Home /News /banaskantha /બનાસકાંઠાઃ દિયોદરમાં નાયબ મામલતદાર પી આર ઠાકોર રૂ.10 હજારની લાંચ લેવા જતાં ભરાયા, શેના માટે માંગ્યા હતા રૂપિયા?

બનાસકાંઠાઃ દિયોદરમાં નાયબ મામલતદાર પી આર ઠાકોર રૂ.10 હજારની લાંચ લેવા જતાં ભરાયા, શેના માટે માંગ્યા હતા રૂપિયા?

પકડાયેલા નાયબ મામલતદાર

banaskantha crime news:યોદરમાં (Diyodar) એક સસ્તા અનાજની દુકાનના ઓડિટમાં (Audit) ખામી નહીં કાઢવાની તેમજ અન્ય કોઈ રીતે હેરાન નહીં કરવા માટે સંચાલક પાસેથી રૂપિયા 10 હજારની માગણી કરી હતી.

    આનંદ જયસ્વાલ, બનાસકાંઠાઃ બનાસકાંઠા (Banaskantha) જિલ્લામાં આજે વધુ એક લાંચીયો અધિકારી એસીબીના (ACB trap) છટકામાં રંગેહાથ ઝડપાયો છે. દિયોદરમાં (Diyodar) એક સસ્તા અનાજની દુકાનના ઓડિટમાં ખામી નહીં કાઢવાની તેમજ અન્ય કોઈ રીતે હેરાન નહીં કરવા માટે સંચાલક પાસેથી રૂપિયા 10 હજારની માગણી કરી હતી અને આજે દુકાનદાર પાસેથી રૂપિયા 10 હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપાયા હતા.

    દિયોદર નાયબ મામલતદાર રૂપિયા 10 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા હોવાની ઘટના સામે આવી છે. એક સસ્તા અનાજની દુકાનના ઓડિટમાં કોઈ જ ખામી નહીં કાઢવાની અને કોઈપણ રીતે દુકાનદારને હેરાન નહીં કરવા માટે રૂપિયા દુકાનદાર પાસેથી રૂપિયા 10 હજારની માગણી કરી હતી.

    અને આ માંગણી મુજબ આજે દુકાનદાર મામલતદાર કચેરી ખાતે લાંચ આપવા માટે આવ્યો હતો. નાયબ મામલતદાર પી આર ઠાકોરે આ સંચાલક પાસેથી રૂપિયા 10 હજારની લાંચ લેતા એસીબીની ટીમે રંગે હાથ ઝડપી પાડયા હતા.

    આ પણ વાંચોઃ-Tarot predictions:ટેરો સાપ્તાહિક ભવિષ્ય: કર્ક રાશિના જાતકોએ અથાગ મહેનત છતાં પરિણામ નિરાશાજન, જાણો રાશિફળ

    મામલતદાર કચેરીની અંદર જ નાયબ મામલતદાર લાંચ લેતા રંગેહાથ એસીબીના છટકામાં ઝડપાઇ જતાં કચેરીમાં હડકંપ મચી ગયો હતો, ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ જ દિયોદર પાસેથી 696 બોરી સસ્તા અનાજની દુકાનનો જથ્થો ઝડપાયો હતો.

    આ પણ વાંચોઃ-અમદાવાદઃ 'અહીં તો દારુ પીવું એ સામાન્ય બાબત છે, તારે સહન કરવું પડશે', અસહ્ય ત્રાસથી પરિણીતાએ કરી ફરિયાદ

    આ અનાજ કૌભાંડ સ્થાનિક પુરવઠા વિભાગની રહેમનજર હેઠળ ચાલી રહ્યું હતું ત્યારે આ એસીબીના છટકામાં ઝડપાયેલ નાયબ મામલતદાર પી આર ઠાકોર ની આ અનાજ કૌભાંડમાં સંડોવણી હોવાનું પણ પૂરેપૂરી શક્યતા છે. જો આ નાયબ મામલતદાર ની તટસ્થ તપાસ થાય તો હજુ પણ કેટલીક ચોંકાવનારી વિગતો બહાર આવી શકે તેમ છે.
    Published by:Ankit Patel
    First published:

    Tags: ACB TREP, Banaskantha News, Crime news