Home /News /banaskantha /Banaskantha: 100 લોકોને નોકરી નહીં મળે ત્યાં સુંધી ફરવા નહી જાઉં; માજી સૈનિકનો સેવા યજ્ઞ

Banaskantha: 100 લોકોને નોકરી નહીં મળે ત્યાં સુંધી ફરવા નહી જાઉં; માજી સૈનિકનો સેવા યજ્ઞ

બે વર્ષ બાદ પોતાની જગ્યા ખરીદી સમાજ માટે લાઇબ્રેરી શરૂ કરાઈ..

રસિકજી ઠાકોરનાં પ્રયાસોથી અત્યાર સુધી 31 જેટલા લોકો સરકારી નોકરીમાં લાગ્યા છે. સમાજમાં ધીમે ધીમે શિક્ષણ પ્રત્યે જાગૃતિ આવવા લાગી છેઅને સમાજમાં તથા ખોટા ખર્ચા બંધ કરવા લાગ્યા છે.

  Nilesh Rana, Banaskantha: બનાસકાંઠા જિલ્લાના ઢુવા ગામના એક માજી સૈનિક રસિકજી ઠાકોરે પોતાના સમાજ માટે એક અનોખો સેવાયજ્ઞ શરૂ કર્યો છે. પોતાની નોકરી પૂરી કર્યા બાદ આ યુવકને અનેક નોકરીઓની ઓફર આવી હતી પણ તે તમામ ઓફરોને ઠુકરાવી સમાજને આગળ લાવવા માટે પ્રયત્નો હાથ ધર્યાનું નક્કી કર્યું.આ યુવકે શરૂ કરેલી પહેલ સાથે આજે અનેક લોકો જોડાઇ રહ્યાં છે તેમની આ પહેલને સફળતા મળી છે.

  બનાસકાંઠા જિલ્લામાં શિક્ષણનો અભાવ છે. સાક્ષરતા ઓછી છે. પરંતુ ધીમે ધીમે જિલ્લામાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ આવી રહી છે અને લોકો પણ શિક્ષણ તરફ પ્રેરાઈ પોતાના સમાજને આગળ લાગવાનો પ્રયાસ કરી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં ઠાકોર સમાજના લોકો મોટી સંખ્યામાં વસવાટ કરે છે. આ સમાજના લોકોમાં શિક્ષણનો ખૂબ જ અભાવ જોવા મળે છે. તેમજ આ સમાજમાં અનેક કુરિવાજો પણ છે.

  આ સમાજમાં મોટા પ્રમાણમાં લોકો યુવાનો વ્યસન સાથે સંકળાયેલા છે. ત્યારે આ સમાજમાંથી તમામ કુરિવાજો તેમજ સમાજમાં જાગૃતિ લાવવા માટે અને વ્યસન મુક્ત કરવા માટે રસિકજી પોપટજી ઠાકોરે પહેલ શરૂ કરી છે. ડીસા, તાલુકાનાઢુવા ગામ ખાતે રહેતા રસિકજી ઠાકોર અત્યારે માજી સૈનિક છે.  તેમણે 17 વર્ષ‌ સુંધી ભારતીય સેનામાં દેશની સરહદની રક્ષા કરી પોતાની ફરજ અદા કરી છે‌. 17 વર્ષની પોતાની ફરજ પૂરી કર્યા બાદ જ્યારે પોતાના વતન ખાતે આવ્યા ત્યારે તેમને જાણવા મળ્યું કે તેમના સમાજમાં શિક્ષણનો ખૂબ જ અભાવ છે તેમજ તેમના સમાજના લોકો તેમજ યુવા ધન પણ અનેક વ્યસનોમાં ડુબેલો છે. આથી સમાજના લોકોને જાગૃત કરવા માટે તેમજ શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવા માટે એક અભિયાન શરૂ કરવાનો વિચાર આવ્યો.  આ પણ વાંચો: બનાસકાંઠામાં ચાર વર્ષની બાળકીના કાનમાંથી નીકળ્યા 80થી વધુ કીડા; બાળકીને પીડામાંથી મળી મુક્તિ

  રસિકજી ઠાકોરે શરૂઆતમાં તેમના સમાજના કર્મચારીઓનું ગ્રુપ બનાવ્યું અને સમાજમાં અલગ અલગ બેઠકો કરી શીબીરો કરી ત્યારે જાણવા મળ્યું કે આ સમાજ શૈક્ષણિક રીતે પછાત છે. અને ગરીબ વિદ્યાર્થીઓ હોવાથી તે ભણી ન શકતા હતા તેમના માટે એક લાઇબ્રેરી બનાવવાનું વિચાર આવ્યો. કારણ કે ઠાકોર સમાજમાં માર્ગદર્શન વગર ઘણા બાળકો રખડતા હતા ત્યારે પ્રથમ કમિટી બનાવી જેમાં 70 લોકો જોડાયા અને દરેક પાસેથી હજાર હજાર રૂપિયા એકઠા કર્યા.  એકઠા કરેલા રૂપિયા 70 હજાર ભેગા કરી પાટણ ખાતે એક બંધ થયેલી લાઇબ્રેરીનો સામાન ખરીદી અને ડીસામાં ભાડેથી લાઇબ્રેરીની શરૂઆત કરી. શરૂઆતમાં 15 જેટલા વિદ્યાર્થીઓ આવ્યા અને મહિને 25,000 નો ખર્ચ થવા લાગ્યો પરંતુ આ યુવકની પહેલને કારણે સમાજના લોકો પણ ખોટા ખર્ચા બંધ કરી સમાજના લોકો શિક્ષણમાં ખર્ચ કરવા લાગ્યા તેમજ જે લોકો ના જન્મદિવસ કે પછી પુણ્યતિથી કે પછી મકાનનું ઉદ્ઘાટન જેવા પ્રસંગોના જે ખર્ચો થતો તે તમામ પૈસા પણ સમાજના માટે શરૂ કરેલ લાયબ્રેરીમા આપવા લાગ્યા.  ધીરે ધીરે સોશિયલ મીડિયાથી ગુજરાત ના અલગ અલગ જગ્યાએથી લોકો જોડાવા લાગ્યા અને અત્યારે સુધી 258 સભ્યો જોડાયા છે. અને ઠાકોર સમાજ કર્મચારી મંડળ તૈયાર કરાયું. 2 વર્ષમાં પોતાની જગ્યા ખરીદી અને ઠાકોર સમાજની લાયબ્રેરી તૈયાર કરી. આ લાઇબ્રેરી અત્યારે 24 કલાક ચાલે છે. આ લાઇબ્રેરીમાં 150 થી વધુ યુવાક- યુવતીઓ નિશુલ્ક અભ્યાસ કરવા માટે આવે છે.  આ લાયબ્રેરી થકી 31 લોકો અલગ અલગ સરકારી નોકરીમાં પાસ થયા છે. રસિકજી પોપટજી ઠાકોર ની પહેલથી ઠાકોર સમાજમાં ધીમે ધીમે શિક્ષણ પ્રત્યે જાગૃતિ આવવા લાગી છે. તેમજ લોકો પણ જાગૃત થવા લાગ્યા છે.અને સમાજમાં તથા ખોટા ખર્ચા બંધ કરવા લાગ્યા છે.અને સમાજને શિક્ષણ પ્રત્યે આગળ લાવવા સમાજના લોકો મદદ કરી રહ્યા છે.  માજી સૈનિક રસિકજી ઠાકોરે જણાવ્યું હતું કે નોકરી પૂર્ણ થયા બાદ શિક્ષણના કામે લાગ્યો હતો અને આજે આ પહેલાને કારણે સમાજ દ્વારા તૈયાર કરાયેલી લાઇબ્રેરીમાંથી ત્રણ છોકરી 12 છોકરા બીએસએફ ,ક્લાર્ક, પોલીસ, આરોગ્ય, અને ફોરેસ્ટ વિભાગમાં લાગ્યા છે અને અત્યાર સુંધી કુલ 31 લોકો સરકારી ભરતીમાં પાસ થયા છે.તેમણે વધુમાં જણાવ્યું કે, જ્યાં સુધી સમાજમાંથી 100 લોકોને સરકારી નોકરીમાં લાગે નહીં ત્યાં સુધી તો કોઈજ જગ્યાએ ફરવા નહીં જાઉ. હાલ તેઓ પોતાના ગામમાં રસિકજી ઠાકોર ફિઝિકલ ટ્રેનિંગ પણ કરાવી રહ્યા છે. જેમાં તેમના સમાજના નહીં પણ દરેક સમાજના યુવાનોને નિશુલ્ક ફિઝિકલ તાલીમ આપી સરકારી ભરતીમાં જોડાવા માટે મહેનત કરાવી રહ્યા છે.
  Published by:Santosh Kanojiya
  First published:

  Tags: Banaskantha, Govt Jobs, Students, Thakor community

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन