Home /News /banaskantha /

સિંચાઇ અને પીવાના પાણી માટે ગુજરાતમાં મોટું આંદોલન થવાના એંધાણ, યુવા ખેડૂતોએ આપી ચીમકી

સિંચાઇ અને પીવાના પાણી માટે ગુજરાતમાં મોટું આંદોલન થવાના એંધાણ, યુવા ખેડૂતોએ આપી ચીમકી

બનાસકાંઠા જિલ્લાના દિયોદર,પાલનપુર અને વડગામ બાદ હવે થરાદમાં પણ જળ આંદોલનના એંધાણ

બાઇક રેલીમામં હાજર ખેડૂતટ માંગીલાલ પટેલએ જણાવ્યું હતું કે, ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી હતી કે જો તેમની માગ સ્વીકારવામાં નહીં આવે તો થરાદમાં પણ ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને ગાંધીનગરમાં વિધાનસભાનો ઘેરાવ પણ કરવામાં આવશે,

    કિશોરકુમાર તુંવર, બનાસકાંઠા: બનાસકાંઠા (Banaskantha)ના થરાદમાં સિંચાઇ અને પીવાના પાણીની માંગ (Movement for Irrigation and Drinking Water in Tharad) સાથે નર્મદા કમાન્ડ એરિયા બહારના 97 ગામોને નર્મદા કમાન્ડ એરિયામાં સમાવેશની માંગને લઇને ખેડૂતો (Farmer)ની લવાણાથી થરાદ સુધી બાઇક રેલી નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં યુવાન ખેડૂતો જોડાયા હતા. ખેડૂતોએ થરાદ નાયબ કલેકટરને આવેદનપત્ર પાઠવીને ખેડૂતોની માંગ સ્વીકારવા રજૂઆત કરી હતી અને જો માંગ નહીં સ્વીકારાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.

    બનાસકાંઠા જિલ્લાના દિયોદર,પાલનપુર અને વડગામ બાદ હવે થરાદમાં પણ જળ આંદોલનના એંધાણ વર્તાઇ રહ્યા છે. આજે થરાદના 100 ગામોના યુવા ખેડૂતો દ્વારા થરાદ તાલુકાના લવાણા ગામથી થરાદ સુધી  વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. થરાદ સહિત સરહદી વિસ્તારમાં સિંચાઇ અને પીવાના પાણીની માંગ સાથે મોટી સંખ્યામાં યુવાન ખેડૂતો બાઇક રેલી સ્વરૂપે થરાદના લવાણા ગામથી નીકળ્યા હતા. ખેડૂતોની માંગ છે કે નર્મદા કમાન્ડ એરિયા 97 ગામોને સમાવેશ કરવામાં આવે અને સુજલામ સુફલામ કેનાલ રાજસ્થાન સુધી લંબાવવામાં આવે અને કેનાલમાં પાણી છોડવામાં આવે.



    આ પણ વાંચો- કચ્છનો યુવાન UPSCમાં થયો સિલેક્ટ

    અહીં જેમ જેમ યુવાન ખેડૂતોની બાઈક રેલી પસાર થતી ગઈ તેમ તેમ અનેક ગામોના યુવાનો બાઇકો લઈને રેલીમાં જોડતા હતા, પાણી અમારો અધિકાર છે ના નારા સાથે નીકળેલી બાઇક રેલી 30 કિલોમીટર ફરીને થરાદ નાયબ કલેકટર કચેરીએ પહોંચી હતી અને નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને ખેડૂતોની પાણીની માંગ માટે રજુઆત કરી હતી. અને ચીમકી ઉચ્ચારી હતી કે, જો અમારી માંગ જલ્દી સ્વીકારવામાં નહીં આવે તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું અને કોઈપણ નેતાઓને અમારા ગામોમાં ઘુસવા નહીં દઈએ.

    આ પણ વાંચો- આજે સદગુરૂ જગ્ગી વાસુદેવ  અને ગુજરાત સરકાર વચ્ચે મહત્ત્વની બેઠક

    બાઇક રેલીમામં હાજર ખેડૂતટ માંગીલાલ પટેલએ જણાવ્યું હતું કે, ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી હતી કે જો તેમની માગ સ્વીકારવામાં નહીં આવે તો થરાદમાં પણ ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને ગાંધીનગરમાં વિધાનસભાનો ઘેરાવ પણ કરવામાં આવશે,
    Published by:rakesh parmar
    First published:

    Tags: Banaskantha News, Gujarat farmer, Gujarati news

    આગામી સમાચાર