Home /News /banaskantha /બનાસકાંઠામાં શ્વાનનો આતંક, 2 બાળકોના મોત

બનાસકાંઠામાં શ્વાનનો આતંક, 2 બાળકોના મોત

    બનાસકાંઠા: ઢુવા ગામે હડકાયા શ્વાનનો આતંક જોવા મળ્યો. જો કે અહિં છેલ્લા 1 મહિનાથી શ્વાનો આતંક મચાવી રહ્યાં છે. આ શ્વાનોએ છેલ્લા એક મહિનામાં 5 લોકોને બચકાં ભર્યા હતા.

    તો આ 5 લોકોમાંથી 2 બાળકોના સારવાર દરમિયાન મોત થયા છે. જ્યારે 3 લોકોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. આ બે બાળકોના મોત અમદાવાદ ખાતે સારવાર દરમિયાન થયા હતા. આમ ગામમાં શ્વાનનો આંતક વધતાં ગામમાં ભયનો માહોલ છવાય ગયો છે.
    First published:

    Tags: Banaskanth, Dog