બનાસકાંઠામાં બટાટા,ઘઉં,રાયડા અને રાજગરા પાકમાં ખેડૂતોને મોટું નુકસાન
રાજ્યમાં અનેક જિલ્લામાં કમોસમી વરસાદ થયો હતો. બનાસકાંઠામાં પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતો ભારે નુકસાની થઈ છે. બટાકા, રાયડા, રાજગરો, ઘઉંના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.
Nilesh Rana, Banaskantha: બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ખેતી પાકને ભારે નુકસાન થયું છે. બનાસકાંઠા જિલ્લામાં બટાકા, ઘઉં, રાયડો અને રાજગરો પાકને નુકસાન થયું છે. ખેડૂતોને લાખો રૂપિયાની ખોટ જવા પામી છે. તેમજ રાજગરો, ઘઉં પાક જમીનદોસ્ત થઈ જતા ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
બટાકા, રાજગરો, ઘઉં, રાયડામાં લાખોનું નુકસાન
બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો વારંવાર કુદરતી આપત્તિનો ભોગ બની રહ્યા છે.ત્યારે આજે ફરી બનાસકાંઠા જિલ્લામાં ભારે વાવાઝોડા સાથે વરસાદ થયો હતો. જેના કારણે અનેક જગ્યાએ લોકોને ભારે નુકસાન વેઠવું પડ્યું છે.
બીજી તરફ જિલ્લામાં ઘઉં, રાયડો, રાજગરો અને બટાકાના પાકને પણ કમોસમી વરસાદના કારણે નુકસાન થયું છે.
જેમાં ઘઉં અને રાજગરાનો તૈયાર થયેલો પાક ભારે વરસાદના કારણે જમીનદોસ્ત થઈ ગયો છે. તેમજ બટાકાના પાકમાં ભાવ નથી અને બીજી તરફ વરસાદ થતા ખેતરમાં પડેલા બટાકા પાકને પણ નુકસાન થવાની સંભાવના છે.
નુકસાનગ્રસ્ત વિસ્તારમાં સરવે કરી સહાય ચૂકવવા માંગ
છેલ્લા 2 મહિનાથી ખેડૂતો રાત દિવસ કાળી મજૂરી કરી પોતાના પાક તૈયાર કરતા હતા અને અચાનક ભારે વાવાઝોડા સાથે કમોસમી વરસાદ થયો હતો. જેના કારણે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને સૌથી મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
ખેડૂતોના મોમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. ત્યારે સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે નુકસાનગ્રસ્ત વિસ્તારનો સર્વે કરી ખેડૂતોને સહાય ચૂકવવામાં આવી તેવી માંગ કરી રહ્યા છે.