Home /News /banaskantha /Banaskantha: ડીસા કેમ બની ગયું છે મેડિકલ હબ, સવા લાખની વસ્તી સામે 300થી વધુ હોસ્પિટલો

Banaskantha: ડીસા કેમ બની ગયું છે મેડિકલ હબ, સવા લાખની વસ્તી સામે 300થી વધુ હોસ્પિટલો

ડીસામાં દરોજના 5 હજારથી વધુ દર્દીઓ સારવાર માટે આવે છે.

બનાસકાંઠાનું ડીસા શહેર છેલ્લા કેટલાક સમયથી મેડિકલ હબ બની ગયું છે.  એક સમય હતો જ્યારે ગુજરાતની બોર્ડર પર આવેલા ડીસામાં માત્ર ગણતરીની જ હોસ્પિટલો હતો, પરંતુ છેલ્લા કેટલાક સમયથી સવા લાખની વસ્તી ધરાવતા ડીસામાં 300થી વધુ હોસ્પિટલ આવેલી છે.

વધુ જુઓ ...
    Nilesh Rana Banaskantha :- આજે મનુષ્યો અનેક બીમારેને કારણે ખુબ જ પરેશાન છે, અનેક પ્રકારની બીમારીને કારણે યોગ્ય સારવાર કરવી ખુબ જ જરૂરી બની રહે છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી મેડિકલ ક્ષેત્રમાં ખુબ જ પ્રગતિ થઇ છે, ગુજરાતના ડોક્ટરો ખુબ જ જાણીતા છે, ખાસ કરીને બનાસકાંઠાનું ડીસા શહેર છેલ્લા કેટલાક સમયથી મેડિકલ હબ બની ગયું છે.  એક સમય હતો જ્યારે ગુજરાતની બોર્ડર પર આવેલા ડીસામાં માત્ર ગણતરીની જ હોસ્પિટલો હતો, પરંતુ છેલ્લા કેટલાક સમયથી સવા લાખની વસ્તી ધરાવતા ડીસામાં 300થી વધુ હોસ્પિટલ આવેલી છે.  માત્ર બનાસકાંઠા જ નહીં પરંતુ પાડોશી રાજ્ય રાજસ્થાનમાંથી પણ દર્દીઓ સારવાર માટે ડીસા આવે છે.

    ડીસામાં અંગ્રેજોએ સ્થાપી હતી લશ્કરી છાવણી

    બનાસકાંઠા જિલ્લા માટે ડીસા શહેર ખુબ જ મહત્વું છે, રાજસ્થાનનની સરહદે આવતું હોવાની સાથે સાથે વેપારી મથક પણ ગણવામાં આવે છે. એટલું જ નહીં 160 વર્ષ પહેલા અંગ્રેજોએ અહીં લશ્કરી છાવણી તૈયાર કરી હતી, ત્યારબાદ ડીસા શહેરનું અસ્તિત્વ સ્થપાયું હતું. અંગ્રેજોને કારણે આ શહેરમાં પ્રાથમિક સુવિધાઓ સરળતાથી મળી રહેતી હતી. થોડા વર્ષ પહેલા તો અહીં કોઇ મોટી હોસ્પિટલ ન હતી, પરંતુ આજે અહીં અનેક મોટી હોસ્પિટલો બની ગઇ છે.

    90 ના દાયકામાં ભણસાલી ટ્રસ્ટે એક કરતાં વધુ તબીબોની સારવાર મળી રહે તેવી સાર્વજનિક હોસ્પિટલ નું નિર્માણ કર્યું .તે અગાઉ અહીં માત્ર આંગળીના વેઢે ગણી શકાય તેવા ફેમિલી ફિઝિશિયન ડોક્ટરોના તેમજ આયુર્વેદાચાર્યોના ગણ્યા ગાંઠયા ક્લિનિકો હતા. ત્યારબાદ ભણસાલી હોસ્પિટલની સેવા ચો તરફ ફેલાતા તેમણે ગાંધી લિંકન હોસ્પિટલ નામની નવી હોસ્પિટલ ઉભી કરી અને ડીસામાં જિલ્લાભરમાંથી દર્દીઓ આવવાની શરૂઆત થઈ. ડીસામાં મોટાભાગે વસતા લોકો મારવાડી સમાજના હોય ધીરે ધીરે રાજસ્થાનમાં પણ ડીસાની મેડિકલ સેવા પ્રસરતા રાજસ્થાનથી દર્દીઓ પણ ડીસા સારવારથી આવવા લાગ્યા.જોકે બાદમાં ડીસા બનાસકાંઠા જિલ્લાની આર્થિક નગરી બનતા ધીરે ધીરે ડીસા નો વિકાસ થયો.અને ડીસા એ વેપારી મથક તરીકે ઉભું થયું અને સાથે સાથે જિલ્લામાંથી તબીબી ક્ષેત્રે અભ્યાસ કરી રહેલા લોકોએ ડીસા તરફ પોતાની નજર દોડાવી અને હોસ્પિટલો ડીસામાં બનાવવાની શરૂઆત કરી.

    રાજસ્થાનના પાંચ જિલ્લાના દર્દીઓ ડીસા આવે છે

    આજે ડીસામાં ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ કહી શકાય તેટલી 300 થી વધુ નાની-મોટી હોસ્પિટલો આવેલી છે.અહીં તમામ પ્રકારની સારવાર દર્દીઓને મળી રહે છે.જેથી ડીસા ઉપરાંત બનાસકાંઠા કચ્છ તેમજ સમગ્ર દક્ષિણ રાજસ્થાનના પાંચ જિલ્લાના લોકો સારવાર અર્થે પહેલી પસંદગી ડીસા ઉપર ઉતારે છે.અને અત્યારે ડીસામાં દરોજના અંદાજીત 5 હજારથી વધુ દર્દીઓ ડીસા ખાતે સારવાર માટે આવી રહ્યા છે.અને જેના કારણે ડીસા નાનું શહેર હોવા છતાં મેડિકલ હબ બની ગયું છે.

    ડીસામાં કઈ કઈ પ્રકારના હોસ્પિટલ

    બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસામાં અત્યારે 300 થી વધુ હોસ્પિટલો આવેલ છે.કઈ કઈ પ્રકારના હોસ્પિટલ આવેલ છે.તે બાબતે બાળ નિષ્ણાત ડો.હિરેન પટેલ ને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે ડીસામાં શરૂઆતમાં થોડા ઘણા ફેસિલિટી ધરાવતા ડોક્ટરો હતા.તે બાદ અત્યારે તમામ પ્રકારની ફેસિલિટી ધરાવતા હોસ્પિટલ છે.અત્યારે ડીસામાં જુદી જુદી શાખાના 175 જેટલા સ્પેશિયલીસ્ટ છે.તેમજ 10 થી 15 જેટલા જનરલ પેકટિશ કરતા ડોક્ટર છે.તેમજ આયુર્વેદિક હોમિયોપેથીક ની ઘણી બધી હોસ્પિટલો પણ આવેલી છે.

    ડીસામાં કેટલા સ્પેશિયાલિસ્ટ કેટલી મેડિકલ સુવિધાઓ

    ડીસામાં મેડિકલ સેત્રે વિકાસ થવા લાગ્યો જેમાં સૌ પ્રથમ સીટીસ્કેન,એમ.આર.આઈ,ઈકોકાળીયો ગ્રાફ,બનતા થયા અને અત્યારે પૂરતા પ્રમાણમાં ફેસિલિટી થઈ એના લીધે મેડિકલ સેન્ટર માંથી મેડિકલ હબ નો વિકાસ થયો.સ્પેશિયાલીસ્ટ માં ફિજીસીયન,સર્જન,ગાયનેકોલોજિસ્ટ,બાળ નિષ્ણાત,આંખની હોસ્પિટલ,દાંતની હોસ્પિટલ આ ઉપરાંત સાઈક્રાટ્રીસ્ટ,પેથોલોજીસ્ટ,રેડીયોલોજિસ્ટ આ બધી બ્રાન્ચ બાદ છેલ્લા વર્ષોમાં સુપર સ્પેશિયાલિસ્ટ જેમાં ન્યુરો સર્જરીના ઓપરેશન,ગરદન તેમજ માથાન ઓપરેશન થવા લાગ્યા તેમજ મોટી સંખ્યામાં યુરોલોજીમાં પથરીઅને કિટનીના રોગોના સ્પેશિયાલિસ્ટ પણ ઉપલબ્ધ થયા.તેમજ અમદાવાદ થી ડીસામાં સ્પેશિયાલિસ્ટ વિજીટ માટે આવા લાગ્યા જેથી એકજ જગ્યાએ જે પણ જરૂરિયાત તેમજ જે પણ બીમારી છે.તેને એકજ સ્થળ પર પરથી તેની સારવાર મળી રહે છે.જેથી અત્યારે બનાસકાંઠા જિલ્લાનું ડીસા શહેર મેડિકલ હબ બન્યું છે.
    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: Banaskantha, Disa, ડોક્ટર, મેડિકલ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन