અન્ય ખેડૂતો માટે આ બંને ભાઈ પ્રેરણા રૂપ સાબિત થઈ રહ્યા છે.
બનાસકાંઠાનાં શિહોરીનાં રતનપુરા ગામનાં ખેડૂત બંધુઓએ ખેતીમાં કમાલ કરી દીધી છે. ખેડૂત બંધુએ કાઠિયાવાડમાંથી શેરડીનું બીયારણ લાવી બે વીઘામાં વાવેતર કર્યું છે. ઓર્ગેનિક પધ્ધતીથી શેરડી ઉગાડી છે.આ વિસ્તારમાં શેરડી થતી નથી.
Nilesh Rana, Banaskantha: બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી જિલ્લાના ખેડૂતોઓ અવનવી પદ્ધતિથી તેમજ પોતાની કોઠાસૂઝથી અલગ અલગ ખેતી કરી સારી એવી કમાણી કરી રહ્યા છે.ત્યારે શિહોરી તાલુકાના 2 ભાઈએ પોતાના ખેતરમાં સૌ પ્રથમવાર શેરડીની ખેતી કરી સારી આવક મેળવી રહ્યા છે.અન્ય ખેડૂતો માટે પ્રેણા રૂપ સાબિત થઈ રહ્યા છે.
શિહોરી તાલુકાના રતનપુરા ગામમાં રહેતા દિલીપજી જવાનજી ગોહિલ અને કીર્તિજી જવાનજી ઠાકોર વર્ષોથી ચીલાચાલુ ખેતી કરી નુકસાન વેઠવી પોતાના પરિવારનું ગુજરાત ચલાવતા હતા.
પરંતુ છેલ્લા એક વર્ષથી બન્ને ભાઈ પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે અને દેશી ગાય આધારિત પોતાના ખેતરમાં અલગ અલગ પાકોની ખેતી કરી સારી આવક મેળવી રહ્યા છે.
તા.01/03/2022ના રોજ કાઠીયાવાડ થી શેરડીની 555ની રસની વેરાયટીનું બિયારણ લાવ્યા હતાં. અને પોતાના 2 વીઘા ખેતરમાં ખેડ કરી પાયાના ખાતરમાં એરડી ખોળ, લિબોલીનું ખોળ નાખી 3 બાય 1 ફૂટના ગાળામાં શેરડીનું વાવેતર કર્યું હતું.
જેમાં 1 વીઘામાં 40થી 50 મણ બિયારણનું વાવેતર કર્યું હતું. બાદ 12 દિવસે પિયત દરમિયાન જીવામૃત,દેશી ગાયની ખાટી છાસ, દેશી આકડાનું દ્રાવણ કરી પિયત કરી શેરડીનું વાવેતર કર્યું છે. અત્યારે પોતાના ખેતરમાં 10 થી 15 ફૂટની હાઈટમાં શેરડી જોવા મળી રહી છે.
કેટલો ખર્ચ કરી કેટલા વીઘામાં શેરડીનું વાવેતર કર્યું
રતનપુરા ગામના દિલીપજી જવાનજી ગોહિલ અને કીર્તિજી જવાનજી ઠાકોર પોતાના 2 વિઘામાં 60 હજારનો ખર્ચ કરી શેરડીનું વાવેતર કર્યું છે.અત્યારે પોતાના ખેતરમાં 10 થી 15 ફૂટની હાઈટમાં શેરડી થઈ ગઈ છે. 20 કિલ્લોના 200 રૂપિયાના ભાવે 25 મણ જેટલી શેરડીનું વેચાણ કર્યું છે. તેમણે જણાવ્યું હતું કે, 60 હજારના ખર્ચે 2 વીઘામાં શેરડીનું વાવેતર કર્યું હતું. જેમાંથી 4 લાખથી વધુની આવક મેળવશે.
અન્ય ખેડૂતો માટે બન્નેભાઈ પ્રેણારૂપ બન્યાં
રતનપુરા ગામના બન્નેભાઇઓએ પોતાના ખેતરમાં સૌપ્રથમવાર શેરડીનું વાવેતર કરી સારી એવી આવક મેળવી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં શેરડીનું ઉત્પાદન ક્યારે થતું નથી. પરંતુ અમે બંને ભાઈએ સાહસ કરી અમારા બે વીઘા ખેતરમાં શેરડીનું વાવેતર કર્યું છે.અત્યારે અમે શેરડીમાંથી સારી આવક મેળવી રહ્યા છીએ. અન્ય ખેડૂતો પણ જો પ્રાકૃતિક ખેતી તરફ વળે તો વધુ ફાયદો થશે.
અન્ય ખેડૂતોને બિયારણ પણ આપે છે
બનાસકાંઠા જિલ્લાના શિહોરી પંથકમાં આજ દિન સુધી કોઈપણ ખેડૂતે શેરડીનું વાવેતર કર્યું નથી. અને આ વિસ્તારમાં શેરડીનું વાવેતર પણ થયું નથી. પરંતુ વગર દવાએ અને વગર ખાતરે પોતાના બે વીઘા ખેતરમાં શેરડીનું વાવેતર કરી સારી એવી આવક પણ મેળવી રહ્યા છે. અત્યાર સુધી 20 કિલોના 200 રૂપિયાના ભાવે 25 મણ જેટલી શેરડીનું વેચાણ કર્યું છે અને આગામી સમયમાં 800 થી 1000 મણ શેરડીનું ઉત્પાદ થશે.
શેરડીનું બિયારણ મેળવવું હોય તો આના પર સંપર્ક કરવો.
જો અન્ય ખેડૂતોને શેરડીનું બિયારણ મેળવવું હોય તો દિલીપજી જવાનજી ઠાકોરે મો.9724816054 કીર્તિજી જવાનજી ઠાકોર મો.9427487503 સરનામું :-ગામ-રતનપુરા.તા.શિહોરી.જી.બનાસકાંઠા