Home /News /banaskantha /Banaskantha: બનાસકાંઠા જિલ્લામાં વરસાદે સર્જી ભારે તારાજી; 20 પશુઓના મોત થતા શ્રમજીવી પરીવાર પર આભ ફાટ્યું
Banaskantha: બનાસકાંઠા જિલ્લામાં વરસાદે સર્જી ભારે તારાજી; 20 પશુઓના મોત થતા શ્રમજીવી પરીવાર પર આભ ફાટ્યું
જિલ્લામાં ભારે વરસાદના કારણે ગ્રામીણ વિસ્તારમાં મોટું નુકસાન..
બનાસકાંઠા જિલ્લાના ડીસા પંથકમાં પડેલા ભારે વરસાદથી વરનોડા તેમજ આસપાસના લોકો માટે હવે જોખમી સાબિત થઈ રહ્યો છે. બે દિવસમાં 20 થી વધુ પશુના મોત નિપજયા.દાંતીવાડા ડેમમાં ૮૦ થી ૮૫ હજાર ક્યુસેક પાણીની આવક થઇ રહી છે
Nilesh rana, Banaskantha: બનાસકાંઠા જિલ્લાના ડીસા પંથકમાં પડેલા ભારે વરસાદથી વરનોડા તેમજ આસપાસના લોકો માટે હવે જોખમી સાબિત થઈ રહ્યો છે. બે દિવસમાં 20 થી વધુ પશુના મોત નિપજયા છે. જયારે શ્રમજીવી પરીવારોના ઘરોમાં પાણી ભરાઈ જતાં ભારે નુકશાન થઈ રહ્યું છે.ભારે વરસાદના કારણે અમીરગઢ વિસ્તારમાં વહેતી બનાસ નદીમાં ભારે માત્રામાં પાણીઓ આવરો થઇ રહ્યો છે. અમીરગઢ તાલુકાના બબુકરી, કલેડી અને ખડેડા ગામના નદીના વહેણમાં ભારે પૂર જેવી સ્થિતિ સર્જાતા હાલમાં રબારિયા ગ્રામ પંચાયતનું સવાનીયા ગામમાં આવન- જાવન થઈ શકે તેમ નથી. ત્યારે કોઇપણ પ્રકારના ગભરાહટફેલાવ્યા સિવાય વરસાદના પગલે સૌ નાગરિકોને સતર્ક રહેવા જિલ્લા કલેકટર આનંદ પટેલે અપીલ કરી છે.
વરનોડામાં ભારે વરસાદ થી 20 થી વધુ પશુઓના મોત
બનાસકાંઠા જિલ્લાના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે અનેક ગામોમાં પાણી ભરાયા છે.તેમજ ગામના તળાવો પણ ઓવરફ્લો થયા છે.ત્યારે બનાસકાંઠા જિલ્લાના ડીસાના વરનોડા આસપાસના ગામો ભારે વરસાદ ના કારણે બેટમાં ફેરવાઈ ગયા છે. ખેડૂતોના ઘરોમાં પણ ઘુટણ સમા પાણી ભરાઈ ગયા છે. ડીસાના વરનોડા ગામના યુવા સરપંચ પાંચાભાઈ દેસાઈ એ જણાવ્યું હતું કે, અમારા ગામમાં બે દિવસ થી પુર જેવી સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદ થી સતત પાણીનો પ્રવાહ વધતાં ગામમાં આવેલ રાવળ વાસ, દરબાર વાસ અને બારોટ વાસ માં પાણી ભરાઈ જતાં સ્થાનિક રહીશો ને ભારે મુશ્કેલી સાથે સાથે આર્થિક નુકસાન બેઠવાનો પણ વારો આવ્યો છે. આ ઉપરાંત ભારે વરસાદ ના કારણે ગામમાં 20 થી વધુ પશુઓ મોતને ભેટતા ખેડૂતો અને પશુપાલકો ઉપર આભ તુટી પડ્યું છે.
અમીરગઢ તાલુકાના બબુકરી, કલેડી અને ખડેડા ગામના નદીના વહેણમાં ભારે પૂર જેવી સ્થિતિ
છેલ્લા ૨૪ કલાકથી પડી રહેલા ભારે વરસાદના કારણે અમીરગઢ વિસ્તારમાં વહેતી બનાસ નદીમાં ભારે માત્રામાં પાણીઓ આવરો થઇ રહ્યો છે. અમીરગઢ તાલુકાના બબુકરી, કલેડી અને ખડેડા ગામના નદીના વહેણમાં ભારે પૂર જેવી સ્થિતિ સર્જાતા હાલમાં રબારિયા ગ્રામ પંચાયતનું સવાનીયા ગામમાં આવન- જાવન થઈ શકે તેમ નથી. જોકે સવાનીયા ગામમાં હાલ કોઇ જાનહાની કે નુકશાનની સમાચાર નથી તથા રબારીયા ગામના સરપંચઅને તલાટીસતત ગ્રામજનોના સંપર્કમાં છે અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આ ગામો પર સીધી નજર રાખવામાં આવી રહી છે.
રોજ પર થયેલા ડેમેજનેતાત્કાલિક રિપેર કરવાની કામગીરી માર્ગ અને મકાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે.
ભારે વરસાદ થઇ રહ્યો છે ત્યારે કોઇપણ પ્રકારના ગભરાહટ ફેલાવ્યા સિવાય વરસાદના પગલે સૌ નાગરિકોને સતર્ક રહેવા જિલ્લા કલેકટર આનંદ પટેલે અપીલ કરી છે. કલેકટરએ જણાવ્યું છે કે, ગઇકાલથી જિલ્લામાં અતિ ભારે વરસાદ થઇ રહ્યો છે. હજી પણ આવતા ૨૪ કલાક માટે જિલ્લામાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જિલ્લામાં લગભગ ૨૦ જેટલાં રોડ પરથી પાણી વહી રહ્યા છે તેના કારણે ડેમેજ થયા છે તેને તાત્કાલિક રિપેર કરવાની કામગીરી માર્ગ અને મકાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. ઉપરવાસમાં સારા વરસાદના કારણે બનાસ નદીમાં પાણીની આવક થઇ રહી છે. બનાસકાંઠાના મુખ્ય ૩ ડેમ દાંતીવાડા, સીપુ અને મુક્તેશ્વર ડેમમાં સારા પ્રમાણમાં પાણીની આવક થઇ રહી છે. દાંતીવાડા ડેમમાં ૮૦ થી ૮૫ હજાર ક્યુસેક પાણીની આવક થઇ રહી છે અને મુક્તેશ્વર ડેમમાં ૧૫ હજાર ક્યુસેક પાણીની આવક થઇ રહી છે ત્યારે આપણે સૌએ એલર્ટ રહેવાની જરૂર છે. વરસાદની પરિસ્થિતિ પર જિલ્લા વહીવટીતંત્ર સતત નજર રાખી રહ્યું છે જરૂર જણાય તેવા ગામોને એલર્ટ પણ આપવામાં આવશે અને નાગરિકોની તમામ મદદ માટે તંત્ર તૈયાર છે.