આ મંદિરમાં ભક્તો એક કાગળમાં મનની વાત લખી હનુમાનજીના ચરણોમાં અર્પણ કરે છે.
બનાસકાંઠાના ડીસામાં સ્થિત હઠીલા હનુમાનજીનું મંદિર અનોખું છે આમ તો ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે મંદિર માં પૂજા અર્ચના અને પ્રસાદ કરી ભગવાનને પ્રાથના કરતા હોય છે.હઠીલા હનુમાનજીના મંદિરે ભક્તો એક કાગળ પર પોતાની સમસ્યાની અરજી કરે છે અને તેઓના તમામ દૂખ દાદા દૂર કરી દે છે.
Nilesh Rana, Banaskantha: સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં અનેક ધાર્મિક સ્થળો આવેલાં છે ત્યારે બનાસકાંઠાના ડીસા માં આવેલ હઠીલા હનુમાનજીનું મંદિર પણ અનોખું છે આમ તો ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે મંદિર માં પૂજા અર્ચના અને પ્રસાદ કરી ભગવાનને પ્રાથના કરતા હોય છે.
હનુમાનજીના મંદિરે ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે એક કાગળમાં અરજી લખી પ્રતિમા આગળ મૂકે છે અને હનુમાનજી તેમના ભક્તોની મનની ઈચ્છાઓ જલ્દી પૂર્ણ કરે છે જેથી દિવસે ને દિવસે આ મંદિરમાં ભક્તોની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે.
બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરના લાટી બજાર પાસે હનુમાનજીનું અનોખું મંદિર આવેલું છે વર્ષો જૂના આ મંદિરની ખાસિયત એ છે કે અહી આવતા ભક્તો પોતાના મનની વાત લેખિતમાં લખીને હનુમાનજી સમક્ષ રજૂ કરે છે લાટી બજાર પાસે સ્થિત હઠીલા હનુમાનજી નું વર્ષો જૂનું મંદિર છે આમ તો અનેક હનુમાનજી ના મંદિરો છે પરંતુ આ મંદિરની ખાસિયત અન્ય મંદિર કરતા અલગ છે.
આમ તો ભક્તો બીજા મંદિરોમાં પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે શ્રીફળ ફૂલ હાર અગરબતી પ્રસાદ અને પૂજાની અન્ય સામગ્રી લઈ ને જતા હોય છે પરંતુ આ હઠીલા હનુમાનજીના મંદિરે આવતા ભક્તો પૂજા ની સામગ્રી નહિ પણ માત્ર બોલપેન અને કોરું કાગળ લઈને આવે છે.
દર શનિવાર અને મંગળવારે આ મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો આવે છે અને મંદિરમા હનુમાનદાદાના દર્શન કરી મંદિર પાસે બેસી સાથે લાવેલ કાગળમાં પોતાની મન ની વાત લખી આ કાગળ ને હનુમાનજીની પ્રતિમા ના ચરણો મા મૂકે છે.
જેથી હનુમાનદાદા પણ પોતાના ભક્તોની આવેલી લેખિત અરજીની ટૂંક સમયમાં નિકાલ કરી તેમની મનો કામનાઓ પૂર્ણ કરે છે અનેક લોકો ની મન ની ઈચ્છાઓ હઠીલા હનુમાનજી એ પૂર્ણ કરી હોવાથી દિવસે ને દિવસે આ મંદિર મા ભક્તો ની સંખ્યા માં પણ વધારો થઈ રહ્યો છે.