Home /News /banaskantha /Disa Love Jihad: ભાજપ MLA શશિકાંત પંડ્યાએ જેહાદીઓને ચેતવણી આપતા કહ્યું, ડીસા આગ પર બેસેલુ છે

Disa Love Jihad: ભાજપ MLA શશિકાંત પંડ્યાએ જેહાદીઓને ચેતવણી આપતા કહ્યું, ડીસા આગ પર બેસેલુ છે

રેલીમાં ભાજપના ધારાસભ્ય શશિકાંત પંડ્યા પણ પહોંચ્યા હતા.

Disa Love Jihad: આ રેલીમાં ભાજપના ધારાસભ્ય શશિકાંત પંડ્યા પણ પહોંચ્યા હતા. ત્યાં જ કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસે રેલીના રૂટમાં ફેરફાર કરવાની પણ ફરજ પડી હતી.

    સમગ્ર રાજ્યમાં ધર્મ પરિવર્તનના કિસ્સાઓમાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે. ત્યારે ધર્મ પરિવર્તનનો વધુ એક કિસ્સો બનાસકાંઠાના ડીસા પંથકમાં સામે આવ્યો છૅ. જેમાં ડીસાના માલગઢ ગામની એક યુવતીને ડીસાના ગવાડી વિસ્તારમાં રહેતા એઝાઝ મુસ્તુફા શેખ નામના યુવકે પોતાની પ્રેમજાળમાં ફસાવી યુવતી સહીત તેની માતા અને ભાઈનું બ્રેનવોસ કરી ધર્મ પરિવર્તન કરાવ્યું હતું. જો કે આ મામલાના પડઘા પડતા આજે મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનોએ ડિસા ખાતે મોટી સંખ્યામાં રેલી કાઢી ધર્મપરિવર્તન મામલે વિરોધ નોંધાવ્યો હતો.

    ડીસામાં ધર્મ પરિવર્તન અને લવ જેહાદની ઘટનાના વિરોધમાં આજે હિન્દુ સંગઠનોએ રેલી યોજી હતી. આ દરમિયાન અવ્યવસ્થા સર્જાતાં પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. માલગઢમાં બનેલી ધર્મ પરિવર્તન અને લવજેહાદની ઘટનાના વિરોધમાં શનિવારે ડીસા સજ્જડ બંધ રહ્યું હતું. જેહાદીઓની વિરૂદ્ધમાં હિન્દુ સંગઠનો દ્વારા બગીચા સર્કલથી રેલી યોજાઈ હતી. આ રેલીમાં હિન્દુ સમાજના હજારો વેપારીઓ, યુવાનો અને હિન્દુ સંગઠનો જોડાયા હતા.



    આ રેલીમાં ભાજપના ધારાસભ્ય શશિકાંત પંડ્યા પણ પહોંચ્યા હતા. ત્યાં જ કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસે રેલીના રૂટમાં ફેરફાર કરવાની પણ ફરજ પડી હતી. આ દરમિયાન હીરાબજાર નજીક ભીડ પર કાબૂ મેળવવા માટે પોલીસે લાઠી ચાર્જ કરવાની પણ ફરજ પડી હતી. જેના પરિણામે થોડા સમય માટે રેલીમાં નાસભાગ મચી ગઈ હતી.

    આ પણ વાંચો- રાહુલ ગાંધી ગુજરાત વિધાનસભા ચૂંટણીનું રણશિંગું અમદાવાદની ધરતી પરથી ફુકશે

    રેલી બાદ ભાજપના ધારાસભ્ય શશિકાંત પંડ્યા એ જણાવ્યું હતું કે,"આ ડિસા છે ડિસા ભાઇ. આગ પર બેસેલુ છે ડીસા. અને ભૂતકાળમાં આલિયા, માલિયા અને જમાલિયાએ તે જોયેલું છે. ગોધરાકાંડ પણ બનેલું છે. હું ધમકી નથી આપતો પણ વાસ્તવિક્તા કહું છું."

    આ પણ વાંચો- કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરની સંવેદના, ફૂલ વેચનાર બાળકીને રૂપિયા આપ્યા

    માલગઢમાં વિધર્મી યુવકે એક યુવતીને ભોળવી ધર્મપરિવર્તન કરાવ્યું હતું. સાથે તેના ભાઇ અને માતાનું પણ ધર્મપરિવર્તન કરાવ્યું હતું. યુવતીના પિતાએ આ ચુંગલમાંથી પરિવારને છોડાવવાનો પ્રયાસ કરતાં વિધર્મી યુવકે 25 લાખ માગ્યા હતા. જેનાથી કંટાળી તેમણે આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Banaskantha, Banaskantha News, Gujarat Love Jihad, Love jihad latest news, બનાસકાંઠા

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन