હાલ લોકો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યાં છે. જેના કારણે વાયરલ ફીવરનાં દર્દીઓમાં વધારો થયો છે. ડીસા જનરલ હોસ્પિટલમાં રોજની 700 ઓપીડી નોંધાઈ રહી છે. દવાખાનામાં દર્દીઓની લાઇનો લાગી છે.
Nilesh Rana, Banaskantha: શિયાળાની સિઝન વિદાય તરફ છે. પરંતુ તે પહેલા લોકો ગરમીનો અનુભવ કરી રહ્યાં છે. તેમજ વહેલી સવારે અને મોડી રાત્રીના હજુ ઠંડી પડી રહી છે. પરિણામે લોકો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યાં છે. મિશ્ર ઋતુના કારણે વાયરલ ફીવરના દર્દીઓમાં વધારો થયો છે. જિલ્લાના તમામ દવાખાના દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે. ખાસ કરીને ગળાનાં દુખાવાના કેસમાં ખૂબ જ વધારો થયો છે.
ડીસા જનરલ હોસ્પિટલમાં રોજની 700ની ઓપીડી
બનાસકાંઠા જિલ્લામાં ઋતુમાં થતા ફેરફારના કારણે લોકોમાં વાયરલ ઇન્ફેક્શનના કારણે લોકોમાં તાવ, શરદી, ખાંસી, ગળામાં દુ:ખાવાના રોગોમાં વધારો થયો છે. જેથી જિલ્લાની તમામ હોસ્પિટલોમાં દર્દીઓથી ઉભરાઇ રહી છે.
ત ડીસામાં આવેલા જનરલ હોસ્પિટલ તાવ, શરદી, ખાંસી અને ગળાના દુ:ખાવા ના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે અને રોજની 600 થી 700 જેટલી ઓપીડી નોંધાઈ રહી છે.
માસ્ક પહેરવું, ગરમ પાણી પીવું જોઇએ.
ડીસા સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડો. એમ.એચ.ખાનએ જણાવ્યું હતું કે, અત્યારે જે પ્રમાણે શિયાળાની ઋતુ જઈ રહી છે અને ઉનાળાની શરૂઆત થઈ રહી છે.
જેના કારણે વાયરલ ઇન્ફેક્શનમાં વધારો થયો છે. પરંતુ આ વાયરલ ઇન્ફેક્શનને અટકાવવા માટે લોકોએ એકબીજાથી દૂર રહેવું.
વારે ઘડીએ હાથ ધોવા, માસ્ક પહેરવું, ગરમ પાણી પીવાનું રાખવું જોઇએ. તેમજ વધારે તકલીફ હોય તો વહેલી તકે તબીબની સલાહ લેવી જોઈએ.