Nilesh Rana Banaskantha: બનાસકાંઠા જિલ્લો એ રણને કાંધીને અડીને આવેલો જિલ્લો છે. અને આ જિલ્લામાં મુખ્યત્વે લોકો ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. જેથી બનાસકાંઠામાં અને ખાસ કરીને ડીસામાં મોટા પ્રમાણમાં બટાકાનું વાવેતર થાય છે. જેથી ડીસાએ બટાટા નગરી તરીકે સમગ્ર દેશમાં પ્રખ્યાત છે. શિયાળાની શરૂઆત થતાં જ બનાસકાંઠાના ડીસામાં મોટા પ્રમાણમાં ખેડૂતો બટાટાનું વાવેતર કરે છે. અને અત્યારે બટાટાનું વાવેતર સંપૂર્ણ થયું છે કેટલા હેક્ટરમાં બટાટાનું વાવેતર થયું છે અને કયા કયા પ્રકારના બટાટાનું ખેડૂતોએ વાવેતર કર્યું છે તે જાણીએ.
મુજ્ડા જાતિના લોકોએ બટાટાના વાવેતરની શરૂઆત કરી હતી.
ઉત્તર ગુજરાતમાં રાજસ્થાનની સરહદને અડીને આવેલા બનાસકાંઠા જીલ્લામાંથી બનાસનદી પસાર થાય છે. આ નદી રાજસ્થાનમાં આવેલી અરવલ્લીની ગિરિમાળાઓથી નીકળીને કચ્છના નાના રણમાં સમાઈ જાય છે. બનાસનદી આ જિલ્લા માટે જીવાદોરી સમાન નદી ગણાય છે. અને એટ્લે જ આ નદીમાં આજથી લગભગ દોઢસો વર્ષ પહેલા બટાટાના વાવેતરની શરૂઆત થઈ હતી. ડીસામાં દોઢસો વર્ષ પહેલા અહી વસતા મુસ્લિમ સમાજની મુજ્ડા જાતિના લોકોએ બટાટાના વાવેતરની શરૂઆત કરી હતી. અને ત્યારબાદ ડીસામાં વસતા માળી સમાજ, પટેલ સમાજ અને ઠાકોર સમાજે દ્વારા વાવેતર કરવાની શરૂઆત કરી હતી.પહેલા નદીમાં જ બટાટાટનું વાવેતર થતું હતું અને સમય જતાં ધીરે ધીરે ખેતરોમાં બટાટાનું વાવેતર થવા લાગ્યું. અને બનાસ નદી સુકાઈ જતાં જે વાવેતર નદીમાં થતું હતું તે ખેતરોમાં થવા માંડ્યુ હતું.
મગ્ર ગુજરાતમાં 1,05,000 હેક્ટરમાં 5 ડિસેમ્બર સુધી વાવેતર
ડીસા તાલુકો બટાટા નગરી તરીકે ખ્યાતનામ થયો છે. ત્યારબાદ ધીમે ધીમે સમગ્ર ગુજરાતમાં બટાકાના વાવેતરની શરૂઆત થઈ ગત વર્ષે સમગ્ર ગુજરાતમાં બટાટાના વાવેતરની વાત કરવામાં આવે તો ગયા વર્ષે 1,24,000 હેક્ટરમાં વાવેતર થયું હતું. જેમાં બનાસકાંઠા જિલ્લામાં 59,903 હેકટર માં વાવેતર થયું હતું. ચાલુ વર્ષની વાત કરવામાં આવે તો સમગ્ર ગુજરાતમાં 1,05,000 હેક્ટરમાં 5 ડિસેમ્બર સુધી વાવેતર થયું છે.જેમાં બનાસકાંઠામાં 53,400 હેક્ટરમાં 5 ડિસેમ્બર સુધી વાવેતર થયું છે. બટાટાની જાતો વિશે વાત કરવામાં આવે તો બનાસકાંઠામાં કુફરી પુખરાજ, કુફરી બાદશાહ તથા અન્ય પ્રોસેસિંગની જાતો જેવી કે સરયો મીરા, ફાયસોના,ઇનોવેટર,સેફોડી વગેરે જેવી જાતોના બટાટાનું વાવેતર થાય છે.
બટાટાના વાવેતરમાં આવતા રોગોને અટકાવવા માટેની સલાહ
ડીસા બટાટા સંશોધન કેન્દ્રના મદદતનીશ સંશોધન વૈજ્ઞાનિક જીગ્નેશભાઈ પટેલ જણાવ્યું હતું કે અમુક ખેડૂતોએ બટાટાનું વાવેતર ઓક્ટોબર મહિનાની એન્ડમાં અને નવેમ્બર મહિનાની શરૂઆતમાં કર્યું હતું તે દરમિયાન દિવસે ગરમીનું પ્રમાણ વધુ હોવાના કારણે બટાટાના કાપા સડવાના પ્રશ્નો સામે આવ્યા હતા જેથી ખેડૂતો યોગ્ય સમયે વાવેતર અને યોગ્ય બીજ માવજત કરી વાવેતર કરવામાં આવે તો કાપામાં સળવાનો પ્રશ્ન અટકાવી શકીએ તેમજ વધુમાં ખેડૂતોને જણાવ્યું હતું કે બટાટાના વાવેતર બાદ 40 થી 45 દિવસે આગોતર સુકારો, અને પાછોતર સુકારો નામનો રોગ અટકાવવા માટે 40 થી 45 દિવસે મેનકો જેબ 75% વોટેબલ પાવડર દવાનો છટકાવ કરવો જોઈએ.
જો પાછોતર સુકારો વધતો હોય તો બીજો છંટકાવ સાટામોકક્ષાનીલ + મેન્કોઝેબ 25 ગ્રામ /10 લીટર પાણીમાં ભેળવી છટકાવ કરવો જેથી બટાટામાં આગોતર સુકારો પાછોતર સુકારો નામનો રોગ આવતો અટકાવી શકીએ. તેમજ વધુમાં જણાવ્યું હતું કે જ્યારે વાતાવરણ વાદળછાયુ હોય ત્યારે પાણી આપવાનું મુલતવી રાખવું જોઈએ.