Home /News /banaskantha /Deesa: કોલ્ડ સ્ટોરેજના નવા નિયમોએ બટાકાની ખેતી કરતા ખેડૂતોને રડાવ્યા, ભાવ તળિયે બેસી ગયા

Deesa: કોલ્ડ સ્ટોરેજના નવા નિયમોએ બટાકાની ખેતી કરતા ખેડૂતોને રડાવ્યા, ભાવ તળિયે બેસી ગયા

X
ખેડૂતોને

ખેડૂતોને બટાટાના પૂરતા ભાવ ન મળવાના કારણે કોલ્ડસ્ટોરેજના નિયમોના કારણે મુશ્કેલી.

બટાકાની ખેતીને લઈને નિરાશ જોવા મળ્યા છે. બટાકા નીકળવાની સાથે જ બટાકાના ભાવ ન મળવાના કારણે અને કોલ્ડ સ્ટોરેજ એસોસિએશનના નવા નિયમોને લઇ મુશ્કેલીમાં મુકાયા છે. એક તરફ ખેડૂતોને પોષણક્ષમ ભાવ નથી મળી રહ્યા તો બીજી તરફ કોલ્ડ સ્ટોરેજ એસોસિએશનના નવા નિયમના કારણે વધુ મુશ્કેલીમા મુકાયા છે. જેનો ખેડૂતો સતત વિરોધ કરી રહ્યા છે.

વધુ જુઓ ...
Nilesh Rana, Banaskantha: બટાકાની ખેતીને લઈ પ્રખ્યાત બનેલા ડીસા તાલુકાના ખેડૂતોમાં હવે બટાકાની ખેતીને લઈ નિરાશા જોવા મળી રહી છે. આ વર્ષે બટાકાનું ઉત્પાદનતો સારું થયું છે પરંતુ બટાકા નીકાળવાના સમયે જ ખેડૂતોને બટાકાના ભાવ ન મળતા ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. તો બીજી તરફ કોલ્ડ સ્ટોરેજ એસોસિયેશન દ્વારા નવા નિયમો બનાવવામાં આવતા ખેડૂતોમાં નારાજગી પણ જોવા મળી રહી છે.

ગુજરાતમાં ડીસા સહુથી વધુ ઠંડી અને ગરમીની સાથે સાથે બટાકાના ઉત્પાદન તરીકે પણ ઓળખાય છે. ગુજરાતમાં સહુથી વધુ બટાકાનું ઉત્પાદન ડીસામાં થાય છે. વર્ષોથી ડીસામાં રવિ સીઝનમાં ખેડૂતો બટાકાની ખેતી કરતા આવ્યા છે.ડીસામાં ખેડૂતોએ બટાકાની ખેતીની શરૂઆત લગભગ 100 વર્ષ પહેલા કરી હતી.તે સમયે બનાસ નદી જીવંત હોવાથી ખેડૂતો નદીના પટમાં બટાકાની મોટાપાયે ખેતી કરતા હતા.પરંતુ સમયે અંતરે નદી સુકાઈ જતા ખેડૂતો પોતાના ખેતરમાં બટાકાની ખેતી કરવા લાગ્યા. આજે ડીસા બટાકાનું હબ ગણાય છે.ડીસાના બટાકા તેની ગુણવત્તાને લઈ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી બટાકાના ભાવમાં અનિયમિતતા જોવા મળી રહી છે. તો બીજી તરફ બટાકાની ખેતી પણ દિવસેને દિવસે મોંઘી બનતી જઈ રહી છે.બટાકાના ભાવ છેલ્લા 30 વર્ષની સપાટીની આસપાસ રહેતા હોવાના કારણે ખેડૂતોને હવે બટાકાની ખેતી પરવડતી નથી. પરિણામે ડીસા તાલુકાના ખેડૂતો જે બટાકાની ખેતી તરીકે જાણીતા હતા તે ખેડૂતોનો બટાકાની ખેતીથી મોહ ભંગ થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.બટાકાની ખેતી તરીકે મશહૂર બનેલા ડીસામાં જ છેલ્લા વર્ષમાં બટાકાના વાવેતરમાં સતત ઘટાડો નોંધાયો છે. પાંચ વર્ષમાં જ ડીસા તાલુકામાં એક વીસ ટકા જેટલું ઓછું બટાકાનું વાવેતર ઘટી ચૂક્યું છે.આપણે વર્ષ 2018-19માં થયેલા બટાકાના વાવેતરથી વર્ષ 2022-23 સુધી પાંચ વર્ષમાં થયેલા બટાકાના વાવેતર પર નજર કરીએ.વર્ષ 2018-19માં બટાકાનું વાવેતર 68,143 હેક્ટરમાં થયું હતું.ત્યારબાદ 2022-23 સુધી બટાકાના વાવેતરમાં સતત ઘટાડો નોંધાયો છે. વર્ષ 2019-20માં 62,349 હેક્ટર જમીનમાં વાવેતર થયું.2020-21માં 59,903 હેક્ટર જમીનમાં વાવેતર થયું. વર્ષ 2021-22માં 58,902 હેક્ટર જમીનમાં અને ચાલુ વર્ષ ૨૦૨૨-૨૩માં બટાકાનું વાવેતર ઘટીને માત્ર 53,548 હેક્ટરમાં થયું છે.આમ છેલ્લા પાંચ વર્ષની વાત કરવામાં આવે તો બટાકાના વાવેતરમાં 21 ટકાનો ઘટાડો નોંધાયો છે. આ વર્ષે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં સૌથી વધુ બટાકાનું વાવેતર થયું હતું શરૂઆતના વાવેતર સમયે ખેડૂતોએ મોંઘા બિયારણ લાવી સારા ભાવની આશાએ પોતાના ખેતરમાં બટાકાનું વાવેતર કર્યું હતું. પરંતુ અત્યારે જ્યારે બટાકાનો માલ તૈયાર થઈ ચૂક્યો છે અને ખેડૂતોએ બટાકા નીકાળવાની શરૂઆત કરી છે ત્યારે જ બટાકાના ભાવ તળિયે બેસી ગયા છે.ખેડૂતો પોતાના ખેતરમાં વાવેતર સમયે 1 વિઘામાં બટાકાના વાવેતરનો ખર્ચ 30 હજારથી વધુ થયો હતો તેમ છતાં પણ ખેડૂતોએ પોતાના ખેતરમાં વાવેતર કર્યું હતું. ત્યારે હાલમાં બજારની સ્થિતિ જોતા ખેડૂતોને પોતે વાવેતરમાં જે ખર્ચ કર્યો છે.તે પણ હાલ મળી શકે તેમ નથી જેના કારણે આ વર્ષે પણ ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ડીસા તાલુકામાં હાલ ખેડૂતોના ખેતરમાં બટાકાનો પાક તૈયાર થઈ ચૂક્યો છે પરંતુ ખેડૂતોને માત્ર હાલમાં 60 થી 150 રૂપિયા જેટલો ભાવ મળતા ખેડૂતો પોતાના ખેતરમાંથી બટાકા ન નીકાળવા માટે મજબૂર બન્યા છે.આ વર્ષે કોલ્ડ સ્ટોરેજના ભાડામાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે જેમાં કોલ્ડ સ્ટોરેજ દ્વારા બટાકાના તોલના ભાવ અને ગાડી ભાડા સાથે નક્કી કરવા અને કટ્ટા મુજબ રૂપિયા12નો ભાવ ખેડૂતોને આપવામાં આવશે. તો બીજી તરફ ગ્રેડિંગ ચાર્જ ખેડૂત ઉપર રહેશે અને ગ્રેડિંગ કરાવવાની જવાબદારી પણ ખેડૂતોની રહેશે. બટાકા કોલ સ્ટોરેજ ઉપર પહોંચ્યા પછી ગ્રેડિંગ ચેકિંગ કરતા બટાકામાં જીણ, લીલા, કપાયેલા કે વેસ્ટેડ બટાકા 2% થી વધારે નીકળશે તો ભાડામાં કપાત કરવામાં આવશે. બટાકાના તોલની વ્યવસ્થા કોલ સ્ટોરેજ માલિક ખેડૂતને કરી આપે તો રૂપિયા 12 કટ્ટા પ્રમાણે મજૂરી ચાર્જ આપવાનો રહેશે. શેડમાં નીકળતા ગ્રેડિંગ માટેનો ચાર્જ 10 રૂપિયા પ્રતિ બેગ પ્રમાણે અલગથી ચૂકવવાનો રહેશે.ગ્રેડિંગ ચાર્જ સ્ટોરેજ માંથી જેટલી બેગ નીકળશે તે મુજબ ચૂકવવાનો રહેશે. બટાકા વેપારમાં અત્યાર સુધી 82 kg બીલટીના ભાવથી વેપાર થતો હતો તે હવેથી ફરજિયાત કટ્ટા પ્રમાણે વેપાર કરવાનો રહેશે. ખેતરમાંથી ખરીદી તથા વેચાણ વખતે બટાકાના કટ્ટા નું વજન 51/500 પ્રમાણે લેવા દેવાનું રહેશે સ્ટોરેજ માંથી શેડમાં ગ્રેટીંગ માટે જે બટાકા નીકળે છે તેનો સારા ઝીણા છોલાટ સાથેનો જનરલ ભાવ કરવાનો રહેશે. આમ કોલ્ડ સ્ટોરેજ દ્વારા બનાવવામાં આવેલા નવા નિયમોના કારણે હાલમાં ખેડૂતો તેનો વિરોધ દર્શાવી રહ્યા છે અને જણાવી રહ્યા છે કે જે પ્રમાણે ખેડૂતો પોતાના ખેતરમાં જાતે વાવેતર કરે છે તે પ્રમાણે ખેડૂતો જ જાતે પોતાના બટાકાનો ભાવ તાલ નક્કી કરશે.
First published:

Tags: Banaskanatha, Farmer in Gujarat, Local 18, Potato, Potato farmer