરતાં હતા.પરંતુ છેલ્લા બે વર્ષથી દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ડીસા કે.વી.કેના માર્ગદર્શન હેઠલ જિલ્લાના મોટા ભાગના ખેડૂતો રોપાથી વાવેતર તરફ વળ્યા છે.આ વર્ષે સમગ્ર જિલ્લામાં તરબૂચ અને સક્કર ટેટીના 74 લાખથી વધુ રોપાનું વાવેતર થયું છે.

ગત વર્ષે અને ચાલુ વર્ષે તરબૂચ અને શક્કરટેટીના રોપાનું વાવેતર

ઉનાળામાં જિલ્લાના મોટા ભાગના ખેડૂતો 3200 હેકટરમાં તરબૂચ અને શક્કર ટેટીનું બીજથી વાવેતર કરતા હતા.પરંતુ છેલ્લા 2 વર્ષથી દાંતીવાડા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ડીસા કે.વી. કેના વૈજ્ઞાનિક ડો.યોગેશ પવારએ ખેડૂતોને રોપાથી વાવેતર તરફ વળવા ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું. ખેડૂતો હવે રોપાથી વાવેતર કરી રહ્યા છે.ગત વર્ષે જિલ્લાના ખેડૂતોએ 20 લાખ જેટલા રોપાથી વાવેતર કર્યું હતું.ત્યારે ચાલુ વર્ષે 74 લાખ તરબૂચ અને શક્કરટેટીના રોપાનું વાવેતર થઈ થયું છે.જેમાં દાંતીવાડાનું ખેડા ગામ વર્ષોથી 100 ટકા બીજથી વાવેતર કરતા હતા. અત્યારે સમગ્ર ગામ રોપાથી વાવેતર કરી રહ્યા છે.

રોપાથી વાવેતર કરતા કેટલો ફાયદો

શરૂઆતમાં ખેડૂતો બીજથી વાવેતર કરતા ત્યારે રોગના પ્રશ્નો અને બજાર ભાવ પણ ખેડૂતોને સારા ન મળતા પરંતુ ડીસા કે.વી.કેના માર્ગદર્શન હેઠળ ખેડૂતો રોપાથી વાવેતર કરતા 20 દિવસનું પાણી બચે તેમજ રોગ જીવાતના પ્રશ્નોનો પણ આવતા નથી. તેમજ સૌથી પહેલા ખેડૂતોનો પાક બજારમાં આવશે અને બજાર ભાવ પણ સારા મળશે જેથી ખેડૂતોને ખુબજ ફાયદો થશે.
First published:

Tags: Banaskantha, Farmers News, Local 18, ખેડૂત, બનાસકાંઠા

विज्ञापन