Home /News /banaskantha /Banaskantha: ડૉ.રાજુલબેન દેસાઈનું અનોખુ અભિયાન; દિકરીઓ અને મહિલાઓને આપે છે ગુડ ટચ-બેડ ટચ અંગે માર્ગદર્શન

Banaskantha: ડૉ.રાજુલબેન દેસાઈનું અનોખુ અભિયાન; દિકરીઓ અને મહિલાઓને આપે છે ગુડ ટચ-બેડ ટચ અંગે માર્ગદર્શન

આ મહિલાની કામગીરીને લઈ  મહીલાઓ સાથે ગંભીર ગુના બનતા અટકી રહ્યા છે.

સમગ્ર ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી નાની બાળકીઓ ઉપર દુષ્કર્મ અને છેડતી જેવા બનાવો માં ચિંતા જનક વધારો થઈ રહ્યો છે ત્યારે આવી બનતી ઘટનાઓ ને અટકાવવા ડો રાજુલબેન દેસાઈ છેલ્લા કેટલાક વર્ષોથી બાળકીઓમાં તેમજ મહિલાઓમાં જાગૃતિ લાવાનું અનોખું કાર્ય કરી રહ્યા છે.

વધુ જુઓ ...
  Nilesh Rana Banaskantha: સમગ્ર ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી નાની બાળકીઓ ઉપર દુષ્કર્મ અને છેડતી જેવા બનાવો માં ચિંતા જનક વધારો થઈ રહ્યો છે ત્યારે આવી બનતી ઘટનાઓ ને અટકાવવા ડો રાજુલબેન દેસાઈ છેલ્લા કેટલાક વર્ષોથી બાળકીઓમાં તેમજ મહિલાઓમાં જાગૃતિ લાવાનું અનોખું કાર્ય કરી રહ્યા છે તેમણે અત્યાર સુધીમાં બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં અને દેશ ના અનેક શહેરો માં સેમિનાર યોજી યોગ્ય માર્ગદર્શન આપ્યું છે અને ખાસ કરી ને સ્લમ વિસ્તારમાં જઈ ગરીબ પરિવાર ની બાળકીઓ ને ગુડ ટચ અને બેડ ટચ અંગેસમજણ આપી રહ્યા છે.

  સમગ્ર ભારતમાં રોજબરોજ જે રીતે બાળકીઓની જાતીય સતામણીની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે તે ખૂબ જ ચિંતાજનક બાબત છે. તેમજ નાની બાળકીઓ અને દીકરીઓ ઉપર દુષ્કર્મ ગુજારી તેમની હત્યા પણ કરવામાં આવે છે.ઘટના બાદ લોકો રેલીઓ કરી કેન્ડલ માર્ચ કાઢી પોતાના ફોનનો ડીપી બદલી ન્યાય અપાવવાની લડત ચલાવે છે,તેમ છતા આ પ્રાકારની ઘટનાઓઅટકવાનું નામ નથી લઈ રહી.જેથી કરી સમાજમાં આ પ્રકારની ઘટનાને જળમૂળથી ખતમ કરી શકાય તેવા હેતુંથીદીકરીઓમાં જાગૃતિ લાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે.  સમાજમાંઆવા પ્રકારની ઘટનાઓ ન ઘટે તેને લઈબનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં રહેતા અને રાષ્ટ્રીય મહિલા આયોગ ના પૂર્વ સભ્ય ડો રાજુલબેન દેસાઈછેલ્લા ઘણા વર્ષોથી અન્ય લોકો કરતા એક કદમ આગળ વિચારીને આવી ઘટનાઓને બનતી અટકાવવા માટે શુ કરવું જોઈએ તેવા પ્રયાસોના ભાગરૂપે મહિલાઓ તથા સ્કૂલમાં ભણતી મહિલાઓને ગુડ ટચ અને બેડ ટચ અંગે જાગૃત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.  આ પણ વાંચો: પ્રજ્ઞાચક્ષુ શિક્ષક સફન મન્સૂરી ટેકનોલોજીના માઘ્યમથી બાળકોને આપે છે શિક્ષણ; બાળકોના પ્રિય છે આ શિક્ષક

  સમગ્ર જિલ્લામાં પછાત વિસ્તારોમાં ફરીને ગરીબ પરીવારની બાળકીઓ અને તેમની માતાઓ ને કોઈ વ્યક્તિ સ્પર્શ કરે તો તેમને ખ્યાલ નથી હોતો કે તેનો ઈરાદો સારો છે કે ખરાબ જેથી આજે ગરીબ પરીવારોની બાળકીઓ અને તેમની માતા ને ગુડ ટચ અને બેડ ટચ અગે સમજણ આપી યોગ્ય માર્ગદર્શન આપે છે.ઉપરાંત બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં અને દેશના અનેક શહેરોની શાળાઓ તેમજ કોલેજોમાં બાળકી કોઈ લોભ લાલચમાં આવી કોઈના ખોટા પ્રેમ જાળમાંના ફસાય જેથી કરી ને તેની અને પરિવારજનોને નીચું જોવાનો વારો ન આવે અંગે પણ વિદ્યાર્થીનીઓને માર્ગદર્શન આપે છે.  આ પ્રકારના અથાગ પ્રયાસના કારણે અનેક બાળકીઓને આ અંગેની સમજણ આવી છે.જેથી કરી તેઓ હવે સામે વાડી વ્યક્તિના બદ ઈરાદાને સમજી લઈ તેનાતી સાવચેત થઈ જાય છે. તેમજ હજુ પણ આવી બનતી ઘટનાઓ ને અટકાવવા માટે તેઓ વિવિધ સ્થળો ઉપર જઈ સેમિનાર યોજી દીકરીઓ ને જાગૃત કરવા માટે માર્ગદર્શન આપી રહ્યા છે.  આ અંગેભારત સરકારના રાષ્ટ્રીય મહિલા આયોગના પૂર્વ સભ્ય ડો. રાજુલાબેન દેસાઈએ જણાવ્યું હતું કે 2005માં બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે આવેલી કોલેજમાં અધ્યાપિકા તરીકે જોડાયા તે સમયેકોલેજમાંથી ગ્રામીણ વિસ્તારમાં મહિલા તેમજ દીકરીઓને પ્રશ્નો તેમજ પ્રોપર નોલેજ તેમજ કાયદાકીય માર્ગદર્શન મળે તેવા કાર્યક્રમની શરૂઆત કરી પરંતુ બનાસકાંઠા જિલ્લામાં શિક્ષણની પ્રાથમિક જરૂરિયાત છે તે જાણવા મળ્યું જે બાદ બેટી બચાવો બેટી પઢાવો નું તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું અભિયાન ચાલુ હતું.ત્યારે ડો.રાજુલાબેન દેસાઈ તેમાં જોડાયા અને ઉત્તર ગુજરાતમાં બેટી બચાવો બેટી પઢાવો અભિયાનને સાર્થક કરવા માટે સતત પ્રયત્નો કર્યા અને ખૂબ જ સારા પરિણામ મળવા લાગ્યો.  ડોક્ટર રાજૂલાબેન દેસાઈ પોતે રબારી સમાજમાંથી આવતા મહિલા છે જેઓના સમાજમાં દિકરીઓને પરિવારજનો જલદી બહાર નિકળવા માટે છૂટ આપતા નથી.જેને ધ્યાનમાં રાખી ગ્રામીણ વિસ્તારમાં વ્યવસ્થિક ભણતર મળ્યા બાદ તેઓને પગભગ થવા માટે નોકરીની જરૂર હોય છે પરંતું પરિવાર દ્વારા તેઓને છુટ ન આપવામા આવતા તેઓ ઘરમાંજ જીંદગી વ્યતિત કરવા મજબૂર બની જતા હોય છે.પરંતું ડોકટર રાજૂલા બેન દ્વારા પરિવારજનો ને સમજણ આપ્યા બાદ આજે સમાજની દિકરીઓ સ્વમહેનતે સરકારી નોકરી મેળવી પોતાના પગપર ઉભા રહી ને બતાવી રહી છે.જેથી તેઓનો પરિવાર હવે ગર્વ અનુભવે છે.

  આ પણ વાંચો: ડીસાના મનુભાઈ આસનાનીની અનોખી સેવા; 15 હજાર બિનવારસી મૃતદેહોનો શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે કરી ચૂક્યા છે અંતિમ સંસ્કાર

  તેમજ ડો. રાજુલાબેન દેસાઈ તે રબારી સમાજમાંથી આવે છે અને સમાજની દીકરીઓ ગ્રામીણ વિસ્તારમાં થી આવતી હોવાથી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટે વધુ જોડાય પરંતુ તેમના માતા-પિતા ખચકાતા હતા ત્યારે ડો. રાજુલાબેન દેસાઈએ તેમના વાલીઓને ટેલીફોનિક વાત કરી તેમજ રૂબરૂ મળી તેમને સમજાવ્યા અને દીકરીઓને શ્રેષ્ઠ જીવન આપો શિક્ષણ તો આપ્યું છે પણ તેને આર્થિક રીતે તેને પગભર કરો અને આર્થિક રીતે પગભર બનાવવા માટે માતા-પિતાનો સપોર્ટ ખૂબ જ જરૂરી હોય છે તેવી સમજણ આપી અને અત્યારે બનાસકાંઠામાં વધુને વધુ દીકરીઓ સરકારી નોકરી માં જોડાવા લાગી છે.  આજે બનાસકાંઠા જિલ્લામાં દરેક સમાજના દિકરા દીકરીઓ આગળ આવી રહ્યા છે. અને ખાસ કરીને ડોક્ટર રાજુલાબેન દેસાઈ વિચરતી વિમુક્તિ જાતિના જે લોકો બનાસકાંઠા જિલ્લામાં વસવાટ કરે છે. તેમની પાસે જઈ ગુડ ટચ બેડ ટચ કેમ્પેઈન શરૂ કર્યું જ્યારે મા બાપ કામે ગયા હોય અને દીકરીઓ એકાંતમાં હોય છે ત્યારે ક્યાંક અસામાજિક તત્વો તેમજ કોઈપણ પુરુષ દીકરીઓ સાથે ખોટો સ્પર્શ કરી દીકરીઓને એકલતાનો આ લાભ ન લઈ જાય અને દીકરીની જિંદગી બરબાદ ન કરે તે માટે તેમને એક અભિયાન શરૂ કર્યું અને દર રવિવારે આ તમામ જિલ્લાના વિસ્તારોમાં જઈ દીકરીઓને તેમજ મહિલાઓને ગુડ ટચ અને બે ટચ ની સમજણ આપી અને મા બાપને સાવધાન કર્યા

  આ સમજણથી મોટા ગંભીર ગુના બનતા અટકી રહ્યા છે તેમજ ભારત સરકારના રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્યની જવાબદારી જ્યારે ડો.રાજુલાબેન દેસાઈને મળી તે બાદ અલગ અલગ રાજ્યોના પ્રવાસ દરમિયાન રાષ્ટ્રીય સમસ્યાથી મહિલાઓ કઈ કઈ સમસ્યાથી ઘેરાયેલી છે. તે જાણી અને કાયદાકીય બહેનોને ન્યાય આપવા માટે એક જવાબદારી અદા કરી છે તેમજ મહિલાઓમાં અત્યાર સુધી દરેક વિસ્તારમાં મહિલા ઉત્થાન માટે તેમજ મહિલાઓમાં જાગૃતિ લાવવાની સમજણ પૂરી પાડી છે તેમજ કોઈપણ મહિલાને કોઈ પ્રશ્નો હોય તો તે ડાયરેકટ ડો.રાજુલાબેન દેસાઈનો સંપર્ક કરી શકે તેવું ડો. રાજુલાબેન દેસાઈએ જણાવ્યું હતું.
  Published by:Santosh Kanojiya
  First published:

  Tags: Banaskantha, Doctors, Girl rape, Society

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन