Home /News /banaskantha /Deesa: આ દોડવીરે વર્ષો જૂનો રેકોર્ડ તોડી બે નવા રેકોર્ડ સર્જી દીધા, આટલા મેડલ જીત્યા

Deesa: આ દોડવીરે વર્ષો જૂનો રેકોર્ડ તોડી બે નવા રેકોર્ડ સર્જી દીધા, આટલા મેડલ જીત્યા

દોડમાં વર્ષો જૂના રેકોર્ડ તોડી યુનિવર્સિટીમાં ડીસા કોલેજ નું નામ રોશન કર્યું.

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટીનો ૩૩ માં આંતર કોલેજ  "આનર્ત" એથ્લેટીક્સ સાબર સ્ટેડિયમ, હિંમતનગર ખાતે યોજાયો હતી.આ ખેલકૂદ મહોત્સવમાં 93 કોલેજો અને 1021 ખેલાડીઓએ ભાગ લીધો હતો.આ સ્પર્ધામાં સર્વોદય કોલેજે કુલ બે ગોલ્ડ મેડલ તેમજ 10 બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યા હતા. જેમાં 400 મીટર દોડમાં સર્વોદય કોલેજના વિદ્યાર્થી વીરસંગ ચંપૂજી ઠાકોરે 36 વર્ષ જુનો રેકોર્ડ તોડી નવો રેકોર્ડ 50:53 સેકન્ડ યુનિવર્સિટી રેકોર્ડ સ્થાપિત કર્યો હતો. તેમજ 800 મીટર ની દોડમાં 39 વર્ષ જુનો રેકોર્ડ તોડી વિરસંગે નવો રેકોર્ડ 1:56:72 માઇક્રો સેકન્ડ યુનિવર્સિટી રેકોર્ડ સ્થાપિત કર્યો હતો.

વધુ જુઓ ...
  • News18 Gujarati
  • Last Updated :
  • Banas Kantha, India
Nilesh Rana, Banaskantha: બનાસકાંઠાના કોલેજના છાત્રોએ દોડ સ્પર્ધામાં વર્ષો જૂના રેકોર્ડ તોડી બે ગોલ્ડ તેમજ દસ બ્રેન્ઝ મેડલ પ્રાપ્ત કર્યા જાણો. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ના ઇન્ટર યુનિવર્સિટી ખેલકૂદ મહોત્સવમાં બનાસકાંઠાના ડીસા સર્વોદય આર્ટસ એન્ડ કૉમર્સ કોલેજના છાત્રોએ દોડ સ્પર્ધામાં વર્ષો જૂના રેકોર્ડ તોડી બે ગોલ્ડ તેમજ દસ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરતા સમગ્ર બનાસકાંઠા જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.



હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટીનો ૩૩ માં આંતર કોલેજ  "આનર્ત" એથ્લેટીક્સ સાબર સ્ટેડિયમ, હિંમતનગર ખાતે યોજાયો હતી.આ ખેલકૂદ મહોત્સવમાં 93 કોલેજો અને 1021 ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં ડીસાની શ્રી સર્વોદય આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ કાંટ કોલેજે દોડ વિભાગમાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો.



આ સ્પર્ધામાં સર્વોદય કોલેજે કુલ બે ગોલ્ડ મેડલ તેમજ 10 બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યા હતા. જેમાં 400 મીટર દોડમાં સર્વોદય કોલેજના વિદ્યાર્થી વીરસંગ ચંપૂજી ઠાકોરે 36 વર્ષ જુનો રેકોર્ડ તોડી નવો રેકોર્ડ 50:53 સેકન્ડ યુનિવર્સિટી રેકોર્ડ સ્થાપિત કર્યો હતો. તેમજ 800 મીટર ની દોડમાં 39 વર્ષ જુનો રેકોર્ડ તોડી વિરસંગે નવો રેકોર્ડ 1:56:72 માઇક્રો સેકન્ડ યુનિવર્સિટી રેકોર્ડ સ્થાપિત કર્યો હતો.



ડીસા કોલેજના છાત્ર વિરસંગ ઠાકોરે દોડમાં વર્ષો જૂના રેકોર્ડ તોડી યુનિવર્સિટીમાં કોલેજ નું નામ રોશન કર્યું હતું. આ ખેલકુદ રમોત્સવમાં દોડવીરો એ સારું પરફોર્મન્સ આપી કોલેજનો તેમજ સંસ્થા નું નામ રોશન કર્યું હતું.



તેથી સંસ્થાના પ્રમુખ ઈશ્વરભાઈ કે મિસ્ત્રી અને સંસ્થાના મેનેજિંગ ડાયરેક્ટર વિક્રમભાઈ શેઠ તેમજ કોલેજના સમગ્ર ટ્રસ્ટી ગણ કોલેજના પ્રિન્સિપાલ જોગેશભાઈ ઠાકોર તેમજ લો કોલેજના પ્રિન્સિપાલ પિયુષભાઈ કાનુડાવાલા અને રમત-ગમતના P.T.I પ્રાધ્યાપક તેમજ કોચ લીલાભાઈ દેસાઈ તથા સંપૂર્ણ સ્ટાફગણ વિદ્યાર્થીની ને શુભેચ્છા પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે તેમને આશીર્વાદ પાઠવ્યા હતા.
First published:

Tags: Banaskantha, Local 18, Medals, Records, Sports news