Home /News /banaskantha /

પશુપાલકો માટે ખુશીના સમાચાર! એમ્બ્રિયો ટ્રાન્સફર ટેક્નોલોજીથી પ્રથમ કાંકરેજ વાછરડાનો થયો જન્મ

પશુપાલકો માટે ખુશીના સમાચાર! એમ્બ્રિયો ટ્રાન્સફર ટેક્નોલોજીથી પ્રથમ કાંકરેજ વાછરડાનો થયો જન્મ

વાછરડાની તસવીર

Banaskantha News: આ વાછરડો જયારે મોટો થશે ત્યારે યોગ્ય પરીક્ષણ કરીને તેના બીજદાનના ડોઝ બનાવવામાં આવશે. જેના થકી પેદા થતું ગૌવંશ વધુ દૂધ આપતું થશે.

    કિશોરકુમાર તુવર, ધાનેરા : બનાસકાંઠાની (Banaskantha) ધરોહર સમાન કાંકરેજ ગૌવંશ સુધારણા માટે ચેરમેન શંકરભાઇ ચૌધરીના (Shankar Chaudhry) નેતૃત્વમાં બનાસ ડેરી (Banas Dairy) દ્વારા ભારતમાં સૌ પ્રથમવાર એન.ડી.ડી.બીના સહયોગથી એમ્બ્રિયો ટ્રાન્સફર ટેક્નોલોજીનો  (embryo transfer technology) શુભારંભ  કરવામાં આવ્યો હતો. આજે આ ટેક્નોલોજીમાં બનાસડેરીને પ્રથમ સફળતા મળી છે. ધાનેરા તાલુકાના સોતવાડા ગામે એમ્બ્રિયો ટ્રાન્સફર થકી પ્રથમ કાંકરેજ વાછરડાનો થયો જન્મ. એમ્બ્રિયો ટ્રાન્સફર ટેક્નોલોજીમાં સફળતા મળવી એ બનાસડેરી સાથે લાખો પશુપાલકો માટે ખુશીના સમાચાર છે. ખેતીના વ્યવસાયની સાથે સાથે પશુપાલન વ્યવસાયમાં પણ વૈજ્ઞાનિક પદ્ધતિને અપનાવીને આ વ્યવસાયને વિકસાવવામાં આવી રહ્યો છે તે અત્યંત મહત્વપૂર્ણ છે.

    કાંકરેજ ગાયની ઉત્કૃષ્ટ ઓલાદોમાં વધારો થાય અને પશુપાલકો પશુદીઠ વધુ દૂધ ઉત્પાદન કરી આર્થિકરીતે વધુ મજબૂત બને તે હેતુ સાથે બનાસડેરીના ચેરમેન શંકરભાઇ ચૌધરીએ વર્ષ ૨૦૨૧ માં એમ્બ્રિયો ટ્રાન્સફર ટેક્નોલોજીનો શુભારંભ કરાવ્યો હતો. જેમાં ધાનેરા તાલુકાના સોતવાડા ગામમાં ખેડૂતના ધરે ૨૫ લીટરથી વધુ દૂધ આપતી ગાયોના અંડકોષ એકઠા કરીને તેને ૨૫ લિટરથી વધુ દૈનિક દૂધ આપતી ગાયના સાંઢના બીજથી એનડીડીબીની લેબોરેટરીમાં ગર્ભ બનાવીને એચએફ ગાયમાં ૯ મહિના પહેલા ટ્રાન્સફર કરીને તંદુરસ્ત કાંકરેજ વાછરડાનો જન્મ કરાવવામાં બનાસડેરીને મોટી સફળતા મળી છે.



    દિલ્હીના કોંગ્રેસના મહિલા નેતાએ ગુજરાતનું કર્યું અપમાન

    જો વાછરડાની જગ્યાએ વાછરડી જન્મી હોત તો તે જ્યારે પણ દૂધ આપતી ત્યારે તે ૨૦ થી ૨૫ લિટર  દૂધ આપતી કાંકરેજ ગાય બનતી. હવે આ વાછરડો જયારે મોટો થશે ત્યારે યોગ્ય પરીક્ષણ કરીને તેના બીજદાનના ડોઝ બનાવવામાં આવશે. જેના થકી પેદા થતું ગૌવંશ વધુ દૂધ આપતું થશે.

    આ એમ્બ્રિયો ટ્રાન્સફની વાત કરવામાં આવે તો, ભારત દેશમાં આ ટેક્નોલોજીનો ઉપયોગ કોઈપણ સંસ્થા અથવા તો કોમર્શિયલ ફાર્મમાં કરવામાં આવ્યો હોય તેવું તો જોવા મળેલ છે, પરંતુ કાંકરેજ એમ્બ્રિયો ટ્રાન્સફર અને તે પણ ખેડૂતના ફાર્મ ઉપર કરવામાં આવેલ હોય અને તેના દ્વારા બચ્ચાનો જન્મ થયો હોય એ ભારત દેશની પ્રથમ ઘટના બનાસડેરીમાં બની છે. જેના માત્ર ખેડૂતો કે પશુપાલકો માટે, પરંતુ દેશ અને પશુપાલન ક્ષેત્રે ગર્વની વાત છે.

    આ હકારાત્મક પરિણામ પછી એ વાત તો નક્કી છે કે, આગામી સમયમાં બનાસડેરી આ ટેકનોલોજી થકી વધુ દૂધ ઉત્પાદન આપતી કાંકરેજ ગાયોની નવીન પેઢી મેળવશે. પશુપાલન વ્યવસાયમાં ઝડપી પ્રગતિ અને પશુદીઠ દૂધ ઉત્પાદનમાં વધારો કરવાના ઉમદા હેતુ સાથે ચેરમેન શ્રી શંકરભાઇ ચૌધરીના માર્ગદર્શન હેઠળ બનાસડેરીએ એમ્બ્રિયો ટ્રાન્સફર ટેક્નોલોજીનો અમલ શરુ કર્યો છે. આજે બનાસડેરીએ પોતાના નવા નવા સહકારી વ્યવસાયોમાં વૈજ્ઞાનિક અભિગમ અપનાવીને આગળ વધી રહી છે, જેનો ફાયદો પશુપાલકો, ખેડૂતો અને જિલ્લાને મળી રહ્યો છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: ગુજરાત, બનાસકાંઠા

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन